________________
સગ ૨ જે. ] પશુવધાત્મક યજ્ઞની પ્રવૃત્તિ કયારે થઈ?
| [ ૨૭ જણાવ્ય. ગુરૂએ “જરૂર આ શિષ્ય સ્વર્ગે જશે” એ નિશ્ચય કરી ગૌરવવડે મને શાબાશ, શાબાશ, એમ કહી આલિંગન કર્યું. પછી થોડીવારે વસુ અને પર્વત આવ્યા. તેમણે કહ્યું કે “જ્યાં કોઈ ન જુએ તે ઠેકાણે કુકડાને અમોએ મારી નાંખ્યો.' ગુરૂએ ધિક્કારપૂર્વક કહ્યું કે-“રે પાપીઓ! તમે પોતે જતા હતા અને ઉપર ખેચર વિગેરે જતા હતા, છતાં તમે તે કુકડાને કેમ મારી નાંખે?” પછી ખેદથી તેમને ન અભ્યાસ કરાવવાનો વિચાર બંધ કરી ઉપાધ્યાયે ચિંતવ્યું કે “આ વસુ અને પર્વતને અધ્યયન કરાવવાનો મારો પ્રયાસ વ્યર્થ થયો. જેમ જળનું પડવું સ્થાનના ભેદથી મતીપણે પણ થાય છે અને લવણપણે પણ થાય છે, તેમ ગુરૂને ઉપદેશ પાત્ર પ્રમાણે જ પરિણમે છે. પર્વત મારો પ્રિય પુત્ર છે અને વસુ પુત્રથી પણ અધિક છે; તેઓ જ્યારે નરકમાં જવાના છે તે પછી મારે ગૃહવાસમાં રહેવાનું શું પ્રજન છે?” આ નિર્વેદ (વૈરાગ્ય ) પામી ઉપાધ્યાયે તરતજ દીક્ષા લીધી, અને વ્યાખ્યાન (પાઠન) કરાવવામાં નિપુણ એવા પર્વતે પિતાના પિતાનું ગુરૂપદ લીધું. ગુરૂના પ્રસાદથી સર્વ શાસ્ત્રમાં ચતુર થઈ હું ત્યાંથી પિતાને સ્થાનકે ચાલ્યા ગયે, અને રાજાઓમાં ચંદ્ર સમાન અભિચંદ્ર રાજાએ સમય આવતાં વ્રત ગ્રહણ કર્યું, એટલે લક્ષ્મીવડે વાસુદેવ જેવો વસુ રાજા થયું. તે પૃપમાં સત્યવાદી તરીકે પ્રખ્યાત થયું. તેથી તે પ્રખ્યાતિ પાળવાને માટે તે સત્યજ બેલતો હતો. એક વખતે વિધ્યગિરિના નિતંબમાં કઈ શિકારી મૃગયા રમવા આવ્ય; તેણે એક બાણ નાંખતાં તે વચમાં ખલિત થઈ ગયું. બાણની ખલન થવાનો હેતુ જાણવાને તે ત્યાં ગયે, તે તેને આકાશ જેવી નિર્મળ સફટિકની શિલાને સ્પર્શ થયે, તેથી તેણે વિચાર કર્યો કે “ચંદ્રમાં ભૂમિની છાયાની જેમ કોઈ બીજે સ્થાને ચરતો મૃગ આ શિલામાં પ્રતિબિંબિત થયેલે મારા જેવામાં આવ્યું હશે. કારણ કે આ શિલા હાથના સ્પર્શ વિના કાંઈ જણાય તેવી નથી, માટે એ વસુરાજાને ચગ્ય છે.' આમ વિચારી તે શીકારીએ એકાંતમાં જઈને વસુરાજાને તેની જાણ કરી તેથી રાજાએ હર્ષથી તે શિલા ગ્રહણ કરી અને તેને ઘણું ધન આપ્યું. પછી વસુરાજાએ ગુપ્ત રીતે તે શિલાની એક આસનદી કરાવી અને તે વાત ગુપ્ત રાખવાને માટે તેના કારીગરોને મરાવી નાંખ્યા. કારણકે રાજાએ કોઈના મિત્ર હેતા નથી. પછી તે શિલાની વેદી ઉપર ચેદી દેશના રાજા વસુએ પિતાનું સિંહાસન રાખ્યું. તેથી વસુરાજાના સત્યના પ્રભાવથી આ સિંહાસન જમીનથી અધર આકાશમાં રહ્યું છે એમ અબુધ લેકે જાણવા લાગ્યા, અને “સત્યથી સંતુષ્ટ થયેલા દેવતાઓ વસુરાજાની સાંનિધ્ય કરે છે” આવી તેની ઉગ્ર પ્રસિદ્ધિ સર્વ દિશાઓમાં ફેલાણી. તે પ્રસિદ્ધિથી ભય પામીને અનેક રાજાએ તેને વશ થઈ ગયા. કારણકે સાચી કે ખેટી ગમે તેવી પણ પ્રસિદ્ધિ માણસેને જય આપે છે.
એક વખતે ફરતો ફરતો હું ત્યાં ગયે. તે વખતે બુદ્ધિમાન શિષ્યોને અશ્વેદની વ્યાખ્યા આપતો પર્વત મારા જેવામાં આવ્યું. તેમાં અનૈષ્ટિરો એ શબ્દને “મેંઢાથી યજ્ઞ કરે” એવો અર્થ તે શીખવતો હતો. તે સાંભળી મેં તેને કહ્યું- “અરે ભાઈ ! બ્રાંતિથી તું આવું કેમ
૧ સિંહાસન મૂકવાની વેદિકા (ઓટલે).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org