________________
સગ ૧ લે] શ્રી મહાવીરસવામીના પૂર્વ ભવનું વર્ણન રાંધી નાંખવા લાગી. તે વખતે જેના સર્વ અંગ વેદથી આદ્ર થઈ ગયા છે અને પહેરેલાં બે વસ્ત્રો મળવડે લિપ્ત બની ગયા છે. એવા તે મરિચિ મુનિ તૃષાથી પીડિત થયા છતા તત્કાળ ચારિત્રાવરણીય કર્મના ઉદયથી આ પ્રમાણે ચિંતવવા લાગ્યા. “મેરૂ પર્વતની જેમ વહન થઈ શકે નહીં તેવા આ સાધુપણાના ગુણને વહન કરવાને હવે હું સમર્થ નથી; કારણ કે હું તે નિર્ગુણ અને ભવની આકાંક્ષાવાળો છું. પણ હવે વ્રતનો ત્યાગ પણ શી રીતે થાય? કેમકે ત્યાગ કરવાથી તે લેકમાં લજજા પ્રાપ્ત થાય તેમ છે. પણ એ એક ઉપાય છે કે જેથી વ્રત પણ કાંઈક રહે અને આ શ્રમ પડે નહીં. આ શ્રમણ ભગવંતે ત્રિદંડથી વિરક્ત છે અને હું તે દંડથી જીતાયેલો છું. તેથી મારે ત્રિદંડનું લાંછન થાઓ. આ સાધુઓ કેશના લોચથી મુંડ છે અને હું તે શસ્ત્રવિડે કેશને મુંડાવવાવાળો તેમ જ શિખાધારી થાઉં. વળી આ સાધુઓ મહાવ્રતધારી છે અને હું અણુવ્રતધારી થાઉં. આ મુનિઓ નિષ્કિચન છે અને હું મુદ્રિકાદિક પરિગ્રહધારી થાઉં. મુનિઓ મેહ રહિત છે. અને હું મોહવડે આચ્છાદિત હોવાથી છત્રવાળે થાઉં. આ મહર્ષિઓ ઉપનિહ રહિત થઈ વિચરે છે પણ હું તો ચરણની રક્ષાને માટે ઉપાનહ રાખીશ. આ સાધુઓ શીળવડે સુગંધી છે અને હું શીળવડે સુગંધી નથી તેથી મારે સુગંધને માટે શ્રીખંડ ચંદનના તિલક થાઓ. આ મહર્ષિઓ કષાય રહિત હોવાથી શુકલ અને જીણું વસ્ત્રધારી છે તે કષાયવાળા એવા મારે કષાય (રંગેલા) વસ્ત્રો છે. આ મુનિઓએ તે ઘણું જીવોની વિરાધનાવાળા સચિત્ત જળનો આરંભ ત છે. પણ મારે મિત જળથી સ્નાનપાન થાઓ.” આ પ્રમાણે પિતાની બુદ્ધિથી વિચાર કરીને કષ્ટથી કાયર એવા મરિચિએ લિંગને નિર્વાહ કરવાને ત્રિદંડી સંન્યાસ ગ્રહણ કર્યો.
મરિચિનો આવે નવીન વેજ જોઈને બધા લોકો તેને ધર્મ પૂછતા હતા, ત્યારે તે શ્રી જિનોએ કહેલા સાધુધર્મને કહેતે હતો. પછી લોકો તેને પુનઃ પૂછતા કે “તમે તેવા સાધુધર્મને કેમ આચરતા નથી?” ત્યારે તે કહેતે કે “તે મેરૂના ભાર જેવા સાધુધર્મને વહન કરવાને હું સમર્થ નથી.” પિતાના કરેલા ધર્મના વ્યાખ્યાનથી પ્રતિબંધ પામી છે ભવ્યજ સાધુ થવા ઇરછતા તેને મરિચિ શ્રી કષભદેવ પ્રભુને સેંપી દેતે હતે. આવા આચારવાળે મરિચિ પ્રભુની સાથે વિહાર કરતા હતા.
એક વખતે પ્રભુ ફરીવાર વિનીતા નગરી સમીપે આવીને સમોસર્યા. ત્યાં ભરતચકીએ પ્રભુ પાસે આવી ભાવી અરિહંતાદિ સંબંધી પૂછ્યું, એટલે પ્રભુએ ભવિષ્યમાં થનારા અહંત, ચક્રવતી, વાસુદેવ અને બલદેવ કહી બતાવ્યા. પછી ભારતે ફરીવાર પૂછયું કે-“હે નાથ! આ સભામાં તમારી જેમ આ ભરતક્ષેત્રમાં આ ચોવીશમાં તીર્થકર થનાર કઈ ભવ્ય જન છે?” તે વખતે પ્રભુ મરિચિને બતાવીને બેલ્યા કે-“આ તારે પુત્ર મરિચિ આ ભરત૧ મનદં, વચનદં, કાયદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org