________________
૧૪૦]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૧૦ મું સમય વગરના અને ઠંડા અન્નપાન વાપરવાથી અન્યદા જમાળિમુનિને પિત્તવર ઉત્પન્ન થયો. એ વરની પીડાથી કાદવમાં પડેલા ખીલાની જેમ તે ઉભા રહી શકતા નહીં, તેથી એકદા પાસેના મુનિઓને તેમણે કહ્યું કે, “સંથારો કરો.” મુનિઓએ તરત જ સંથારે કરવા માંડયો. “ રાજાની આજ્ઞા સેવકો ઉઠાવે તેમ શિખ્ય ગુરૂની આજ્ઞા ઉઠાવે છે.” પિત્તની અત્યંત પીડાથી જમાળિમુનિએ વારંવાર પૂછવા માંડયું કે, “અરે સાધુઓ! સંથારો પાથર્યો કે કેમ?” સાધુઓ બોલ્યા કે-સંથારે કરેલે છે. એટલે વરાત્ત જમાળિમુનિ તરતજ ઉઠીને તેમની પાસે આવ્યા, ત્યાં સંથારે પથરાતે જોઈ શરીરની અશક્તિથી તે બેસી ગયા અને તત્કાળ મિથ્યાત્વને ઉદય થવાથી ક્રોધ કરીને તે સાધુઓ પ્રત્યે કહેવા લાગ્યા કે,
અરે! સાધુઓ ! આપણે ઘણું કાળથી ભ્રાંત થઈ ગયા, હવે ચિર કાળે તત્વ જાણવામાં આવ્યું કે જે કાર્ય કરાતું હોય તેને “કર્યું” એમ કહેવાય નહીં, જે કાર્ય પૂર્ણ થઈ ગયું હોય તેજ “કર્યું” કહેવાય, સંથારો પથરાતો હતે, છતાં તમે “પાથર્યો” એમ જે કહ્યું તે અસત્ય છે, અને તેવું અસત્ય બોલવું અયુક્ત છે. ઉત્પન્ન થતું હોય તેને ઉત્પન્ન થયેલું કહેવું, અને કરાતું હોય તેને કરેલું કહેવું, તેવું અરિહંત પ્રભુ કહે છે તે ઘટતું નથી, કારણ કે તેમાં પ્રત્યક્ષ વિરોધ જણાય છે. વર્તમાન અને ભવિષ્ય ક્ષણેના બૂહના યોગથી નિષ્પન્ન થતાં કાર્યને વિષે “કર્યું' એમ આરંભમાંજ શી રીતે કહેવાય? જે અર્થ અને ક્રિયાનું વિધાન કરે છે, તેને વિષેજ વસ્તુતા રહેલી છે, તો તે પ્રથમ કાળે ઉત્પન્ન થયેલા પદાર્થમાં કદિ પણ સંભવે નહીં. જે કાર્ય આરંભમાં જ કર્યું કહેવાય તે પછી બાકીના ક્ષણે કરેલાને કરવામાં જરૂર અનવસ્થા દોષ આવે છે, તેથી યુક્તિવડે એમ સિદ્ધ થાય છે કે, જે કાર્ય પૂર્ણ કર્યું તેજ ફુટ રીતે કરેલું કહેવાય. “નહિં જન્મેલા પુત્રનું નામ કઈ પાડેજ નહીં.' માટે હે મુનિઓ! હું કહું છું તે પ્રત્યક્ષ નિર્દોષ છે, તેને અંગીકાર કરો. પ્રભુ જે કાંઈ કહે તે ગ્રહણ કરાય નહીં, જે યુક્તિયુક્ત હોય તેનું જ ગ્રહણ થાય છે. સર્વજ્ઞપણાથી વિખ્યાત એવા અહંત પ્રભુ મિથ્યા બોલે જ નહીં એવું ધારશો નહીં, તે પણ કઈ વાર મિથ્યા બાલે, કારણ કે-મહાન પુરૂષોને પણ ખલના થાય છે.”
આ પ્રમાણે વિપરીત ભાષણ કરતા અને ક્રોધથી મર્યાદાને છેડી દેતા જમાળિ પ્રત્યે સ્થવિર મુનિઓ બોલ્યા કે “અરે જમાળિ! તમે આવું વિપરીત કેમ બોલો છે? રાગદ્વેષથી વજિત એવા અહત પ્રભુ કદિ પણ અન્યથા બોલતાજ નથી. તેમની વાણીમાં કદિ પણ પ્રત્યક્ષ પ્રમુખ દેષને એક અંશ પણ હોતું નથી. જે આદ્ય સમયમાં વસ્તુ નિષ્પન્ન થયેલી ન કહેવાય તે સમયના અવિશેષપણુથી બીજા સમયમાં પણ તેની ઉત્પત્તિ થયેલી કેમ કહેવાય? અર્થ અને ક્રિયાનું સાધકપણું એ વસ્તુનું જે લક્ષણ છે, તે નામના અન્ય ઉપયોગથી કાંઈ વ્યભિચાર (વિપરીત ભાવ) પામતું નથી. જેમ લેકમાં કઈ કાર્ય કરતાં પ્રથમથી જ કઈ પૂછે કે, “શું કરો છો?' ત્યારે કાર્ય પૂર્ણ થયેલું ન હોય તો પણ એમ કહેવાય છે કે, અમુક ઘટ વિગેરે કરીએ છીએ.” પૂર્વ કાળે કરેલી વસ્તુ કરવામાં અનવસ્થા દેષ લાગુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org