SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦] રાવણે ઉપાડેલ અષ્ટાપદ પર્વત. [ પર્વ ૭ મુ. ઉપર ક્રોધ રાખે છે? અને શું આ જગતને છેતરવા માટે દંભ કરીને વ્રત લઈ બેઠે છે? અગાઉ પણ કેઈ પ્રકારની માયાવડે મને ઉપાડીને ફેરવ્યું હતું, પછી “આ મારા કરેલાને બદલે વાળશે” એવી શંકાથી તે તત્કાળ દીક્ષા લીધી હતી; પણ અદ્યાપિ હું રાવણ તેને તે છું, અને મારી ભુજાઓ પણ તેની તેજ છે. હવે મારે વખત આવે છે તે જોઈ લે, હું તારા કરેલાને બદલે વાળું છું; જેમ ચંદ્રહાસ ખરા સહિત મને ઉપાડીને તું ચારે સમુદ્ર ફર્યો હતો, તેમ હવે અત્યારે તને આ પર્વત સહિત ઉપાડીને લવણસમુદ્રમાં નાંખી દઉં છું.” આ પ્રમાણે કહી જેમ સ્વર્ગમાંથી પડેલું વજી પૃથ્વીને ફાડી નાખે તેમ રાવણ પૃથ્વીને ફાડી અષ્ટાપદ ગિરિની નીચે પડે. પછી ભુજાબળથી મત એવા રાવણ એક સાથે સહસ્ત્ર વિદ્યાનું સ્મરણ કરી તે દુર્ધર પર્વતને ઉપાડયો. તે સમયે તેના તડતડાટ શબ્દથી વ્યંતરો ત્રાસ પામવા લાગ્યા, ઝલઝલ શબ્દવડે ચપલ સમુદ્રથી રસાતળ પૂરાવા લાગ્યું, ખડખડ થઈને પડતા પાષાણેથી વનના હસ્તીઓ ક્ષોભ પામવા લાગ્યા અને કડકડાટ શબ્દ કરતા ગિરિનિતંબના ઉપવન માંહેનાં વૃક્ષે ભાંગી પડવા લાગ્યાં. આવી રીતે રાવણે પર્વત ઉપાડ્યો, તે અવધિજ્ઞાનથી જાણી અનેક લબ્ધિરૂપ નદીઓના સાગર અને શુદ્ધ બુદ્ધિવાળા મહામુનિ વાળી આ પ્રમાણે વિચારવા લાગ્યા–“અરે! આ દુર્મતિ રાવણ અદ્યાપિ મારી ઈર્ષાથી અનેક પ્રાણીઓને સંહાર અકાળે કરવા તૈયાર થયે છે, અને ભરતેશ્વરે કરાવેલા આ ચૈત્યને નાશ કરીને ભરતક્ષેત્રના આભૂષણરૂપ આ તીર્થને ઉચછેદ કરવાને યત્ન કરે છે. જે કે હું અત્યારે નિસંગ, પિતાના શરીરમાં પણ નિઃસ્પૃહ, રાગદ્વેષરહિત અને સમતા જળમાં નિમગ્ન છું, તથાપિ આ ચૈત્યના અને પ્રાણીઓના રક્ષણ માટે રાગદ્વેષ ધારણ કર્યા વગર આ રાવણને જરા શિક્ષા આપું.” આ વિચાર કરી ભગવાન વાળીએ પગના અંગુઠા વડે અષ્ટાપદ ગિરિના મસ્તકને જરા દબાવ્યું. તત્કાળ મધ્યાન્હ વખતે દેહની છાયાની પેઠે અને જળની બહાર રહેલા કૂમની પેઠે રાવણનાં ગાત્ર સંકેચ પામી ગયાં, તેના ભુજદંડ ભાંગી ગયાં અને મુખથી રૂધિર વમન કરતે તેમજ પૃથ્વીને રોવરાવતે રાવણ ઊંચે સ્વરે રેવા લાગે. તે દિવસથી તે રાવણ કહેવાશે. તેનું દીન રૂદન સાંભળી દયાળુ મુનિએ તેને છેડી મૂક્યો. કેમકે “આ કાર્ય માત્ર શિક્ષાને માટેજ હતું, ક્રોધથી હતું નહિ.” પછી ગિરિના તળમાંથી નીકળીને પ્રતાપ રાહત થયેલે રાવણ પશ્ચાત્તાપ કરતે વાળી મુનિ પાસે આવ્યું, અને નમસ્કાર કરી અંજલિ જેડીને આ પ્રમાણે બે-“જે પોતાની શક્તિને જાણતા નથી, જે અન્યાયના કરનારા છે અને જે લેભથી જીતાયેલા છે તે સર્વમાં હું ધુરંધર છું. હે મહાત્મા ! હે નિર્લજજ થઈને વારંવાર તમારો અપરાધ કરૂં છું, અને તમે શક્તિવાન છતાં કૃપાળુ થઈને તે સહન કરે છે; હે પ્રભુ! હવે હું માનું છું કે તમે પૂર્વે મારી ઉપર કૃપા કરીને જ પૃથ્વીને છોડી દીધી છે, કાંઈ અસમર્થપણે છોડી દીધી નથી, તથાપિ તે વખતે મારા જાણવામાં એમ આવ્યું નહિ. હે નાથ! જેમ હસ્તીને શિશુ પર્વતને ફેરવવા માટે પ્રયત્ન કરે તેમ મેં અજ્ઞાનથી મારી શક્તિને તળવા માંડી હતી. આજે મારા જાણવામાં આવ્યું કે પર્વત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy