________________
સર્ગ ૨ જે. ] રાવણે સહસ્ત્રાંશુને કરેલ પરાભવ.
[ ૨૫ ભજનારા આજથી તમે અમારા ચોથા ભાઈ છે.” આ પ્રમાણે કહી સહસ્ત્રાંશુને છોડી દીધે; એટલે તેણે કહ્યું કે-“મારે અત્યાર પછી આ રાજ્યનું કે શરીરનું પણ કોઈ કામ નથી. હું તો પિતાએ આશ્રય કરેલા અને સંસારનો નાશ કરનારા વ્રતનેજ આશ્રય કરીશ. એ સાધુઓને માર્ગ પ્રાંતે નિર્વાણને આપે છે. આ પ્રમાણે કહી પિતાને પુત્ર રાવણને સેંપી એ ચરમદેહી સહસ્ત્રાંશુએ પિતાની પાસે વ્રત ગ્રહણ કર્યું. મિત્રતાને લીધે પોતે દીક્ષા ગ્રહણ કર્યાના ખબર અધ્યાના પતિ અનરણ્ય રાજાને કહેવરાવ્યા. તે ખબર સાંભળી અધ્યાના પતિએ વિચાર્યું કે મારા પ્રિય મિત્ર સહસ્ત્રાંશુની સાથે મારે એ સંકેત હતો કે “આપણે સાથે વ્રત ગ્રહણ કરવું. આવી પિતાની પ્રતિજ્ઞા સંભારીને સત્યધનવાળા તેણે પિતાના પુત્ર દશરથ રાજાને રાજય સેંપીને વ્રત ગ્રહણ કર્યું. પછી રાવણ શતબાહ અને સહસ્ત્રાંશુ મુનિને વંદના કરી સહસ્રાંશુના પુત્રને રાજ્ય ઉપર બેસાડીને આકાશમાર્ગે ચાલે તેવામાં યષ્ટિઓના ઘાતથી જર્જર થઈ ગયેલ નારદ મુનિ “અન્યાય, અન્યાય” એ પોકાર કરતા ત્યાં આવ્યા. તેણે રાવણને કહ્યું“હે રાજા! આ રાજપુર નગરમાં મરૂત્ત નામે રાજા છે, તે દુષ્ટ બ્રાહ્મણના સહવાસથી મિથ્યાદષ્ટિ થઈને યજ્ઞ કરે છે. તે યજ્ઞમાં હેમ કરવા માટે કસાઈઓની જેમ બ્રાહ્મણોએ પાશમાં બાંધીને ભણેલા નિરપરાધી પશુઓ પિકાર કરતા મારા જેવામાં આવ્યા. તેથી આકાશમાંથી નીચે ઉતરી બ્રાહ્મણોથી વીંટાએલા તે મરૂત્તરાજાને મેં દયા લાવીને પૂછયું કે
આ શું આરંહ્યું છે?” મરૂતે કહ્યું-“આ બ્રાહ્મણએ કહેલે યજ્ઞ થાય છે, અહીં અંતર્વેદીમાં દેવની તૃપ્તિને માટે પશુઓને હેમવાનાં છે. આ મહા ધર્મ છે અને તે સ્વર્ગને હેતુ કહે છે, માટે આ પશુઓથી આજે હું યજ્ઞ કરીશ.” પછી મેં તેને કહ્યું-“આ શરીર વેદી છે, આત્મા યજમાન છે, તપ અગ્નિ છે, જ્ઞાન વ્રત છે, સમિધ કર્મ છે, ક્રોધાદિક પશુઓ છે, સત્ય યજ્ઞસ્તંભ છે, સર્વ પ્રાણીઓની રક્ષા તે દક્ષિણા છે અને જ્ઞાન, દર્શન, ચારિત્ર-એ ત્રણ રને તે ત્રણ દેવ (બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર) છે. આ વેદિત યજ્ઞ જે ગવિશેષથી કર્યો હોય તે તે મુક્તિનું સાધન થાય છે. રાક્ષસની જેવા જે લેક છાગ (મેંઢા) વિગેરે પ્રાણીઓના વધવડે યજ્ઞ કરે છે તે મૃત્યુ પામીને ઘેર નરકમાં જાય છે અને ત્યાં ચિરકાળ દુઃખ ભોગવે છે. માટે હે રાજા! તમે ઉત્તમ વંશમાં ઉત્પન્ન થયા છે, બુદ્ધિમાન અને સમૃદ્ધિમાન છે, તેથી શિકારીઓને કરવા ગ્ય એવા આ પાપમાંથી નિવૃત્ત થાઓ. જે પ્રાણીઓના વધથી સ્વર્ગ મળતું હોય તો પછી આ બધે જીવલેક થોડા દિવસમાં શૂન્ય (ખાલી) થઈ જાય. આવાં મારાં વચન સાંભળી યજ્ઞના અગ્નિ જેવા સર્વ બ્રાહ્મણે ક્રોધથી પ્રજવલિત થઈ હાથમાં દંડ અને પટ્ટક વિગેરે લઈ ઊભા થયા, અને તેઓએ મને મારવા માંડયો. ત્યાંથી નાસીને નદીના પૂરથી પરાભવ પામેલો માણસ જેમ બેટને પામે તેમ હું તમને પ્રાપ્ત થયો છું, અર્થાત્ તમે મને મળ્યા છે. તમારા અવેલેકનથી મારી તે રક્ષા થઈ, પણ જે
૧ એજ ભવમાં મેક્ષે જવાવાળા હોવાથી છેલ્લે દેહ ધારણ કરનારા, C - 4
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org