________________
સગ ૨ જે.] રાવણે વશ કરેલ એક હજાર મહાવિદ્યાઓ
[૧૩ નાન કરતી છ હજાર ચરકન્યાઓ તેને જોવામાં આવી. તે વખતે પદ્મિનીએ જેમ સૂર્યને જુએ તેમ નેત્રકમળને પ્રફુલિત કરતી તેઓ પોતાનો સ્વામી કરવાની ઈચ્છાએ રાવણને અનુરાગથી જેવા લાગી. સ્વલ્પ સમયમાં કામથી અતિ પીડિત થતાં તેઓ લજજા છેડી “તમે અમારા પતિ થાઓ” એમ સ્વતઃ રાવણને પ્રાર્થના કરવા લાગી. તેએામાં સર્વશ્રી અને સુરસુંદરની પુત્રી પદ્માવતી, મને વેગા અને બુધની દુહિતા અશકલતા તથા કનક અને સંસ્થાની પુત્રી વિવૃત્મભા મુખ્ય હતી. તેમને તથા તે સિવાય બીજી પણ જગતપ્રખ્યાત વંશમાં ઉત્પન્ન થયેલી તે સર્વ સરાગી કન્યાઓને રાગી રાવણ તેજ વખત ગાંધર્વવિધિથી પરો. તે કન્યાઓના રક્ષકપુરૂએ જઈને તેમના પિતાને જણાવ્યું કે “તમારી કન્યાઓને પરણી લઈને કંઈક ચાલ્યો જાય છે.” તે સાંભળી અમરસુંદર નામે વિદ્યાધરને ઈંદ્ર તે કન્યાઓના પિતાઓની સાથે ક્રોધ પામીને રાવણને મારવાની ઈચ્છાથી તેની પછવાડે દેડડ્યો. તેને આવતે જોઈ તે સર્વ નવેઢા કન્યાઓએ રાવણને કહ્યું કે-“સ્વામી ! વિમાનને ત્વરાથી ચલાવે, વિલંબ કરે નહીં; કેમકે આ અમરસુંદર વિદ્યાધરને ઇંદ્ર એકલે પણ અજણ્ય છે, તે કનક અને બુધ વિગેરેના પરિવારથી પરવાર્યો સતે આવે છે ત્યારે તે શી વાત કરવી!” તેમની આવી વાણી સાંભળી રાવણ હસીને બોલ્યા- “અરે સુંદરીએ! સર્પોની સાથે ગરૂડની જેમ તેઓની સાથે મારૂં યુદ્ધ જુઓ.” આ પ્રમાણે રાવણુ કહેતું હતું, તેટલામાં તે મહાગિરિપર મેઘની જેમ તે વિદ્યારે શથી દુદન કરતા તેની પાસે આવી પહોંચ્યા. વિર્યથી દારૂ એવા રાવણે અવડે અને ખંડિત કરી તેમને નહીં મારવાની ઈચ્છાથી પ્રસ્થાપન નામના અવડે માહિત કરી દીધા, અને નાગપાશવડે તેમને પશુની જેમ બાંધી લીધા. પછી જ્યારે સર્વ પ્રિયાએએ પિરિક્ષા માગી, ત્યારે રાવણે તેમને છોડી મૂક્યા, એટલે તેઓ પિતપોતાના નગરમાં ચાલ્યા ગયા, અને હર્ષ પામેલા લેકે જેને અઈ આપતા હતા એવો રાવણ તે બાળાઓની સાથે સ્વયંપ્રભ નગરમાં આવ્યું.
કુંભપુરના રાજા મહેદરની સુરૂપનયના પત્નીના ઉદરથી ઉત્પન્ન થયેલી વિદ્યુતની માળા જેવી કાંતિવાળી અને પૂર્ણકુંભના જેવા સ્તનવાળી તડિમાળા નામે એક યૌવનવતી પુત્રીને કુંભકર્ણ પર, અને વૈતાઢયગિરિની દક્ષિણ શ્રેણીમાં તિષપુરના રાજા વીરની નંદવતી રાણીના ઉદરથી ઉત્પન્ન થયેલી પંકજની શેભાને ચારનાર દૃષ્ટિવાળી અને દેવાંગના જેવી પંકજશ્રી નામની કન્યા સાથે વિભીષણ પર. રાવણની સ્ત્રી મંહેદરીએ ચંદ્રના જેવા તેજસ્વી અને અદ્ભુત પરાક્રમી ઇંદ્રજીત નામના એક પુત્રને જન્મ આપે. કેટલેક કાળ ગયા પછી મેઘની જેમ નેત્રને આનંદ આપનાર મેઘવાહન નામના એક બીજા પુત્રને જન્મ આપે.
કુંભકર્ણ અને વિભીષણ પિતાનું વૈર યાદ કરી વૈશ્રવણે આશ્રિત કરેલી લંકાને સદા ઉપદ્રવ કરવા લાગ્યા તેથી એક વખતે વૈશ્રવણે દૂત મોકલી સુમાળીને કહેવરાવ્યું કે-“રાવણના અનુજ બંધુ અને તમારા લઘુ પુત્ર કુંભકર્ણ અને વિભીષણને શિખામણ દઈને વાર. એ બંને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org