________________
સગર્જો, ]
મત્રસાધનામાં રાવણાદિની દૃઢતા.
| ૧૧
માટે હવે આવે. ધ્યાનના દુરાગ્રહ છેડીને ચાલ્યા જાએ; અથવા માગે, હું પણ કૃપાળુ થઈ ને તમને વાંછિત આપીશ.' આ પ્રમાણે કહ્યા છતાં પણ જ્યારે તેએ મૌન રહ્યા, ત્યારે તે યક્ષ ક્રોધ કરીને મેલ્યું - અરે મૂઢા! મારા જેવા પ્રત્યક્ષ દેવને છે।ડી તમે ખીજાનુ ધ્યાન કેમ કરે છે ? ’ આવી રીતે કર વાણી ખેલતા યક્ષે તેમને ક્ષેાલ કરવાને માટે પેાતાના વાનમ તર સેવકાને ભ્રકુટીની સંજ્ઞાથી આજ્ઞા કરી. તત્કાલ લિલિ શબ્દ કરતા અને બહુ રૂપને ધારણ કરતા તે સેવક પતાનાં શિખરા ઉપાડી ઉપાડીને તેમની આગળ નાંખવા લાગ્યા; કાઈ સ થઈ ચંદનનાં વૃક્ષની જેમ તેમની ક્રૂરતા વીટાવા લાગ્યા, કાઈ સિંહ થઈ તેમની આગળ દારૂણ શબ્દ કરવા લાગ્યા, અને કાઈ રીંછ, ભટ્ટ, ન્હાર, વ્યાઘ્ર અને બિડાળ વિગેરેનાં રૂપ લઈ તેમને ખ્વીવરાવવા લાગ્યા; તથાપિ તેએ જરાપણુ ક્ષેાભ પામ્યા નહિ. પછી તેઓએ કૈકસી, રત્નશ્રવા અને સૂપણુખાનાં રૂપ વિષુવી તેમને ખાંધી તેઓની આગળ નાંખ્યા. તે માયામય રત્નશ્રવા વિગેરે નેત્રમાં અશ્રુ લાવી કરૂણુ સ્વરે આ પ્રમાણે આક્રંદ કરવા લાગ્યા હે વત્સા ! તીય "ચાને જેમ લુબ્ધક હશે તેમ આ નિર્દય પુરૂષષ તમારા જોતાં અમેાને મારે છે, માટે હે વત્સ દેશમુખ! તું ઊભા થા, તારા જેવા એકાંતભક્ત પુત્ર અમારી ઉપેક્ષા કેમ કરે છે? હે પુત્ર! તું ખાલક હતા ત્યારે તે પાતાની મેળે કંઠમાં મહાન હાર પહેર્યાં હતા, તે તારૂ ખાહુબળ અને અહંકાર અત્યારે કયાં ગયાં ? રે કું ભકણુ ! તુ' પણ અમારાં વચનેને કેમ સાંભળતા નથી ? અને ઉદાસીનની જેમ અમારી ટ્વીન થઈ ગયેલાની આવી ઉપેક્ષા કેમ કરે છે? રે પુત્ર વિભીષણુ ! એક ક્ષણવાર પણ તુ ભક્તિવિમુખ થતા નહેાતા, પશુ અત્યારે દુષ્ટ દૈવે તને ફેરવી નાંખ્યો હાય તેમ કેમ જાય છે?” આવી રીતે તેમણે વિલાપ કર્યાં, તથાપિ તે જ્યારે જરા પણ સમાધિથી ચલિત થયા નહિ, ત્યારે પછી યશિક્ષક કરીએ તેમનાં મસ્તકે તેમની આગળ છંદી નાંખ્યાં. આવું તેમની આગળ થતુ. દારૂણ કમ પણ જાણે જોતાંજ ન હોય તેમ ધ્યાનને આધીન ચિત્ત કરીને રહેલા તેએ જરાપણુ ક્ષેાભ પામ્યા નહિ. પછી તેમણે માયા રચીને કુંભકણ અને વિભીષણનાં મસ્તક રાવણની આગળ પાડવાં અને રાવણનુ' મસ્તક તે ખનેની આગળ પાડયું. તે જોઈને ક્રોધ ઉત્પન્ન થવાથી કુંભક અને વિભીષણ જરા Àાભ પામી ગયા; પરંતુ તેનું કારણ માત્ર ગુરૂભક્તિ હતી, કાંઇ તેમનું અપ સત્વ નહેતુ. પરમાને જાણનારા રાવણુ તે તે અનને માટે કાંઈ પણ ચિંતવન નહિ કરતા વિશેષ ધ્યાનનિષ્ઠ થઈ પતની જેમ નિશ્ચળ રહ્યો. તે સમયે આકાશમાં · સાધુ, સાધુ' એવી દેવતાઓની વાણી થઈ. તેથી ચક્તિ થઈને યક્ષસેવકા તત્કાળ ત્યાંથી નાસી ગયા; અને તેજ વખતે ‘ અમે સ તમારે વશ છીએ ’ એમ ઊંચે સ્વરે ખેલતી એક હજાર વિદ્યાએ આકાશને પ્રકાશિત કરતી રાવણની પાસે આવીને ઊભી રહી.
પ્રજ્ઞપ્તિ, રાહિણી, ગૌરી, ગાંધારી, નભઃસંચારિણી, કામદાયિની, કામગામિની, અણિમા, લધિમા, અક્ષેાલ્યા, મનઃસ્તંભનકારિણી, સુવિધાના, તપેારૂપા, દહની, વિપુલેાદરી, શુભપ્રદા, ૧ વ્યતર જાતિના દેવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org