SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ સુગ ૪ થા] રામ-લક્ષ્મણના જન્મ [ ૬૩ મંગળમય પૂર્ણ પાત્રા લાવવા લાગ્યા, નગરમાં સ` ઠેકાણે મધુર ગીત ગવાવા લાગ્યાં; કેસરના છંટકાવ થવા લાગ્યા, અને તેરણાની શ્રેણીએ ખંધાવા લાગી. તે પ્રભાવિક પુત્રના પ્રભાવથી રાજા દશરથને અનેક રાજાએાની તરફથી પણ અણુધાર્યાં ભેટણાં આવવા લાગ્યાં. રાજા દશરથે પદ્મા—લક્ષ્મીને નિવાસ કરવાના પદ્મ (કમળ) રૂપ તે પુત્રનુ પદ્મ એવુ' નામ પાડ્યુ, અને લેાકમાં તે રામ એવા નામથી પ્રખ્યાત થયું. ત્યાર પછી અન્યદા રાણી સુમિત્રાએ રાત્રિના શેષ ભાગે વાસુદેવના જન્મને સૂચવનારાં હાથી, સિદ્ધ, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, લક્ષ્મી અને સમુદ્ર એ સાત સ્વપ્ન જોયાં. તે સમયે એક પરમદ્ધિક દેવ દેવલાકમાંથી ચ્યવીને સુમિત્રા દેવીના ઉદરમાં અવતર્યાં. સમય થતાં વર્ષાઋતુના મેઘની જેવા વણુ વાળા અને સંપૂર્ણ લક્ષણને ધરનારા એક જગન્મિત્ર પુત્રરત્નને તેણે જન્મ આપ્યા. તે સમયે દશરથ રાજાએ શ્રીમત્ અંતના સર્વાં નગરચૈત્યેામાં સ્નાત્રપૂર્વક અષ્ટપ્રકારી પૂજા રચાવી. હ` પામેલા રાજાએ કારાગૃહમાં પૂરેલા શત્રુઓને પણ છેડી મૂકયા. ઉત્તમ પુરૂષના જન્મ થતાં કાણુ સુખે ન જીવે? તે વખતે માત્ર પ્રજા સહિત દશરથ રાજાજ એકલા ઉચ્છ્વાસ પામ્યા હતા, એટલું જ નહિ પણ દેવી પૃથ્વી પણ તત્કાળ ઉછ્વાસને પામી હતી. જેવી રીતે રામના જન્મ વખતે રાજાએ ઉત્સવ કર્યાં હતા, તેથી પણ અધિક ઉત્સવ આ વખતે કર્યાં. કારણ કે “ ”માં કાણુ તૃપ્તિ પામે ? ” દશરથ રાજાએ તે પુત્રનુ નારાયણ એવું નામ પાડ્યુ, પણ લેકેમાં તે લક્ષ્મણ એવા ખીજા નામથી પ્રખ્યાત થયા. પયપાન કરનારા તે બંને કુમારે। અનુક્રમે પિતાની દાઢીમૂછના કેશને આકષ ણુ કરવાની શિક્ષાને આપનાર ખાલ્યવયને પ્રાપ્ત થયા. ધાત્રીમાતાએએ લાલિત કરેલા તે બંને કુમારને રાજા દશરથ પાતાના ખીજા બે ભુજદંડ હાય તેમ વાર વાર જોવા લાગ્યા. સ્પર્શથી જાણે અંગમાં અમૃતને વર્ષાવતા હાય તેમ તેએ સભામાં એક ઉત્સંગમાંથી બીજા ઉત્સગમાં એમ વારવાર સંચરવા લાગ્યા. અનુક્રમે મેાટા થતાં તે ખન્ને પુત્રો નીલાંખર અને પીતાંબર ધારણ કરીને ચરણપાતથી પૃથ્વીતળને કપાવતા ચાલવા લાગ્યા. જાણે મૂર્તિમાન એ પુણ્યરાશિ હાય તેમ તેઓએ માત્ર કળાચાય ને સાક્ષી રાખીનેજ સર્વ કળાએ સપાદન કરી. લીલામાત્રમાં સુષ્ટિના પ્રહારથી ખરફની જેમ તે મહા પરાક્રમી વીરા માટા પ°તેને પણુ ચણુ કરી નાંખતા હતા. જ્યારે તેઓ કસરતશાળામાં રહ્યા સતા ધનુષ્યને પણુચ ઉપર ચડાવતા, ત્યારે સૂર્ય પણ પેાતાને વધ થશે એવી શંકાથી કપાયમાન થતા હતેા. તેએ પાતાના માત્ર ભુજાખળથી પણ ત્રુએના બળને તૃણુ સમાન ગણતા હતા. રાજા દશરથ તે ખનેની શસ્ત્ર અને અસ્ત્રોમાં સંપૂર્ણ કુશળતાથી તથા અપાર ભુજાના ખળથી પેાતાને દેવાસુરેાથી પણ અજય્ય માનવા લાગ્યા, અન્યદા તે કુમારેાના પરાક્રમથી ધીરજનુ' અવલંબન કરીને રાજા દશરથ ઇક્ષ્વાકુ રાજાઓની રાજધાની અયેાધ્યા નગરીમાં આવ્યા. ત્યાં દુશામાંથી મુક્ત થયેલા તે, વાદળામાંથી નીકળેલા સૂર્યાંના જેવા પ્રતાપથી પ્રકાશતા સતેા રાજ્ય કરવા લાગ્યા. અન્યા કૈકેયી રાણીએ શુભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy