________________
૨૪]
સહસ્રાંશુ સાથે રાવણનું યુદ્ધ
૭ મું. ઉપદ્રવ કરવા લાગ્યા. પિતાના સિનિકને ઉપદ્રવ પામેલા જોઈ કોધથી અધરને કંપાવતા સહસ્ત્રાંશુએ હાથની સંજ્ઞાથી પોતાની પ્રિયાને આશ્વાસન આપ્યું. અને પોતે ગંગામાંથી ઐરાવત હસ્તી બહાર નીકળે તેમ રેવાનદીમાંથી બહાર નીકળે. તરતજ તેણે ધનુષ્ય ઉપર પણછ ચડાવી, અને રૂના સમૂહને પવન ઉડાડી મૂકે તેમ તે મહાબાહુ સહસ્ત્રાંશુએ બાણથી આકાશમાં રહેલા રાક્ષસવીરોને વિદ્રાવિત કરી નાંખ્યા. પિતાના સૈનિકોને રણમાંથી પાછા વળતાં જોઈ રાવણ ક્રોધાયમાન થયો અને સહસ્ત્રાંશુની ઉપર બાણને વર્ષાવતો સામો આવ્યો. બંને વીર ક્રોધી, ઉગ્ર અને થિર થઈ ચિરકાળ વિવિધ પ્રકારનાં આયુધથી યુદ્ધ કરવા લાગ્યા. છેવટે ભુજના વીર્યથી અજેય એવા માહિતીના રાજા સહસ્ત્રાંશુને જાણીને રાવણે હસ્તીની જેમ તેને વિદ્યાથી મહિત કરીને પકડી લીધે. પિતાને જીતેલે માનતે રાવણ તે મહાવીર્યને જીતીને પણ તેની પ્રશંસા કરતા સંતો અનુસેકપણે તેને પિતાની છાવણીમાં લાવ્યો.
જેવામાં રાવણ હર્ષ પામતે આવીને સભામાં બેઠે, તેવામાં શતબાહુ નામે એક ચારણમુનિ આકાશમાંથી ઉતરીને સભામાં આવ્યા. મેઘની સાથે મયૂરની જેવો રાવણ તત્કાળ સિંહાસન ઉપરથી ઉભે થઈ મણિમય પાદુકાને છોડી દઈને તેમની સામે આવ્યો. તેમને અહંતપ્રભુના ગણધર જેવા માનતો રાવણ પાંચ અંગથી ભૂમિનો સ્પર્શ કરતો તેમના ચરણમાં પડ્યો. પછી પિતે અર્પણ કરેલા આસન ઉપર તે મુનિને બેસાર્યા, અને પિત પ્રણામ કરીને તેમની સામે પૃથ્વી ઉપર બેઠો. મૂર્તિમાન વિશ્વાસ હોય તેવા વિશ્વને આશ્વાસન આપવામાં બાંધવરૂપ તે મુનિએ તેને કલ્યાણની માતા જેવી ધર્મલાભરૂપ આશીષ આપી. પછી રાવણે અંજલિ જેડીને એ શ્રેષ્ઠ મુનિને આવવાનું કારણ પૂછ્યું, એટલે તે મુનિ નિર્દોષ વાણીએ બેલ્યા–“હું શતબાહુ નામે માહિષ્મતી નગરીને રાજા હતો. અન્યદા અગ્નિથી સિંહની જેમ હું સંસારવાસથી ભય પામી ગયે; તેથી સહસ્ત્રાંશુ નામના મારા પુત્રને રાજ્ય સેંપી મોક્ષમાર્ગમાં રથ જેવું આ વ્રત મેં ગ્રહણ કરેલું છે.” આટલું અર્ધ બોલતાં રાવણ ગ્રીવા નમાવીને બોલી ઉઠયો-“શું આ મહાભુજ આપ પૂજ્યપાદના પુત્ર છે!” મુનિએ હા કહી, એટલે રાવણ બેલ્ય-“હું દિગ્વિજય માટે ફરતાં આ રેવાનદીને કાંઠે આવ્યો, અને અહીં પડાવ કરી વિકસિત કમલોથી પ્રભુની પૂજા કરી તન્મય થઈ એકાગ્ર મને ધ્યાન કરવા લાગે, તેવામાં આ તમારા પુત્રે પિતાના સ્નાનથી મલીન એવા જળને છેડી મારી પૂજામાં ભંગ કર્યો, તેથી ક્રોધ લાવીને મેં આ કરેલું છે, પરંતુ હું માનું છું કે એ મહાત્માએ આ કાર્ય અજ્ઞાનથી કરેલું હશે, કારણ કે તમારે પુત્ર કદી પણ આવી અહંતની આશાતના કરે નહિ!” આ પ્રમાણે કહી રાવણ સહસ્ત્રાંશુને ત્યાં લાવ્યું. લજજાથી નમ્ર મુખ કરી તેણે મુનિરૂપ પિતાને પ્રણામ કર્યા. રાવણે તેને કહ્યું કે-“હે સહસ્ત્રાંશુ! આજથી તમે મારા ભ્રાતા છે અને તમારી જેમ આ મુનિ મારા પણ પિતા છે, માટે જાઓ, તમારા રાજ્ય ઉપર અધિકાર ચલાવો અને અને બીજી પણ પૃથ્વી ગ્રહણ કરે. અમે ત્રણ ભાઈએ છીએ તેમ રાજલક્ષમીના અંશને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org