________________
સંગે ૮ ]. રષભદત્ત, જમાળ ગોશાળાદિ ચરિત્ર
[૧૪ તે અહી આવ્યું, અને પિતાની બેનના દુશીલ વિષે પૂછવાની લજજા થવાથી તેણે પ્રથમ મનથી જ પૂછયું, પછી મેં કહ્યું કે “વાણીથી પૂછ.” એટલે તેણે “માસી, સાસ” એવા અક્ષરેથી તે સ્ત્રી શું મારી બહેન છે” એમ પૂછયું. તેને અમેએ gવે એટલેજ ઉત્તર આપીને “તે તેની બેન છે” એમ જણાવી દીધું. આ પ્રમાણે રાગ દ્વેષાદિકથી મૂઢ થયેલા પ્રાણીઓ આ સંસારમાં ભભ ભમે છે અને વિવિધ દુઃખના પાત્ર થયા કરે છે.'
આ પ્રમાણે સર્વ હકીક્ત સાંભળી તે પુરૂષે પરમ સંવેગને પામીને પ્રભુ પાસે દીક્ષા લીધી અને પાછા પલ્લીમાં આવ્યું. ત્યાં જઈને તેણે ચારસો નવાણુ ચરને પ્રતિબોધ આપે, તેથી તે બધાઓએ પણ વત ગ્રહણ કર્યું.
યોગ્ય સમયે મૃગાવતીએ ઉઠી પ્રભુને નમીને કહ્યું કે “ચંડપ્રદ્યોત રાજાની આજ્ઞા મેળવીને હું દીક્ષા લઈશ.” પછી ચંડપ્રદ્યોત પાસે આવીને કહ્યું કે જે તમારી સંમતિ હોય તે હું દીક્ષા લઉં, કારણ કે હું આ સંસારથી ઊઠેગ પામી છું, અને મારે પુત્ર તે તમને સપી જ દીધો છે.” તે સાંભળી પ્રભુના પ્રભાવથી પ્રદ્યોતરાજાનું વૈર શાંત થઈ ગયું એટલે તેણે મૃગાવતીના પુત્ર ઉદયનને કૌશાંબી નગરીને રાજા કર્યો અને મૃગાવતીને દીક્ષા લેવાની આજ્ઞા આપી. પછી મૃગાવતીએ પ્રભુની સમિપે દીક્ષા લીધી. તેની સાથે અંગારવતી વિગેરે પ્રદ્યોતરાજાની આઠ સ્ત્રીઓએ પણ દીક્ષા લીધી. પ્રભુએ કેટલીક શિક્ષા આપીને તેમને ચંદના સાધ્વીને સેંપી તેઓએ તે સાધ્વીની સેવા કરીને સર્વ સમાચારી જાણી લીધી.
હવે પરમ સમૃદ્ધિ વડે નિરૂપમ એવું વણિજકગ્રામ નામે એક વિખ્યાત નગર હતું. તેમાં પિતાની જેમ પ્રજાને પાળનાર જિતશત્રુ નામે પ્રખ્યાત રાજા રાજ્ય કરતે હતો. તે નગરને વિષે પૃથ્વી પર ચંદ્ર આવ્યો હોય તેમ જેના દર્શનથી નેત્રને આનંદ થાય તે
આનંદ” નામે એક ગૃહપતિ રહેતો હતો. ચંદ્રને રોહિણીની જેમ તેને “શિવાનંદા” નામે રૂપલાવણ્યવતી એક પત્ની હતી. તેને ચાર કરોડ સોનૈયા ભંડારમાં, ચાર કરોડ વ્યાજે અને ચાર કરોડ વ્યાપારમાં રોક્યા હતા, તથા ગાયના ચાર ગોકુળ હતા. તે નગરની ઈશાન દિશામાં આવેલ કલાક નામના પરામાં તે આનંદના ઘણા બંધુઓ અને સંબંધીઓ રહેતા હતા. અન્યદા સમયે પૃથ્વી પર વિહાર કરતા કરતા સિદ્ધાર્થનંદન શ્રી વીરપ્રભુ તે નગરના યુતિ પલાશ નામના ઉદ્યાનમાં સમવસર્યા. રાજા જિતશત્રુ પ્રભુને આવેલા સાંભળી સંજમથી પરિવાર સાથે તેમને વાંદવા ગયે. આનંદ પણ પગે ચાલી પ્રભુના ચરણ પાસે આવ્યો. અને કણને અમૃતના ગંતુષ જેવી પ્રભુની દેશના સાંભળ્યા પછી મહા મનવાળા આનંદ પ્રભુના ચરણને નમીને બાર પ્રકારના ગૃહસ્થ ધર્મને અંગિકાર કર્યો.
તેની અંદર શિવાનંદા સિવાય બીજી સ્ત્રીઓને અને નિધિમાં, વ્યાજમાં અને વ્યાપારમાં રહેલા બાર કેટી સોનૈયા ઉપરાંત બીજા દ્રવ્યને ત્યાગ કર્યો. ગાયોના ચાર પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org