________________
૧૫૦] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[૫ ૧૦ મું વિના બીજા ધણને અને પાંચસે હળ ઉપરાંત બીજા હળનો તેમજ ૧૦૦ ક્ષેત્ર ઉપરાંત ક્ષેત્રને પણ ત્યાગ કર્યો. પાંચસો ગાડાં ઉપરાંત બીજા ગાડાંઓને વ્યાપાર નિમિત્તે ત્યાગ કર્યો, અને દિશાઓમાં પ્રવાસ કરવા માટે ચાર વહાણ ઉપરાંત બીજા વહાણોનો ત્યાગ કર્યો. ગંધકાષાયી (રક્ત) વ વિના અંગ લુંછવાના અને ત્યાગ કર્યો, અને આદ્ર (લીલી) મધુયષ્ટિ (જેઠીમધ) સિવાય બીજા દંતધાવન (દાતણ)ને ત્યાગ કર્યો. ક્ષીરામલક વિના બીજાં ફળને તજી દીધાં અને સહસ્ત્રપાક તથા શતપાક તેલ વિના બીજા અભંગને ત્યાગ કર્યો. એક જાતના સુગંધી ગંધાઢય ઉદ્વર્તન સિવાય બીજા ઉદ્વર્તન તજી દીધાં અને આઠ ઔષ્ટ્રીકર પાણીના કુંભ કરતાં વધારે પાણીથી નહાવું ત્યજી દીધું. ક્ષોમયુગળઃ સિવાય બીજા વોને ત્યજી દીધાં અને શ્રીખંડ, અગર તથા કેશર વિના બીજાં વિલેપનેને છોડી દીધાં. માલતીની માળા સિવાય બીજી માળાને અને કમળ સિવાય બીજા પુને ત્યાગ કર્યો. કર્ણિકા તથા નામાંક્તિ મુદ્રિકા સિવાય બીજા આભૂષણોનો ત્યાગ કર્યો અને તરૂષ્કપ તથા અગરૂ સિવાય બીજા ધૂપનો ત્યાગ કર્યો. ઘેબર તથા ખાંડના ખાજાં સિવાય બીજી સુખડી ત્યજી દીધી અને કાપેયા વિના બીજા પેય ભજનો ત્યાગ કર્યો, કમળશાળી વિના બીજા ભાતને તજી દીધા અને અડદ, મગ તથા કલાય વિના બીજા કઠોળની દાળને સરાવી દીધી. શરદ્દ ઋતુના ગાયના ઘી વિના બીજુ ઘી તજી દીધું અને સ્વસ્તિક, મંડુકી તથા વાસુકીટ વિના બીજા શાક છોડી દીધાં. આંબલી વિના બીજા અસ્લ પદાર્થને અને આકાશના પાણી સિવાય બીજાં પાણીને વસરાવી દીધાં તેમ જ પંચસુગંધી તાંબુળ વિના બીજા મુખવાસને તજી દીધાં.
આ પ્રમાણે નિયમ લઈ હર્ષ પામતે આનંદ ઘેર આવ્યા અને પિત ગ્રહણ કરેલા ગૃહસ્થ ધર્મની સવિસ્તર હકીક્ત શિવાનંદાને કહી. તે સાંભળી ગૃહિધર્મની અથી શિવાનંદા પિતાના કલ્યાણને માટે તત્કાળ વાહનમાં બેસી પ્રભુના ચરણ સમીપે આવી. પ્રભુને નમી શિવાનંદાએ પણ સમાહિત મને તેમની આગળ ગૃહિધર્મ અંગીકાર કર્યો. પછી ભગવંતની વાણુરૂપ સુધાના પાનથી હર્ષિત થઈ છતી શિવાનંદા પ્રકાશિત વિમાન જેવા વાહનપર બેસીને પિતાને ઘેર આવી. પછી ગૌતમસ્વામીએ પ્રણામ કરીને સર્વજ્ઞને પૂછ્યું કે, “હે સ્વામી! આ મહાત્મા આનંદ યતિધર્મને ગ્રહણ કરશે?” ત્રિકાલદશી" પ્રભુ બોલ્યા કે, “આનંદ શ્રાવક ચિરકાળ શ્રાવક ધમને પાળશે અને મરણ પામીને સૌધર્મ દેવલોકના અરૂણપ્રભ વિમાનમાં ચાર પલ્યોપમના આયુષ્યવાળે દેવતા થશે.”
૧ એ જાતના ક્ષીર જેવા મધુર આમળા, ૨ બહુ નાના કે બહુ મોટા નહીં-હચિત પ્રમાણુવાળા ધી તે ઓપ્ટીક કુંભ. ૩ ટીકાકાર બે સુતરૂ વસ્ત્ર કહે છે. ૪ કાનમાં પહેરવાનાં કુંડળ. ૫ સેકારસ. ૬ મગ વિગેર યુક્ત ઘીમાં તળેલી તંદુળની પયા. ૭ એક જાતનું ચણ જેવું ધાન્ય, વટાણા કે મસુર. ૮ આ ત્રણે જાતના શાકના ચોકસ નામ સમજાતા નથી, ટબામાં પથ્થો, અમથી ને ડેડી કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org