SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬] સહસ્રાંશુએ ગ્રહણ કરેલ દીક્ષા. [પર્વ ૭ મું. નિરપરાધી પશુઓને હણવા માટે તે નરપશુએ તૈયાર થયા છે તેની ત્યાં જઈને રક્ષા કરે.” આવાં તેનાં વચન સાંભળી તે સઘળું જોવાની ઇચ્છાએ રાવણ વિમાનમાંથી ઉતરીને યજ્ઞમંડપમાં આવ્યું. મરૂત્ત રાજાએ પાઘ તથા સિંહાસન વિગેરે આપીને તેની પૂજા કરી. પછી રાવણે ક્રોધાયમાન થઈને મરૂત્ત રાજાને કહ્યું કે-અરે! નરકની અભિમુખ થઈને તમે આ યજ્ઞ કેમ કરો છે? ત્રણ જગતના હિતકારી એવા સર્વજ્ઞ પુરૂએ અહિંસાવડે ધમ કહે છે, તે આ પશુહિંસાત્મક યજ્ઞથી તે ધર્મ શી રીતે થાય? તેથી બે લેકનો નાશ કરનાર આ યજ્ઞ કરશે નહિ, જે કરશે તે આ લેકમાં મારા કારાગૃહમાં નિવાસ થશે અને પરલેકે નરકમાં વાસ થશે.” તે સાંભળી મરૂત્ત રાજાએ તત્કાળ યજ્ઞ કરો છોડી દીધે. કેમકે બધા વિશ્વને ભયંકર એવી રાવણની આજ્ઞા અલંઘનીય હતી. પછી રાવણે નારદને પૂછ્યું કે “આવા પશુવધાત્મક ય કયારથી પ્રવર્યા હશે?' નારદ બોલ્યા–ચેદી દેશમાં શક્તિમતી નામે એક વિખ્યાત નગરી છે, જેની આસપાસ નામ સખી હોય તેવી શુક્તિમતી નામની નદી વીંટાએલી છે. તે નગરીમાં સારા આચરણવાળા અનેક રાજાઓ થઈ ગયા પછી મુનિસુવ્રત સ્વામીના તીર્થમાં અભિચંદ્ર નામે સર્વ રાજ્યકર્તાઓમાં શ્રેષ્ઠ રાજા થયે હતો. તેને પુત્ર વસુ નામે થયે, જે મહાબુદ્ધિમાન અને સત્યવચનીપણામાં વિખ્યાત થયા. ક્ષીરકદંબ નામના એક ગુરૂની પાસે તે ગુરૂને પુત્ર પર્વત, રાજપુત્ર વસુ અને હું એમ ત્રણે જણ ભણતા હતા. એક વખતે રાત્રિએ અભ્યાસના શ્રમથી થાકી જઈને અમે ઘરની ઉપર અગાશીમાં સુતા હતા, તેવામાં કઈ બે ચારણશ્રમણમુનિ આકાશમાર્ગે જતાં માંહોમાંહી આ પ્રમાણે બોલ્યા–“આ ત્રણ વિદ્યાર્થીઓમાં એક સ્વર્ગે જશે અને બે નરકે જશે.” આ વાર્તાલાપ ક્ષીરકદંબ ગુરૂના સાંભળવામાં આવ્યો. તેથી તેઓ ખેદ પામીને ચિંતવવા લાગ્યા કે, “અહે! મારા જે ગુરૂ અધ્યાપક છતાં આમાંથી બે શિષ્ય નરકમાં જશે!' પછી અમારામાંથી કોણ સ્વર્ગે જશે અને કણ નરકે જશે તેને નિર્ણય કરવાની જિજ્ઞાસાથી ગુરૂએ અમે ત્રણેને એક સાથે બોલાવ્યા, અને અમે ત્રણેને એક એક પિષ્ટને કુકડે આપીને કહ્યું કે-જયાં કેઈ ન જુએ તેવે ઠેકાણે જઈને આ કુકડાને તમારે મારી નાંખો.” પછી વસુ અને પર્વતે તો કઈક શૂન્ય પ્રદેશમાં જઈ પોતાની આત્મહિત ગતિની માફક તે પિષ્ટના કુકડાને મારી નાંખે. હું એક નગરની બહાર દૂર દેશે જઈ એકાંતમાં રહીને દિશાઓને તો વિચાર કરવા લાગ્યો કે “ગુરૂએ આ બાબતમાં પ્રથમ અમને આજ્ઞા આપી છે કે જ્યાં કઈ જુએ નહિ તેવે સ્થાને આ કુકડાને મારવો; પણ અહીં તે કુકડો પોતે જુએ છે, હું જોઉં છું, આ ખેચરો જુએ છે, કાલે જુએ છે અને જ્ઞાનીઓ પણ જુએ છે, એવું કોઈ સ્થાન નથી કે જ્યાં કોઈ પણ જુએ નહિ, તેથી ગુરૂની વાણુનું તાત્પર્ય એવું જણાય છે કે “આ કુકડાને માર નહિ.” એ પૂજ્યગુરૂ સદા દયાળુ અને હિંસાથી વિમુખ છે, તેથી તેમણે અમારી બુદ્ધિની પરીક્ષા કરવાને માટેજ જરૂર આવી આજ્ઞા આપી હશે.” આવે વિચાર કરી એ કુકડાને હયા વગર હું પાછો આવ્યો અને કુકડાને નહિ હણવાને હેતુ ગુરૂને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy