________________
૧૮]
વાળી સાથે રાવણનું યુદ્ધ
[૫ ૭ મું અને સાધુગુરૂ વિના કેઈ બીજે સેવવા યોગ્ય સ્વામી હું જાતે જ નથી, તે તારા સ્વામીને આ મારથ કેમ થયું છે? પિતાને સ્વામી અને અમને સેવક માનનારા તારા રાજાએ કુળકમથી આવેલે સ્નેહસંબંધ આજે ખંડિત કર્યો છે, પરંતુ મિત્રકુળમાં ઉત્પન્ન થયેલા અને પિતાની શક્તિ નહિ જાણનારા તે રાવણની ઉપર હું કાંઈપણ વિપ્રિય કરીશ નહિ, કારણ કે હું કાપવાદથી બીડું છું. જે કદિ તે કાંઈ વિપ્રિય કરશે તે હું તેને પ્રતિકાર કરીશ, પણ પૂર્વના નેહરૂપી વૃક્ષને છેદવામાં અગ્રેસર નહીં થાઉં. હે હત! તારા સ્વામી તેની શક્તિ પ્રમાણે જે કરવું હોય તે ભલે કરે, તું અહીંથી ચાલ્યું જા.આ પ્રમાણે કહી વાળીએ વિદાય કરેલા તે રાવણની પાસે આવી તે સર્વ વૃત્તાંત જણાવ્યું.
દ્વતની વાણી સાંભળી જેને ક્રોધાગ્નિ પ્રજવલિત થયેલ છે એ રાવણ મોટું સિન્ય લઈ તત્કાળ કિષ્કિધાપુરી સમીપે આવ્યું. ભજવીર્યથી શોભતે વાળી રાજા પણ તૈયાર થઈને તેની સામે આવ્યું. પરાક્રમી વીરને યુદ્ધના અતિથિ પ્રિય હોય છે. પછી બંને સન્યમાં પાષાણુ પાષાણ વૃક્ષાવૃક્ષી અને ગદગદી યુદ્ધ ચાલ્યું. તેમાં રથ પડતા પાપડ જેમ ચુરાવા લાગ્યા, હાથીએ મૃત્તિકાના પિંડની જેમ મંગાવા લાગ્યા. ઘેડાએ કેળાની જેમ સ્થાને સ્થાને ખંડિત થવા લાગ્યા અને દિલે ચંચા (ચાડીઆ) ની જેમ ભૂમિપર પડવા લાગ્યા. આ પ્રમાણે પ્રાણીઓને સંહાર થતો જોઈ કપીશ્વર વાળીને દયા આવી, તેથી તે વિરે સત્વર રાવણ પાસે આવીને કહ્યું કે-“વિવેકી પુરૂષોને એક સામાન્ય પ્રાણીને પણ વધ કરવો એગ્ય નથી તે હસ્તી વિગેરે પંચેંદ્રિય જીવના વધની તે વાત જ શી કરવી ! જે કે પરાક્રમી પુરૂષને શત્રુઓને વિજય કર ચોગ્ય છે, પરંતુ પરાક્રમી પુરૂષે પિતાની ભુજાએથીજ વિજય ઈચ્છે છે. હે રાવણ! તું પરાક્રમી છે અને વળી શ્રાવક છે, માટે સૈન્યને યુદ્ધ કરાવવું છેડી દે, કારણ કે અનેક પ્રાણીઓને સંહાર થવાથી તે યુદ્ધ ચિરકાળ નરકની પ્રાપ્તિને માટે થાય છે.” આ પ્રમાણે જ્યારે વાળીએ રાવણને સમજાવ્યું, ત્યારે ધર્મને જાણનાર અને સર્વ પ્રકારનાં યુદ્ધમાં ચતુર એવા રાવણે પિતાની જાતે યુદ્ધ કરવાને આરંભ કર્યો, પણ રાવણે જે જે અસ્ત્રો મૂક્યાં છે તે કપીશ્વર વાળીએ અગ્નિના તેજને સૂર્યની જેમ પિતાના અસ્ત્રથી પરાસ્ત કરી નાખ્યાં. પછી રાવણે સર્જાસ્ત્ર અને વરૂણાસ્ત્ર પ્રમુખ મંત્રાઓ મૂકયાં તેને પણ ગરૂડાસ્ત્ર વિગેરે અાથી વાળીએ છેદી નાંખ્યાં. જ્યારે સર્વ શ ને મંત્રાઓ નિષ્ફળ થયાં, ત્યારે દશમુખે મોટા સર્ષની જેવું ભયંકર ચંદ્રહાસ નામનું ખગ ખેંચ્યું. જાણે એક શિખરવાળે ગિરિ હેય અથવા એક દાંતવાળો હાથી હેય તેમ રાવણ તે ખગ ઊંચું કરીને વાળીને મારવા દે. તત્કાળ વાળીએ શાખા સહિત વૃક્ષની જેમ રાવણને ચંદ્રહાસ ખડગ સહિત ડાબે હાથે એક લીલામાત્રમાં ઉપાડી લીધે, અને એક દડાની માફક તેને કાખમાં રાખી કપીશ્વર વાળી અવ્યગ્રપણે ક્ષણવારમાં ચાર સમુદ્ર સહિત પૃથ્વી ફરતે
૧ અઘટિત નુકશાનકારક ક્રિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org