SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૬] દશરથ રાજા ને રાજ્ય [ પર્વ ૭ મું અગ્યારમું કલ્પવૃક્ષ ગણાવા લાગ્યા. પિતાના વંશના કમથી આવેલા સામ્રાજ્યની જેમ આહંત ધર્મને પણ તે સર્વદ અપ્રમત્તપણે ધારણ કરવા લાગે. દશરથ રાજા યુદ્ધમાં જયશ્રીની જેમ દર્ભસ્થળ (કુશસ્થળ) નગરના રાજા મુકેશલની અમૃતપ્રભા નામની રાણીના ઉદરથી ઉત્પન્ન થયેલી અપરાજિતા નામની એક રૂપલાવણ્યવતી પવિત્ર કન્યા પરણ્યા. ત્યારપછી રહિણીને ચંદ્ર પરણે તેમ કમલસંકુલ નગરના રાજા સુબંધુ તિલકની મિત્રાદેવી રાણીના ઉદરથી ઉત્પન્ન થયેલી કિકેયી નામની કન્યાને પરણ્યા. તે કૈકેયીના મિત્રાબુ, સુશીલા અને સુમિત્રા એવાં બીજાં નામ પણ હતાં. ત્યાર પછી પુણ્ય, લાવણ્ય અને સૌંદર્યથી જેનું ઉત્તમ અંગ છે એવી સુપ્રભા નામની અનિંદિત રાજપુત્રીને પણ પરણ્યા. વિવેકી જનમાં શિરોમણિરૂપ દશરથ રાજા ધર્મ અર્થને બાધા કર્યા વગર તે ત્રણે રાજકન્યાઓની સાથે વિષયસુખ ભેગવવા લાગ્યા. એ સમયમાં અર્ધ ભરતક્ષેત્રના રાજ્યને ભેગવનારા રાવણે સભામાં બેઠે સતે કેઈ ઉત્તમ નૈમિત્તિકને પૂછયું કે-“હે નિમિત્તજ્ઞ! દેવતા અમર કહેવાય છે, પણ તેઓ નામનાજ અમર છે; પરમાર્થે અમર નથી; જે કઈ સંસારવતી પ્રાણી છે તેનું મૃત્યુ અવશ્ય થવાનું હોય છે, તે મારું મૃત્યુ સ્વપરિણામથી છે કે બીજાથી છે તે નિઃશંકપણે કહે; કેમકે આપ્ત પુરૂષો ફુટભાષી જ હોય છે. નિમિત્તિઓએ કહ્યું- હવે પછી થનારી જાનકી (જનકરાજાની પુત્રી)ના કારણને લીધે દશરથ રાજાના હવે પછી થનારા પુત્રથી તમારું મૃત્યુ થશે.' આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળીને વિભીષણ બોલે કે-“આ નિમિત્તિઓનું વચન છે કે નિરંતર સત્યજ હોય છે પણ આ વખત તો હું તેને સત્વર અસત્ય કરી દઈશ; કારણ કે તે કન્યાના અને વરના પિતા થનારા જનક તથા દશરથ કે જે બને આ અનર્થના બીજરૂપ છે તેમને જ હું હણ નાંખીશ, એટલે આપણું કલ્યાણ થશે. જ્યારે તેઓને મારી નાંખવાથી તેમની પુત્રપુત્રીની ઉત્પત્તિજ બંધ થઈ જશે, ત્યારે પછી આ નિમિત્તિઓનું વચન મિથ્યા થશે, એમાં કાંઈ આશ્ચર્ય જેવું નથી.” આ પ્રમાણે વિભીષણના હિંમતનાં વચન સાંભળી બહુ સારૂં” એમ રાવણે કહ્યું, એટલે વિભીષણ પિતાને ઘેર આવ્યા. આ સર્વ વૃત્તાંત ત્યાં સભામાં બેઠેલા નારદે સાંભળ્યું, તેથી તરતજ તે દશરથ રાજાની પાસે આવ્યા. રાજા દશરથ તે દેવર્ષિને આવતાં જોઈ દૂરથીજ ઊભે થયે, અને નમસ્કાર કરી તેમને ગુરૂ સમાન ગીરવતાથી બેસાર્યા. પછી દશરથે પૂછ્યું કે, “તમે ક્યાંથી આવે છે ?” નારદે કહ્યું કે-“શ્રી સીમંધર પ્રભુને સુર અસુરએ કરેલું નિષ્ક્રમણત્સવ જેવા હું ૧ એનું બીજું નામ કૌશલ્પા હતું. ૨ આનું પ્રસિદ્ધ નામ સુમિત્રા હતું, કે જે લક્ષ્મણની માતા થયેલી છે. 5 દીક્ષા લેવા માટે નીકળતાં થો ઉત્સવ [ સીમંધર પ્રભુએ મુનિસુવ્રત અને નમિનાથના અંતરમાં દીક્ષા લીધી છે તે આ સમય સમજવો]. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy