________________
૬૨ ]
દશરથ રાજાને વિજય
[ પત્ર ૭ મુ’ થઈ ગયા. * આવરાક અને કાપડી જેવા એકાકી રાજાને આ કૈકેયી વરી છે; પણ આપણે તેને ખુચાવી લઈશું તે તે પાછી શી રીતે પડાવી શકશે?’ આ પ્રમાણે ઘણા આડંબરથી ખેલતા તે સર્વ રાજાએ પેાતપેાતાની છાવણીમાં જઈ ને સર્વ પ્રકારે તૈયાર થયા. માત્ર શુભમતિ રાજા દશરથના પક્ષમાં હતા, તે ચતુરંગ સેના લઈ મેાટા ઉત્સાહથી યુદ્ધ કરવાને સજ્જ થયેા. એ સમયે એકાકી દશરથે કેકેચીને કહ્યું–“ પ્રિયા ! જો તું સારથી થા તે હું આ શત્રુઓને મારી નાંખું, ” તે સાંભળી કૈકેયી ઘેાડાની રાશ લઈને એક મેટા રથ ઉપર આરૂઢ થઈ; કારણ કે તે બુદ્ધિમતી રમણી ખેતેર કળાઓમાં પ્રવીણુ હતી. પછી રાજા દશરથ ધનુષ્ય, ભાથા અને કત્રચને ધારણ કરીને રથ ઉપર ચડયા. જો કે તે એકાકી હતા, પણ શત્રુઓને તૃણની જેમ ગણવા લાગ્યા. ચતુર કૈકેયીએ હરિવાહન પ્રમુખ સ રાજાએના રથેાની સાથે સમકાળે પ્રત્યેકની સન્મુખ પેાતાના રથ વેગથી ચાજી દેવા માંડચો; એટલે ખીન્ને ઇંદ્ર હાય તેવા અખંડ પરાક્રમવાળા શીઘ્રવેધી દશરથે શત્રુએના એકેએક રથને ખ`ડિત કરી નાંખ્યા. એ પ્રમાણે દશરથ રાજા સ ભૂપતિને પરાજિત કરીને પછી જંગમ પૃથ્વી જેવી કૈકેયીને પરણ્યા. પછી રથી દશરથે તે નવાઢા રમણીને કહ્યું –“ હે દેવી ! હું તારા સારથીપણાથી પ્રસન્ન થયા છું, માટે વરદાન માગ. ” કૈકેયી ખાલી—“સ્વામી! જ્યારે સમય આવશે ત્યારે હું વરદાન માગીશ, ત્યાં સુધી એ વરદાન તમારી પાસે મારી થાપણુરૂપે રહેા. ” રાજાએ તેમ કરવાને કબુલ કર્યું. પછી હઠથી હરી લીધેલા શત્રુએના બેસુમાર સૈન્ય સાથે, લક્ષ્મીની જેમ કૈકેયીને લઈને અસબ્ય પરિવારવાળે દશરથરાજા રાજગૃહ નગરે ગયા, અને જનક રાજા પોતાની મિથિલા નગરીમાં ગયે. સમયને જાણનારા બુદ્ધિમાન પુરૂષો ચગ્ય રીતેજ રહે છે, જેમ તેમ રહેતા નથી. રાજા દશરથ મગધપતિને જીતી લઈ ને રાજગૃહ નગરેજ રહ્યો, રાવણની શકાથી અયેય્યામાં ગયાજ નહિ. પછી અપરાજિતા વિગેરે પેાતાના અંતઃપુરને ત્યાં ખેલાવ્યું. પરાક્રમી વીરેશને સવ ઠેકાણે રાજ્ય છે. પેાતાની ચારે રાણીએની સાથે ક્રીડા કરતા રાજા દશરથ રાજગૃહ નગરીમાં ચિરકાળ રહ્યો. રાજાઆને સ્થાપાર્જિત ભૂમિ વિશેષ પ્રીતિ આપે છે.
અન્યદા અપરાજિતા પટ્ટરાણીએ રાત્રિના શેષ ભાગે ખલભદ્રના જન્મને સૂચવનાર, હાથી, સિ'હું, ચદ્ર અને સૂર્ય એ ચાર સ્વપ્નોયાં. તે વખતે કેાઈ મહદ્ધિ કદેવ બ્રહ્મદેવલે કમાંથી ચ્યવીને સરસીમાં હુંસની જેમ તે અપરાજિતાના ઉદરમાં અવતર્યાં. અનુક્રમે વણુથી પુંડરીક કમળને અનુસરતા અને મનુષ્યેામાં પુંડરીક જેવા સંપૂર્ણ લક્ષણવાળા એક પુત્રને અપરાજિતાએ જન્મ આપ્યું.. પૂર્ણ ચંદ્રના દર્શનથી સમુદ્રની જેમ તે પ્રથમ અપચરત્નના મુખકમળના દનથી રાજા અત્યંત હર્ષ પામ્યા. રાજાએ તે વખતે ચિંતામણી રત્નની જેમ યાચકાને વાંચ્છિત દાન આપવા માંડયું. પુત્ર ઉત્પન્ન થતાં આપેલુ દાન અક્ષય થાય છે” એવી લેાકક્તિ છે. તે સમયે લેાકેાએ એવા મહેાત્સવ કર્યાં કે જેથી રાજા દશરથ કરતાં પણ તેમને અતિ હર્ષ જણાઈ આવ્યેા. નગરજને રાજાના દરબારમાં ર્વા, પુષ્પ અને ફળાદિથી યુક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org