________________
સગ ૨ જે.] વાળીએ ગ્રહણ કરેલ દીક્ષા.
: [ ૧૯ ફરી આવ્યું અને પછી પાછે ત્યાં આવી લજજાથી જેની ગ્રીવા નમેલી છે એવા રાવણને છોડી દઈ આ પ્રમાણે કહ્યું-“હે રાવણ! વીતરાગ, સર્વજ્ઞ, આપ્ત અને લયપૂજિત એવા અરિહંત દેવ સિવાય બીજો કોઈ પણ મારે નમસ્કાર કરવા યોગ્ય નથી. અંગમાંથીજ ઉઠેલા માનરૂપી શત્રુને ધિકાર છે કે જેનાથી દેહ પામીને મને નમાવવાનું કૌતુક ધરવાથી તું આવી અવસ્થાને પ્રાપ્ત થયા છે, પણ પૂર્વના ઉપકારનું સ્મરણ કરીને મેં તને છોડી મૂક્યો છે અને આ પૃથ્વીનું રાજ્ય આપ્યું છે, માટે તું અખંડ આજ્ઞાએ તેનું પાલન કર. જે હું વિજયની ઈચ્છા કરૂં તે તારે આ પૃથ્વી કયાંથી હોય? કેમકે સિંહાએ સેવેલા વનમાં હરતીઓનું સ્થાન હોયજ નહિ, પણ હું તે હવે માસામ્રાજ્યના કારણભૂત દીક્ષાનેજ ગ્રહણ કરીશ અને આ સુગ્રીવ તારી આજ્ઞા ધારણ કરતે સતે કિષ્કિધા નગરીને રાજા થશે.”
આ પ્રમાણે કહી તત્કાળ વાળીએ પિતાના રાજ્ય ઉપર સુગ્રીવને બેસાર્યો, અને પિતે ગગનચંદ્ર મુનિની પાસે જઈ વ્રત ગ્રહણ કર્યું. વિવિધ પ્રકારના અભિગ્રહ ધરી તપને આચરતા અને મુનિની પડિમાને વહેતા વાળી મુનિ ધ્યાનવાન અને મમતારહિત થઈ પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. જેમ વૃક્ષને પુષ, પત્ર અને ફળાદિ સંપત્તિમાં પ્રાપ્ત થાય તેમ વાળી ભટ્ટારકને અનુક્રમે અનેક લબ્ધિઓ ઉત્પન્ન થઈ. અન્યદા અષ્ટાપદ ગિરિપર જઈ ભુજાને લાંબી કરીને તે કારોત્સગે રહ્યા છે જેથી તે બાંધેલા હિંચકાવાળા વૃક્ષની જેવા દેખાવા લાગ્યા. એક માસે કાર્યોત્સર્ગ પાળીને તેમણે પારણું કર્યું; એવી રીતે વારંવાર મહિના મહિના સુધી કાયેત્સર્ગ અને પારણું કરવા લાગ્યા.
અહીં સુગ્રીવે રાવણને પિતાની બહેન શ્રીપ્રભા પરણાવી, કે જે સુકાઈ ગયેલા પૂર્વ નેહરૂપી વૃક્ષમાં સારણ' જેવી થઈ ચંદ્ર જેવી ઉજજવળ કીર્તિવાળા સુગ્રી વાળીના ચંદ્રરાશિમ નામના પરાક્રમી પુત્રને યુવરાજ પદે સ્થાપન કર્યો. સુગ્રીવે જેની આજ્ઞા માન્ય કરી છે એ રાવણ તેની બહેન શ્રીપ્રભાને પણ સાથે લઈને લંકામાં ગયે. બીજી પણ કેટલીક વિદ્યાધરની રૂપવતી કન્યાઓને રાવણ બલાત્કારે પર.
એક દિવસે રાવણ નિત્યક નામના નગરમાં નિત્યાક નામના રાજાની રત્નાવાળી નામની કન્યાને પરણવા ચાલ્યો. માર્ગમાં અષ્ટાપદ ગિરિની ઉપર આવતાં તેનું પુષ્પક વિમાન કિલ્લા પાસે શત્રુઓનું લશ્કર ખલિત થાય તેમ અલિત થયું. સાગરમાં નાંગર નાંખવાથી અટકેલા વહાણની જેમ અને બાંધી લીધેલા હસ્તીની જેમ પોતાના વિમાનને અટકેલું જોઈ રાવણને ઘણે કેપ ચડ્યો. “આ મારા વિમાનને અલિત કરનાર કયે પુરૂષ યમરાજના મુખમાં પેસવાને ઈચ્છે છે?' આ પ્રમાણે કહેતા રાવણે નીચે ઉતરી પર્વતના મસ્તકપર જોયું, તે ત્યાં જાણે પર્વતમાંથી નવીન શિખર થયું હોય તેવા કાર્યોત્સર્ગે રહેલા વાળી મુનિને પોતાના વિમાનની નીચે જોયા, એટલે રાવણે તેમને કહ્યું-“અરે વાળી મુનિ! શું તું અધપિ મારી
૧ પાણીની નીક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org