________________
૪૨].
રાવણને સહાય કરવા પવનંજ્યનું પ્રયાણ [પર્વ ૭ મું. પછી મહેન્દ્ર નેહથી પૂજેલે પ્રહૂલાદ સર્વ સ્વજનની સાથે તે વપૂવરને લઈને હર્ષથી પિતાની નગરીએ આવ્યું. ત્યાં પ્રહૂલાદે અંજનાસુંદરીને પૃથ્વી પર રહેલા વિમાનની જે
એક સાત માળનો સુંદર મહેલ રહેવાને આપે; પરંતુ પવનંજયે તો વાણીથી પણ અંજનાસુંદરીની સંભાળ લીધી નહિ. કારણ કે માની પુરૂષે પિતાના અપમાનને જેમ તેમ ભુલી જતા નથી, અંજનાકુમારી ચંદ્ર વિનાની રાત્રિની જેમ પવનંજય વિના નેત્રાકૃવડે અંધકારવાળું મુખ કરી અસ્વસ્થતાના પાત્રભૂત થઈને રહેવા લાગી. વારંવાર પલંગ પર બંને પડખાને પછાડતી એ બાળાની રાત્રિઓ વર્ષના જેવી લાંબી થઈ પડી. અનન્ય મનવાળી અંજનાસુંદરી બે જાનુ વચ્ચે મુખકમળ રાખીને પતિનું જ આલેખન કરતી દિવસેને નિગમન કરવા લાગી. સખીઓ તેને વારંવાર મીઠે વચને બોલાવતી, તથાપિ હેમંતઋતુમાં કોયલની જેમ તે પિતાનું મૌનપણું છોડતી નહતી.
એવી રીતે કેટલોક કાળ વ્યતીત થતાં એક વખતે રાક્ષસપતિ રાવણના દૂતે આવી પ્રહૂલાદ રાજાને કહ્યું- “ દુર્મતિ વરૂણ રાવણની સાથે નિરંતર વૈર ધરાવ્યા કરે છે અને પ્રણિપાતને
સ્વીકારતા નથી. જ્યારે તેની પાસે નમસ્કાર કરવાની યાચના કરી, ત્યારે અહંકારને માટે ગિરિ અને અનિષ્ટ વચને બેલનાર એ વરૂણ નેત્રથી પિતાના ભુજદંડને તો આ પ્રમાણે બો -“અરે, એ રાવણ કોણ છે? અને તેનાથી શું થવાનું છે? હું ઇંદ્ર, વૈશ્રવણુ, નલકુબેર, સહસ્રાંશુ, મરૂત્ત, યમરાજ કે કૈલાસગિરિ નથી, તો વરૂણું છું. કદી દેવતાધિષિત રત્નથી એ દુર્મતિ રાવણ ગર્વિષ્ટ થયું હોય તે તે ભલે અહીં આવે, તેના ચિરકાળથી એકઠા થયેલા ગર્વને હું ક્ષણવારમાં હરી લઈશ.” આવાં તેનાં વચન સાંભળી રાવણે ક્રોધ પામી તેના ઉપર ચડાઈ કરી, અને સમુદ્રની વેળા કાંઠાના ગિરિને જેમ રૂંધે તેમ તેના નગરને લશ્કરવડે સંધી દીધું; એટલે વરૂણ યુદ્ધ કરવા માટે રાતાં નેત્રવાળે થઈ રાજીવ અને પુંડરીક વિગેરે પુત્રોથી પરવર્યો સત નગરની બહાર નીકળે અને યુદ્ધ કરવા લાગ્યો. તે મોટા સંગ્રામમાં વરૂણના વીરપુત્રો મહા યુદ્ધ કરી ખરદૂષણને બાંધીને તેના નગરમાં લઈ ગયા. પછી રાક્ષસના સિન્યમાં ભંગાણ પડ્યું, એટલે વરૂણ પણ પિતાના આત્માને કૃતાર્થ માનતે પિતાની નગરીમાં પેઠે. પછી રાવણે વિદ્યાધરના પ્રત્યેક રાજાને બેલાવવાને દૂતે મોકલ્યા; જેમાં મને તમારે માટે મોકલેલે છે.”
આ પ્રમાણે ફતનાં વચન સાંભળી પ્રહૂલાદ રાજા રાવણને સહાય કરવા માટે ત્યાં જવા તૈયાર થવા લાગ્યું, એટલે પવનંજયે આવીને કહ્યું કે “હે તાત! તમે અહીં જ રહે, હું જઈને તે રાવણના મારથને પૂર્ણ કરીશ, હું તમારો પુત્ર છું.” આ પ્રમાણે કહી આગ્રહથી પિતાની સંમતિ લઈ અને બધા લોકોને બોલાવી પવનંજય ત્યાં જવા ચાલે. પતિની આ યાત્રાના ખબર લેકે ના મુખેથી સાંભળીને સતી અંજનાસુંદરી ઉત્કંઠિત થઈ આકાશના શિખરથી દેવી ઉતરી આવે તેમ પ્રાસાદ ઉપરથી નીચે ઉતરી. પિતાના પતિને જોવાને માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org