________________
સર્ગ ૧ લો] શ્રી મહાવીર સ્વામીના પૂર્વ ભવનું વર્ણન અનશનવડે મૃત્યુ પામીને મરિચિ બ્રહ્મ દેવલોકમાં દશ સાગરોપમના આયુષ્યવાળો દેવતા થયે. કપિલ પણ આસૂર્ય વિગેરેને પોતાના શિષ્યો કરી તેમને પોતાના આચારને ઉપદેશ આપી મૃત્યુ પામીને બ્રહ્મદેવલોકમાં દેવ થયા. ત્યાં અવધિજ્ઞાનથી પિતાના પૂર્વ જન્મને જાણીને તે પૃથ્વી પર આવ્યો, અને તેણે આસૂર્ય વિગેરેને પોતાને સાંખ્ય મત જણાવ્યું. તેના આમ્નાયથી આ પૃથ્વી પર સાંખ્ય દર્શન પ્રવત્યું. કેમકે લોકો પ્રાયઃ સુખસાણા અનુષ્ઠાનમાં જ પ્રવર્તે છે. - મરિચિને જીવ બ્રહ્મ દેવલોકમાંથી ચ્યવીને કેલ્લાક નામના ગામમાં એંશી લાખ પૂર્વના આયુષ્યવાળ કૌશિક નામે બ્રાહ્મણ થયો. વિષયમાં આસક્ત, દ્રવ્ય ઉપાર્જન કરવામાં તત્પર અને હિંસાદિકમાં સૂગ વગરના તે બ્રાહ્મણે ઘણે કાળ નિગમન કર્યો. અંતે ત્રિદંડી થઈ મૃત્યુ પામી ઘણું ભવમાં ભમીને તે સ્થણુ નામના સ્થાનમાં પુષ્પમિત્ર નામે બ્રાહ્મણ થયો. ત્યાં પણ ત્રિદંડી થઈ બહોતેર લાખ પૂર્વનું આયુષ્ય નિર્ગમી સૌધર્મ દેવલોકે મધ્યમ સ્થિતિવાળો દેવતા થયો. ત્યાંથી રચવી ચૈત્ય નામના સ્થાનમાં તે ચેસઠ લાખ પૂર્વના આયુષ્યવાળે અન્યોત નામે બ્રાહ્મણ થયો. ત્યાં પૂર્વની જેમ ત્રિદંડી થયો. પછી મૃત્યુ પામી ઈશાન દેવલોકમાં મધ્યમ આયુષ્યવાળો દેવતા થયો. ત્યાંથી ચ્યવી મંદિર નામના સંનિવેશમાં અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ થયો. તે ભાવમાં પણ ત્રિદંડી થઈ છપ્પન લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી મૃત્યુ પામી સનસ્કુમાર દેવલોકમાં મધ્યમાયુ દેવતા થયે. ત્યાંથી ચ્યવીને શ્વેતાંબી નગરીમાં ભારદ્વાજ નામે વિપ્ર થયે. તે ભાવમાં પણ ત્રિદંડી થઈ ચુંવાલીશ લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી મૃત્યુ પામીને માહેંદ્ર કલ્પમાં મધ્યમ સ્થિતિએ દેવતા થયા. ત્યાંથી ચવીને ભવભ્રમણ કરી રાજગૃહ નગરમાં સ્થાવર નામે બ્રાહ્મણ થયે. તે ભવમાં ત્રિદંડી થઈ ચેત્રીશ લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી મૃત્યુ પામીને બ્રહ્મ દેવલોકમાં મધ્યમાયુષ્યવાળે દેવતા થયે. ત્યાંથી ચ્યવીને તેણે ઘણું ભવમાં પરિભ્રમણ કર્યું. કારણ કે “પિતાના કામના પરિણામથી પ્રાણી અનંત ભવમાં ભ્રમણ કરનારે થાય છે.”
રાજગૃહ નગરમાં વિશ્વનંદી નામે રાજા હતા. તેને પ્રિયંગુ નામની પત્નીથી વિશાખનંદી નામે એક પુત્ર થશે. તે રાજાને વિશાખભૂતિ નામે એક નાનો ભાઈ યુવરાજ હ. તે યુવરાજને ધારિણે નામે સ્ત્રી હતી. મરિચિનો જીવ પૂર્વ જન્મમાં ઉપાય
ન કરેલા શુભ કર્મથી તે વિશાખાભૂતિ યુવરાજની ધારિણી નામની આથી વિશ્વભૂતિ નામે પુત્રપણે અવતર્યો. તે વિશ્વભૂતિ અનુક્રમે યૌવન વયને પ્રાપ્ત થયે. એક વખતે નંદન વનમાં દેવકુમારની જેમ તે વિશ્વભૂતિ અંતઃપુર સહિત પુષ્પકરંડક નામના ઉધાનમાં કી કશ્વા ગયે. તે ક્રીડા કરતો હતો તેવામાં રાજાનો પુત્ર વિશાખનંદી કી કરવાની ઇચ્છાએ
ત્યાં આવ્યો. પણ વિશ્વભૂતિ અંદર હોવાથી તે બહાર રહ્યો. તે સમયે પુષ્પ લેવાને તેની માતા દાસીએ આવી, તેમણે તે વિશ્વભૂતિ અને વિશાખનલીને અંદર ને બહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org