________________
૧૨]
રાવણને વિવાહેસૂવું
[ પર્વ ૭ મું. રરૂપ, દિનરાત્રિવિધાયિની, વજોદરી, સમાકૃષ્ટિ, અદર્શની, અજરામરા, અનલસ્તંભની, તેયસ્તંભની, ગિરિદારણી, અવલેકિની, વનિ, ઘેરા, વીરા, ભુજંગિની, વારિણી, ભુવના, અવંધ્યા, દારૂણી, મદનાશની, ભાસ્કરી, રૂપસંપન્ના, રેશની, વિજયા, જ્યા, વદ્ધની, મોચની, વારાહી, કુટિલાકૃતિ ચિત્તોદ્દભવકરી, શાંતિ, કૌબેરી, વશકારિણી,ગેશ્વરી, બત્સાહી,ચંડા,ભીતિ,પ્રાષિણી, દુનિવાર, જગર્લપકારિણી અને ભાનુમાલિની, ઈત્યાદિક મહાવિદ્યાઓ પૂર્વે કરેલાં સુકૃતવડે મહાત્મા રાવણને થોડા દિવસમાં સિદ્ધ થઈ. સંવૃદ્ધિ, ભણું, સર્વાહારિણી, મગામિની અને ઈંદ્રાણી–એ પાંચ વિદ્યાઓ કુંભકર્ણને સાધ્ય થઈ સિદ્ધાર્થી, શત્રુદમની, નિર્ચાવાતા અને આકાશગામિની-એ ચાર વિદ્યાઓ વિભીષણને સાધ્ય થઈ. જંબુદ્વીપના પતિ અનાદતદેવે આવી રાવણને ખમાવ્યું. “મોટા પુરૂના અપરાધમાં તેમને પ્રણિપાત કર, તેજ તેને મુખ્ય ઉપાય છે.” પ્રથમ કરેલાં વિનાનું પ્રાયશ્ચિત કરવાને ઈચ્છતે હેય તેમ તે બુદ્ધિવાન યક્ષે રાવણને માટે સ્વયંપ્રભ નામે નગર ત્યાં રચાવ્યું. તેઓને થયેલી વિદ્યાસિદ્ધિના ખબર સાંભળી તેમનાં માતપિતા, બેન અને બંધુવ ત્યાં આવ્યો. તેઓએ તેમને સત્કાર કર્યો. માતપિતાની દ્રષ્ટિમાં અમૃતવૃષ્ટિ અને બંધુવર્ગમાં ઉત્સવ ઉત્પન્ન કરતા તે ત્રણે ભાઈઓ ત્યાં સુખે રહેવા લાગ્યા. પછી રાવણે છ ઉપવાસ કરીને દિશાઓને સાધવામાં ઉપયોગી ચંદ્રહાસ નામનું શ્રેષ્ઠ ખન્ન સાધ્યું.
તે સમયમાં વૈતાઢયગિરિ ઉપર દક્ષિણ શ્રેણીના આભૂષણભૂત સુરસંગીત નામના નગરમાં મય નામે વિદ્યાધરને રાજા હતા. તેને હેમવતી નામે ગુના ધામરૂપ એક સી હતી. તેની કુક્ષિથી દેદરી નામે એક દુહિતા થઈ હતી. તે યૌવનવતી થતાં તેને પિતા મય વિદ્યાધર તેના વરને માટે વિદ્યાધરકુમારના ગુણગુણને વિચાર કરવા લાગ્યું. જ્યારે તેમાં કઈ એગ્ય વર તેના જેવામાં આવ્યું નહિ, ત્યારે તે તેની ચિંતામાં મગ્ન થઈ ગયે. તેવામાં તેના મંત્રીએ કહ્યું–સ્વામી! ખેદ કરે નહિ, બલવાન અને રૂપવાન એ રત્નશ્રવાને પુત્ર દશાનન તેને રેગ્ય વર છે. પર્વતેમાં મેરૂની જેમ સહસ્ત્ર વિદ્યાને સિદ્ધ કરનાર અને દેવતાઓથી પણ અકંપિત એ રાવણની સદશ વિદ્યાધરોમાં કોઈ પણ રાજકુમાર નથી.” તે સાંભળી “તારી વાત બરાબર છે” એવું કહી હર્ષિત થઈને બાંધવ, સૈન્ય અને અંતપુરના પરિવાર સાથે મંદદરીને પણ લઈ, પ્રથમથી પોતાના આવવાના ખબર આપીને પોતાની પુત્રી રાવણને આપવા માટે મય વિદ્યાધર સ્વયંપ્રભ નગરે આવ્યા. ત્યાં સુમાળી વિગેરે જે ગેલ્વવૃદ્ધ મહાશયે હતા તેઓ રાવણ ને મંદિરને સંબંધ કરવાને કબુલ થયા. પછી શુભ દિવસે સુમાળી અને મય વિગેરેએ તેમને વિવાહ કરાવ્યું. વિવાહત્સવ કરીને મય વિગેરે સર્વ પિતાને નગરે ગયા. રાવણ એ સુંદર રમણીની સાથે ચિરકાળ ક્રીડા કરવા લાગે.
એક વખતે રાવણ પડખે લટક્તા મેઘમંડલથી જાણે પાંખેવાળ હોય તેવા મેલરવ નામના પર્વત ઉપર કિડા કરવાને ગયો. ત્યાં ક્ષીરસાગરમાં અપ્સરાની જેમ એક સરેવરમાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org