________________
૪૦]
હનુમાનની ઉત્પત્તિ અને વરૂણનું સાધન. [ પર્વ ૭મું વરની ચિંતા થતાં મંત્રીઓ તેને લાયક એવા હજારે યુવાન વિદ્યાધરોના નામ આપવા લાગ્યા. પછી મહેંદ્રની આજ્ઞાથી તે મંત્રીઓએ અનેક વિદ્યાધરનાં કુમારના યથાવસ્થિત સ્વરૂપ પટ ઉપર જુદા જુદા આલેખી મંગાવીને બતાવવા માંડયા.
એક વખતે કોઈ મંત્રીએ વિદ્યાધરપતિ હિરણ્યાક્ષ અને તેની પત્ની સુમનાના ઉદરથી ઉત્પન્ન થયેલા વિદ્યુ—ભ નામના વિદ્યાધરનું અને પ્રહૂલાદ રાજાના પુત્ર પવનંજયનું મનહર સ્વરૂપ ચિત્રમાં આલેખીને મહેંદ્ર રાજાને બતાવ્યું. તે બન્ને રૂપ જેઈમહેદ્ર મંત્રીને પૂછ્યું કે
આ બન્ને સરખા રૂપવાન અને કુલીન છે, તેથી તે બનેમાંથી કુમારી અંજનાસુંદરી માટે કર્યો વર પસંદ કરે?' મંત્રી બે -“હે સ્વામી! આ વિદ્યુત જેવી પ્રભાવાળો વિદ્યુભ અઢાર વર્ષનું આયુષ્ય પૂરું કરી મોક્ષે જવાનું છે, એવું નિમિતિઆઓએ મને પ્રથમ સ્પષ્ટ કહેલું છે, અને આ પ્રહૂલાદને પુત્ર પવનંજય દીર્ઘ આયુષ્યવાળે છે, તેથી પવનંજય યોગ્ય વર છે, માટે અંજનાસુંદરી તેને આપે.”
એ સમયમાં સર્વ વિદ્યાધરેંદ્રો પિતપતાને પરિવાર લઈ મોટી સમૃદ્ધિ સાથે નંદીશ્વરદ્વીપે યાત્રાને માટે જતા હતા, તેમાં મહેંદ્ર રાજાને આવેલા જોઈ પ્રહૂલાદે કહ્યું કે-“તમારી પુત્રી અંજનાસુંદરી મારા પુત્ર પવનંજયને આપ.” મહે તે વાત સ્વીકારી. કારણ કે પ્રથમથી જ એ વિચાર તેના હૃદયમાં હતો; પ્રહૂલાદની પ્રાર્થના તો નિમિત્ત માત્રજ હતી. પછી “આજથી ત્રીજે દિવસે માનસ સરોવરની ઉપર વિવાહ કર ” એમ કરાવી તે બને પોતપોતાને સ્થાનકે ગયા.
પછી મહેંદ્ર અને પ્રહૂલાદે આહ્લાદ સહિત સર્વ સ્વજનને લઈને માનસ સરોવરને કિનારે જઈ નિવાસ કર્યો. તે પ્રસંગે પવનંજયે પ્રહસિત નામના પિતાના મિત્રને પૂછયું કે-“અંજનાસુંદરી કેવી છે? તે તમે જોઈ છે?” પ્રહસિત હસીને બે “મેં તેને જોઈ છે. અંજનાસુંદરી રંભાદિક અપ્સરાઓ કરતાં પણ અધિક સૌંદર્યવાન છે, તેનું નિરૂપમ રૂપ જેવું દૃષ્ટિથી જેવાય તેવું વાચાળ માણસથી પણ વચનવડે કહી શકાય તેમ નથી.” પવનંજય બે– મિત્ર! હજુ વિવાહને દિવસ દૂર છે અને મારે આજે જ તે સુંદરીને દષ્ટિગોચર કરવાની ઈચ્છા છે, તો તે કાર્ય શી રીતે કરવું? વહાલી સ્ત્રીમાં ઉત્કંઠિત થયેલા પુરૂષને એક ઘડી દિવસ જેવી અને એક દિવસ માસ જે થઈ પડે છે, તે મારા આ ત્રણ દિવસ શી રીતે જશે?” પ્રહસિત બોલ્ય-“મિત્ર! સ્થિર થા, રાત્રિએ આપણે અનુલક્ષિત થઈને ત્યાં જઈશું અને તે કાંતાને જોઈશું.” પછી તે રાત્રે પવનંજ્ય પ્રહસિતને સાથે લઈ ત્યાંથી ઉઠીને અંજનાસુંદરી તેના મહેલને સાતમે માળે રહેલી હતી ત્યાં આવ્યા. રાજસ્પર્શની જેમ ગુપ્ત રહીને પવનંજય મિત્રની સાથે તે અંજનાસુંદરીને સારી રીતે નિરખવા લાગ્યો. તે વખતે વસંતતિલકા નામની તેની સખી અંજનાસુંદરીને કહેતી હતી કે “સખી! તને ધન્ય છે કે પવનંજય જે પતિ પામી.” તે સાંભળીને મિશ્રકા નામે બીજી સખી બોલી ઉઠી
૧. કોઈ ન ઓળખે તેવી રીતે. ૨. ગુપ્ત રાજપુરૂષ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org