________________
૧૪૨].
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું દ્રવ્યરૂપે શાશ્વત છે અને પ્રતિક્ષણે નાશ પામતા પર્યાયની અપેક્ષાએ અશાશ્વત છે, તેમજ
જીવ પણ દ્રવ્યરૂપે શાશ્વત છે અને દેવ, મનુષ્ય, તિર્યંચ વિગેરે પર્યાયોના સંભવથી અશાશ્વત છે.” આ પ્રમાણે પ્રભુએ કહ્યું તે સાંભળ્યું તો પણ મિથ્યાત્વથી જેનું હૃદય મથિત થયેલું છે એ તે જમાળિ કાંઈ પણ બોલ્યા વિના પિતાના પરિવાર સહિત સમવસરણની બહાર નીકળે. આવા નિહનવપણુથી તે જમાળિને સંઘે સંઘબહાર કર્યો. તે સમયે પ્રભુને કેવળજ્ઞાન ઉપજ્યા ચૌદ વર્ષ થયા હતા. સર્વ ઠેકાણે પોતાના દર્શનના અભિપ્રાયને કહેતો અને સ્વચ્છેદથી ફરતો જમાળ પિતાના આત્માને સર્વજ્ઞ માનતો છતાં પૃથ્વી પર વિહાર કરવા લાગ્યો. પરંતુ “જમાળ અજ્ઞાનવડે શ્રી વિરપ્રભુથી વિપરીત થઈ મિથ્યાત્વને પામ્યો છે.” એવી લોકમાં સર્વત્ર પ્રસિદ્ધિ થઈ ગઈ.
એકદા વિહાર કરતો કરતો જમાળિ શ્રાવસ્તી નગરીએ ગયો અને નગર બહાર ઉદ્યાનમાં પરિવાર સાથે ઉતર્યો. પ્રિયદર્શના પણ તેજ નગરીમાં એક હજાર આર્યા સહિત “કંક” નામના સમૃદ્ધિવાન્ કુંભારની શાળામાં ઉતરી હતી. તે ઢંકકુલાલ પરમ શ્રાવક હતો, તેણે પ્રિયદર્શનાને આવા કુમતમાં રહેલી જોઈને ચિંતવ્યું કે, “હું કોઈ પણ ઉપાયથી આને પ્રતિબોધ પમાડું.” આવા વિચારથી એકદા તેણે નીભાડામાંથી પાત્રને એકઠા કરતાં કરતાં બુદ્ધિપૂર્વક અગ્નિનો એક તણખો પ્રિયદર્શના ન જાણે તેમ તેના વસ્ત્ર ઉપર નાખે. વસ્ત્રને બળતું જોઈ પ્રિયદર્શના બોલી કે–અરે ઢંકજે ! તારા પ્રમાદથી આ મારૂં વસ્ત્ર બળી ગયું !' કંક બોલ્યો-“હે સાવી ! તમે મૃષા બોલે નહીં, તમારા મત પ્રમાણે તે
જ્યારે બધું વસ્ત્ર બળી જાય ત્યારેજ બળ્યું એમ કહેવું ઘટિત છે. બળતું હોય તેને બળી ગયું કહેવું, એતો શ્રી અહંતનું વચન છે અને અનુભવથી તેમનું તે વચન સ્વીકારવાને યોગ્ય જણાય છે.” તે સાંભળી પ્રિયદર્શનાને શુદ્ધબુદ્ધિ ઉત્પન્ન થઈ તેથી તે બોલી કે “હે કંક! હું ચિરકાળથી વિમૂઢ થઈ ગઈ હતી, તેને તે સારો બોધ કર્યો. અરે ! મેં આટલા વખત સુધી શ્રીવીર પ્રભુના વચનને દૂષિત કર્યું, તેથી તે સંબંધી મને મિથ્યાદુષ્કત છે, હવેથી શ્રીવીરભગવંતની વાણુ મારે પ્રમાણ છે.” પછી ઢંક કુંભારે કહ્યું કે, “હે સાધ્વી ! તમે સારા હૃદયવાળા છે, તથાપિ હમણાં જ સર્વજ્ઞ પ્રભુની પાસે જાઓ અને પ્રાયશ્ચિત્ત લો.” ડંકના આવા વચનથી પ્રિયદર્શના “હું પ્રાયશ્ચિત્ત લેવાનું ઈચ્છું છું” એમ કહી જમાળિને છોડી દઈને પોતાના પરિવાર સહિત શ્રી વિરપ્રભુની પાસે આવી. પછી ઢંકે પ્રતિબોધ પમાડેલા એક જમાળિ સિવાય બીજા સર્વ મુનિ શ્રી વિરપ્રભુની પાસે ચાલ્યા ગયા. એક જમાળિ કુમતથી છેતરાઈ ઘણું વરસ સુધી પૃથ્વી પર વ્રતધારી પણ ભમ્યો. છેવટે, અર્ધા માસનું અનશન કરી પોતાના તે દુષ્કર્મની આલોચના કર્યા વગર મૃત્યુ પામીને છઠ્ઠા દેવલેકમાં કિલિવષ દેવતા થયો. - જમાળિને મૃત્યુ પામેલો જાણી ગૌતમે શ્રી વિરપ્રભુને વંદના કરીને પૂછ્યું કે, “હે સ્વામી ! તે મહા તપસ્વી જમાળિ કઈ ગતિને પામ્યો છે?' પ્રભુએ કહ્યું કે, તે તપાધન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org