________________
સગ ૨] રવાનદીના પૂર પ્લાવિત કરેલી રાવણની દેવપૂજા. [૨૩ ગાંધેલા વહાણેને પરસ્પર અથડાવવા લાગી. પાતાળની ગુફા હેય તેવી મોટી કાંઠાની ખીને ઉદરભરિના ઉદરને જેમ ભક્ષ્ય પૂરે તેમ જળના પૂરે પૂરી દીધી. પૂર્ણિમાની ચંદ્રાસ્ના જેમ સર્વ શ્ચિક્રના વિમાનેને આચ્છાદન કરે તેમ તે રેવાનદીએ તેની અંદર રહેલા બેટને ચારે " તરફથી આચ્છાદન કરી દીધા. જેમ મહાવાયુ વેગના આવત્તથી વૃક્ષના પલ્લવેને ઉછાળે તેમ તે જળપૂરે ઉછળતા મોટા ઉર્મિઓથી મને ઉછાળવા માંડયા. તે ફીણવાળા અને કચરાવાળા જળપૂરે વેગથી આવીને રાવણની કરેલી અહંતપૂજાને ધોઈ નાંખી. તે પૂજાને ભંગ રાવણને મસ્તકના છેદથી પણ અધિક લાગ્યો. તત્કાળ કોપ કરીને આક્ષેપપૂર્વક તે બોલી ઉઠ્યો–“અરે! આ દુર જળસમૂહ અતિ વેગથી અહંતની પૂજામાં અંતરાય કરવાને માટે કારણ વગર પૈરી થયેલા એવા કેણે છોડો? શું તે જળ છોડનાર કોઈ મિયાદષ્ટિ અધમ નર છે? વા કોઈ વિદ્યાધર છે? કે સુર અસુર છે?” આ સમયે કઈ એક વિદ્યાધરે આવી રાવણને કહ્યું-“હે દેવ! અહીંથી આગળ જતા એક માહિતી નામે નગરી છે. તેમાં બીજો સૂર્ય હોય તે અને સહસ્ત્ર રાજાઓથી સેવા સહસાથ નામે એક મહાભુજ રાજા છે. તેણે જળક્રીડાના ઉત્સવને માટે આ રેવાનદી ઉપર સેતુબંધ કરીને તેના જળને રોકી લીધું હતું. મોટા પરાક્રમી વીરેને શું અસાધ્ય છે? તે સહસ્ત્રાંશુ રાજા હાથીણુઓની સાથે હાથીની જેમ પિતાની સહસ્ત્ર રાણીઓની સાથે સુખે કરીને જળ ક્રીડા કરે છે. અને તે વખતે ઇંદ્રની જેમ તેની ફરતા લાખો રક્ષક કવચ પહેરી ઊંચા હથીઆર કરીને રેવાનદીના બંને તીર ઉપર ઉભા રહે છે. અપરિમિત પરાક્રમવાળા એ રાજાને એ અપૂર્વ અને અષ્ટપૂર્વ રૂવાબ છે કે તેના સૈનિકે ફક્ત શોભા માટે કે કર્મના સાક્ષી રૂપે જ રહે છે. જ્યારે એ પરાક્રમી વીરે જળક્રીડામાં ઉગ્ર કરાઘાત કરવા માંડ્યા, ત્યારે જળદેવી ક્ષોભ પામી ગઈ અને જળજંતુઓ પલાયન કરી ગયા. હજારે પીઓ સાથે રહેલા તે રાજાએ આ રેવાનદીનું જળ પ્રથમ અત્યંત રૂંધીને પછી સ્વેચ્છાએ છેડી મૂકેલું છે, જેથી ભૂમિ અને આકાશને પ્લાવિત કરતા તે જળપૂરે ઉદ્ધતપણે વેગથી આવીને આ તમારી દેવપૂજાને પણ પ્લાવિત કરી નાખી છે. જુઓ ! આ તે રાજાની સ્ત્રીઓના નિર્માલ્ય રેવાનદીના જળ ઉપર તરે છે, તે તેની નિશાની છે.” આવી તેની વાણી સાંભળીને આહુતિવડે અગ્નિની જેમ રાવણ અધિક ઉદ્દીપ્ત થયે અને બે -“અરે મરવાને ઈચ્છનારા તે રાજાએ કાજળથી દેવદૂષ્ય વસ્ત્રની જેમ પોતાના અંગથી દુષિત એવા જળવડે આ મારી દેવપૂજાને દુષિત કરી છે. માટે હે રાક્ષસસુભટે! મર્યને જેમ માછીમાર બાંધી લાવે તેમ એ પાપી અને વીમાની રાજાને બાંધીને તત્કાળ અહીં લઈ આવે.” રાવણની આવી શીધ્ર આજ્ઞા થતાંજ રેવાનદીના ઉદુભટ તરંગોની જેમ લાખે રાક્ષસવીરે રેવાનદીના કિનારાને અનુસરીને દેડવા લાગ્યા. અને બીજા વનના ગજેંદ્રોની સાથે જેમ ગજેકો યુદ્ધ કરે તેમ તીર ઉપર રહેલા સહસ્ત્રાંશુ રાજાના સૈનિકની સાથે તે નિશાચરે યુદ્ધ કરવા લાગ્યા. મેઘ જેમ કરાઓથી અષ્ટાપદને ઉપદ્રવ કરે તેમ આકાશમાં રહીને વિઘાવડે તેમને મેહિત કરી તેઓ
૧ આઠ પગવાળું સિંહ કરતાં જોરાવર જનાવર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org