________________
સગ ૨ જો]
રાવણે અષ્ટાપદ્મતીર્થે કરેલ ગીતગાન.
[૨૧
અને રાકુંડામાં તથા ગરૂડ અને ચાસ પક્ષીમાં જેટલા તફાવત છે તેટલેા તફાવત તમારા અને મારા વચ્ચે છે. હે સ્વામી! મૃત્યુની અણી ઉપર રહેલા એવા મને તમે પ્રાણ આપ્યા છે, મારા જેવા અપકારી ઉપર પણ તમારી આવી ઉપકારબુદ્ધિ છે, માટે તમને નમસ્કાર છે. ” ચ્યા પ્રમાણે દૃઢ ભક્તિએ વાળીમુનિને કહી, ખમાવી અને ત્રણ પ્રદક્ષિણા કરીને રાવણે તેમને નમસ્કાર કર્યાં. આવા તે મુનિના માહાત્મ્યથી હર્ષ પામેલા દેવતાઓએ ‘સાધુ સાધુ' એવા શબ્દા કહીને વાળીમુનિની ઉપર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી. પછી ફરીવાર વાળીમુનિને પ્રણામ કરી તે પર્યંતના મુગટ જેવા ભરતરાજાના કરાવેલા ચૈત્યની બહાર ચંદ્રહાસ ખડ્ગ વિગેરે શો મૂકી પાતે અંતઃપુર સહિત અંદર જઈ ઋષભાદિક અહંતની અષ્ટપ્રકારી પૂજા કરી. પછી એ મહા સાહસિક રાવણે ભક્તિથી પેાતાની નસેાને ખેંચી તેની તંત્રી કરીને ભુજવીણા વગાડવા માંડી. દશાનન ગ્રામ રાગથી રમ્ય એવી વીણા વગાડતો હતા અને તેના અંતઃપુરની સ્ત્રીઓ સપ્ત સ્વરથી મનેહર ગીત ગાતી હતી, તેવામાં પન્નગપતિ ધરણેંદ્ર તે ચૈત્યની યાત્રા માટે ત્યાં આવ્યા. તેણે પૂજા કરીને પ્રભુને વંદના કરી. તે વખતે અર્હુતના ગુણમય એવા કરણ અને ધ્રુવક વિગેરે ગીતોનું વીણાવš ગાયન કરતા રાવણને જોઈ ધરણેન્દ્રે કહ્યું- હે રાવણુ ! અહતના ગુÀાની સ્તુતિમય આ ગાયન બહુજ સુંદર છે, તે પશુ તારા ભાવ સહિત હાવાથી તારી ઉપર હુ સંતુષ્ટ થયા છું. અહતના ગુણ્ણાની સ્તુતિનું મુખ્ય ફળ તો મેાક્ષ છે, તથાપિ તારી સંસારવાસના હજુ જીણુ થઈ નથી તેથી તને હું શું આપું? તે માગી લે. ' રાવણુ એલ્યા− હૈ નાગેન્દ્ર ! દેવના પણ દેવ, અર્હત પ્રભુના ગુણસ્તવનથી તમે તુષ્ટ થયા, તે તમને ઉચિત છે; કારણ કે તે તમારા હૃદયમાં રહેલી સ્વામીભક્તિનું ચિન્હ છે. પર`તુ જેમ વરદાન આપવાથી તમારી સ્વામિભક્તિના ઉત્કૃષ થાય છે, તેમ વરદાન લેવાથી મારી સ્વામિભક્તિ હીન થાય છે.' નાગેન્દ્રે ફરીવાર કહ્યું-‘ કે માનદ રાવણ ! તને શાખાશ છે! તારી આવી નિઃસ્પૃહતાથી હું વિશેષ સ ંતુષ્ટ થયા છું.' આ પ્રમાણે કહી ધરણેદ્ર અમેજિયા શાક્તિ અને રૂપત્રિકારિણી વિદ્યા રાવણને આપી પોતાને સ્થાને ગયા. પછી રાવણુ ત્યાં રહેલા સવ તીથ કરાને વાંદી નિત્યાલાક નગરે ગયા. ત્યાં રત્નાવળીને પરણીને પાછા લંકામાં આગ્યે. તે સમયે વાળીમુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. સુરઅસુરેાએ આવીને કેવળજ્ઞાનને મહાત્સવ કર્યાં. અનુક્રમે ભવાપગ્રાહી કમ`ના` ક્ષય કરીને અનંતચતુષ્ટય જેનાં સિદ્ધ થયા છે એવા વાળીમુનિ પરમપદને પ્રાપ્ત થયા.
વૈતાઢયગિરિ ઉપર જ્યંતિઃપુર નગરમાં જ્વલનશિખ નામે એક વિદ્યાધરના રાજા હતા. તેને શ્રીમતી નામે રાણી હતી, જે રૂપસ'પત્તિથી લક્ષ્મી જેવી હતી. તે રાણીને વિશાળ લેાચનવાળી તારા નામે પુત્રી થઈ હતી. એક વખતે તે કન્યા ચક્રાંક નામના વિદ્યાધરરાજાના પુત્ર
૧ નામ, ગાત્ર, વેદની અને આયુ એ ચાર અઘાતિ ક્રમ સંસારના અંત થતાં સુધી રહે છે, તેથી તે સવામાહીં કહેવાય છે. ૨ અનંતજ્ઞાન, અનંતદન, અનંતવીય અને અનંત સુખ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org