________________
સગ
પવનંજય સાથે અંજનાસુંદરીનું પાણિગ્રહણ
[૪૧ અરે સખી! વિલ્યભ જેવા ઉત્તમ વરને મૂકી બીજા વરના શા વખાણ કરે છે.' વસંતતિલકાએ કહ્યું-“અરે મુગ્ધા! તું કાંઈ પણ જાણતી નથી. વિધુત્રભ અલ્પ આયુષ્યવાળે છે, તેથી તે આપણી સ્વામિનીને કેમ ચગ્ય થાય?' મિશ્રક બેલી-“સખી! તું મંદબુદ્ધિવાળી લાગે છે, અમૃત થવું હોય તે પણ તે શ્રેષ્ઠ છે અને વિષ ઘણું હોય તે પણ તે કશા કામનું નથી.”
આ પ્રમાણે તે બંને સખીઓનો પરસ્પર આલાપ સાંભળી પવનંજય વિચારવા લાગ્યો કે “તે વિઘ—ભ અંજનાસુંદરીને પ્રિય જણાય છે, તેથી તે આ બીજીને બોલતાં અટકાવતી નથી.” આ પ્રમાણે ચિંતવી અંધકારમાં જેમ અકસ્માત નિશાચર પ્રગટ થાય તેમ પવનંજય ક્રોધથી પગ ખેંચીને પ્રગટ થયા અને બે કે-એ વિધુત્રને વરવાનું અને તેની સાથે વરાવવાનું જેને ઠીક લાગ્યું છે તે બંનેનું મસ્તક છેદી નાખું.” એમ બોલતે પવનંજય રાષથી તે તરફ ચાલ્યું, એટલે તેના બાહુદંડને પકડી રાખી પ્રહસિત બે -“અરે મિત્ર! શું તું નથી જાણતા કે સ્ત્રી અપરાધી હોય તે પણ ગાયની જેમ વધ કરવાને લાયક નથી? તેમાં પણ આ અંજનાસુંદરી તે નિરપરાધી છે. તે માત્ર લજજાને લીધે તેની સખીને બોલતાં અટકાવતી નથી, તે ઉપરથી તે કાંઈ અપવાદવાળી કરતી નથી. આ પ્રમાણે કહી પ્રહસિતે અત્યાગ્રહપૂર્વક તેને અટકા, એટલે પવનંજય ત્યાંથી ઉઠી પિતાના આવાસમાં આવ્યું, અને ત્યાં આખી રાત દુઃખિતહદયે જાગૃતપણે જ વ્યતીત કરી. પ્રાતઃકાળે તેણે પિતાના મિત્ર પ્રહસિતને કહ્યું કે-“મિત્ર! આ સ્ત્રી પરણવી કશા કામની નથી, કારણ કે એક સેવક પણ ને વિરક્ત હોય તે તે આપત્તિને માટે થાય છે, તે સ્ત્રીની શી વાત કરવી! માટે ચાલે, આપણે આ કન્યાને તજી દઈને અહીંથી આપણી નગરીએ જઈએ. કેમકે જે પિતાના આત્માને રૂચે નહિ તે સ્વાદિષ્ટ ભજન હોય તે પણ શા કામનું !” આ પ્રમાણે કહીને પવનંજય ચાલવા લાગ્યો, એટલે પ્રહસિત તેને પકડી રાખીને સામ વચને સમજાવવા લાગ્યો કે-“પોતે કબુલ કરેલા કાર્યનું પણ ઉલ્લંઘન કરવું તે મહાન પુરૂષને ઘટિત નથી, તે જે કાર્ય અનુશંય એવા ગુરૂજનોએ કબુલ કરેલું હોય તેનું ઉલ્લંઘન કરવાની તે વાતજ કેમ થાય! ગુરૂજન મૂલ્યથી વેચી દેવા પ્રાસાદથી આપી દે, તે પણ તે પુરૂષને પ્રમાણ છે, તેને માટે બીજી ગતિ જ નથી. વળી આ અંજનાસુંદરીમાં તે એક લેશમાત્ર દેશ નથી. વળી સહુદુજનનું હૃદય તેવા દેષના આરોપથી દૂષિત થાય તેમ છે, તેમજ તારા અને તેના માતાપિતા મહાત્મા તરીકે પ્રખ્યાત છે, તે છતાં હે ભ્રાતા! તું સ્વછંદવૃત્તિએ અહીંથી ચાલ્યા જવાને વિચાર કરતાં કેમ લજજા પામતે નથી? તારે શું તેઓને લજિત કરવા છે?” આ પ્રમાણે પ્રહસિતના કહેવાથી પવનંજય જરા વિચાર કરીને હૃદયમાં શલ્ય છતાં પણ ત્યાં રહ્યો. પછી નિર્ણય કરેલ દિવસે પવનંજય અને અંજનાસુંદરીને પાણિગ્રહણને મહત્સવ થયે તે તેના માતાપિતાના નેત્રરૂપ કુમુદને ચંદ્ર જેવો આહૂલાદકારી લાગે, c-6
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org