________________
૧૮૦]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર પર્વ ૧૦ મું] શું આપશે? જગતમાં અદ્વિતીય આપ્ત પુરૂષ શ્રી મહાવીર ભગવંતને જોયા પછી અને તેમના ધર્મ અંગીકાર કર્યા પછી જે તેવા દેવને જુએ છે તે ખરેખરા પિતાના સ્વાર્થના ઘાતક છે.” સુલસાનાં આવાં વચન સાંભળી ચિત્તમાં હર્ષ પામતે અને સુલસા પ્રત્યે “સાધુ સાધુ” (સાબાશ-સાબાશ) શબ્દ કહેતે અંબઇ પિતાને સ્થાનકે ગયો અને એ મહા સતી સુલસા અનિંદિત આહાધમને સર્વદા હૃદયમાં વહન કરવા લાગી.
इत्याचार्य श्री हेमचंद्रसूरिविरचिते त्रिषष्टिशलाकापुरुषचरित्रे महाकाव्ये दशम
पर्वणि हालिक-प्रसन्नचंद्र-दर्दुरांक देव-श्रेणिक भावितीर्थकरत्वशालमहाशाल-गौतमाष्टापदारोहण-अम्बड सुलसा चरित
વન નામ નવમ: સઃ | ૨ ||
જ
સગે ૧૦ મે
હવે
દશાર્ણભદ્ર અને ધનાશાળિભદ્રનું ચરિત્ર.
સુર અસુરોથી પરવારેલા શ્રી વિરપ્રભુ ચંપાનગરીથી વિહાર કરી અનુક્રમે દશાણું દેશમાં આવ્યા. તે દેશમાં દશાર્ણ નામે નગર છે અને ત્યાં દશાર્ણભદ્ર નામે રાજા રાજ્ય કરે છે. એક વખતે તે રાજા સાયંકાળે પિતાની સભામાં બેઠા હતા, તેવામાં ચાર પુરૂએ આવીને કહ્યું કે, “પ્રાતઃકાળે આ તમારા નગરની બહાર શ્રી વિરપ્રભુ સમવસરશે. સેવકેની આવી વાણી સાંભળીને મેઘની ગજેનાથી જેમ વિગિરિમાં રત્નના અંકુર પ્રગટે તેમ રાજાના શરીરમાંથી અતિ હર્ષવડે રોમાંચ કંચુક ઉત્પન્ન થયા. તત્કાળ તેણે સભા સમક્ષ કહ્યું કે, “પ્રાતઃકાળે હું એવી સમૃદ્ધિથી પ્રભુને વંદના કરીશ કે જેવી સમૃદ્ધિથી પૂર્વે કઈ એ પણ તેમને વાંધો નહીં હોય.” આ પ્રમાણે મંત્રી વિગેરેને કહી તે પિતાના અંતાપુરમાં ગયે, અને “હું પ્રાતઃકાળે પ્રભુને આમ વાંદીશ અને આ પ્રમાણે સ્તુતિ કરીશ.” એવી ચિંતા કરતાં તેણે તે રાત્રિ માંડમાંડ નિર્ગમન કરી. હજુ સૂર્યોદય થયો નહોતે ત્યાં તે એ રાજસૂર્ય દાણુરાજાએ નગરના અધ્યક્ષ વિગેરેને બોલાવી આજ્ઞા કરી કે-“મારા મહેલથી પ્રભુના સમવસરણ સુધી મોટી સમૃદ્ધિથી મારે જવા લાયક માગને શણગારે.'
અહિં વીરપ્રભુ નગરની બહાર પધાર્યા અને દેવતાઓએ સમવસરણ થયું. અરે નગરાધ્યક્ષ વિગેરેએ ક્ષણવારમાં રાજાની આજ્ઞા પ્રમાણે કરી દીધું. “દેવતાઓને જેમ માનવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org