________________
સગ ૨ જે.] સુમિત્ર તથા પ્રભવનું વૃત્તાંત.
[૩૩ પિતાએ શ્રટીની સંજ્ઞાથી આજ્ઞા આપી, એટલે મધુ મધુરતાથી બે-“આ ત્રિશુલનું આયુધ મારા પૂર્વ જન્મના મિત્ર ચમરે આપેલું છે. એ આપતી વખતે ચમરે કહ્યું હતું કેધાતકીખંડ દ્વીપના ઐરાવત ક્ષેત્રમાં શતદ્વાર નગરને વિષે સુમિત્ર નામે એક રાજપુત્ર અને પ્રભવ નામે એક કુલપુત્ર હતો. આ બંને વસંત અને મદનની જેમ મિત્ર હતા. તેઓ બાલ્યવયમાં એક ગુરૂની પાસે કળાભ્યાસ કરતા હતા, અને અશ્વિનીકુમારની જેમ અવિયુક્તપણે સાથે રહીને ક્રીડા કરતા હતા. જ્યારે સુમિત્રકુમાર યુવાન થઈને તે નગરમાં રાજા થયે, ત્યારે તેણે પિતાના મિત્ર પ્રભાવને પિતાની જે સરખી સમૃદ્ધિવાળો કર્યો. એક વખતે સુમિત્ર રાજા અશ્વથી હરાઈ કઈ મહા અરણ્યમાં ગયે. ત્યાં એક પલ્લી પતિની વનમાળા નામની પુત્રીને પર. તેને લઈ રાજા પિતાના નગરમાં આવ્યું એટલે ઉત્કટ રૂપ યૌવનવાળી તે વનમાળા પ્રભવના જોવામાં આવી. તેનું દર્શન થયું ત્યારથી કામપીડિત થતો પ્રભવ કૃષ્ણપક્ષના ચંદ્રની જેમ દિવસે દિવસે કૃશ થવા લાગ્યું. તેને મંત્રતંત્રથી અસાધ્ય રીતે અતિ કૃશ થતો જાણી રાજા સુમિત્રે કહ્યું “હે બાંધવ! તારા દિલમાં જે ચિંતા કે દુઃખ હોય તે ખુલ્લી રીતે કહી આપ.” પ્રભવે કહ્યું-“હે વિભુ! તે કહી શકાય તેમ નથી, કારણ કે તે મનમાં રહ્યું છે તો પણ કુળને કલંક્તિ કરે છે. જ્યારે રાજાએ અતિ આગ્રહથી પૂછ્યું, ત્યારે તે બે-“તમારી રાણી વનમાળા ઉપરનો અનુરાગ તેજ મારા દેહની દુર્બળતાનું કારણ છે.” રાજાએ કહ્યું-“તારે માટે આ રાજ્યને પણ ત્યાગ કરૂં, તો આ સ્ત્રી કે માત્ર છે! આજેજ એ સ્ત્રી ગ્રહણ કર. આ પ્રમાણે કહી, તેને વિદાય કરીને તેની પછવાડેજ રાત્રિના પ્રારંભમાં સ્વયંદતીની જેમ વનમાળાને તેને ઘેર મેકલી. તેણે આવીને પ્રભાવને કહ્યું–“તમને દુઃખી જોઈને રાજાએ મને તમને સોંપી દીધી છે. માટે હવે મારા જીવન થઈને મને આજ્ઞા આપિ, મારે પતિની આજ્ઞા બળવાન છે. મારા સ્વામી તમારે માટે પ્રાણને પણ છોડી દેવા તૈયાર છે, તે મારા જેવી દાસી કણ માત્ર છે? તે હવે તમે ઉદાસ થઈને કેમ જુએ છે?” પ્રભવ બે -“અરે મને નિર્લજને ધિક્કાર છે ! તે સુમિત્રા મહાસત્વવાન છે કે જેનું મારા ઉપર આવું સૌહુદ છે. બીજાને પ્રાણ અપાય છે પણ પ્રિયા અપાતી નથી, કેમકે તે મહાદુષ્કર છે, તે છતાં એ મિત્રે અત્યારે મારે માટે તેમ પણ કર્યું. પિશુનની જેમ મારી જેવાને કાંઈ નહિ કહેવા યોગ્ય કે નહિ માગવા ચોગ્ય નથી, અને કલ્પવૃક્ષની જેમ તે સુમિત્રના જેવા પુરૂષને કાંઈ પણ નહિ આપવા ગ્ય નથી, માટે હે વનમાળા! તમે મારી માતા તુલ્ય છે તેથી અહીંથી ચાલ્યા જાઓ; અને હવે પતિની આજ્ઞા છતાં પણ આ પાપરાશિ મનુષ્યની સામું જોશે નહિ અને તેને બેલાવશે પણ નહિ.” આ બધાં વચનો ત્યાં ગુપ્ત રીતે આવીને રાજા સાંભળતો હતે; તેથી તે પિતાના મિત્રનું આવું સત્વ જોઈને અત્યંત હર્ષ પામ્યો. પછી પ્રભવે વનમાળાને નમસ્કારપૂર્વક
૧ દુર્જન અથવા ચાડીયા. ૮ - 5
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org