________________
૪]
વિજયસિંહ અને કિકિંધિ વચ્ચે થયેલ દારૂણ યુદ્ધ [ પર્વ ૭મું અને ત્યાંથી ચવીને અહી લંકામાં રાક્ષસપતિ થયે છે. એ લુખ્યક નરકમાં જઈ આવીને અહીં વાનર થયો હતો. આ પ્રમાણે તારે વૈર થવાનું કારણ છે.” પછી અસાધારણ ઉપકારી એવા તે મુનિને વંદના કરી લંકાપતિની આજ્ઞા લઈને તે દેવ અંતર્ધાન થઈ ગયા. મુનિએ કહેલા પિતાના પૂર્વ ભવને સાંભળીને તડિકેશ પિતાના સુકેશ નામના પુત્રને રાજ્ય પર બેસાડી દીક્ષા લઈ પરમપદને પામ્યા. રાજા ઘોદધિ પણ કિકિંધિ નામના પિતાના પુત્રને કિષ્કિધા નગરીનું રાજ્ય આપી દીક્ષા લઈ મેક્ષને પ્રાપ્ત થયા.
એ સમયે વૈતાઢય ગિરિ ઉપર રથનુપુર નામના નગરમાં અશનિવેગ નામે વિદ્યાધરોને રાજા હતા. તેને જાણે તેના બીજા બે ભુજદંડ હોય તેવા વિજયસિંહ અને વિશુદ્વેગ નામે મહા જયવંત પુત્રો હતા. તેજ ગિરિ ઉપર આદિત્યપુરમાં મંદિરમાળી નામે વિદ્યાધરને રાજા હતા, તેને શ્રીમાળા નામે એક કન્યા હતી. તેના સ્વયંવરમાં મંદિરમાળીએ વિદ્યાધરના રાજાઓને બોલાવ્યા. વિમાનમાં તિમ્ દેવની જેમ તેઓ માંચા ઉપર આવીને બેઠા. પ્રતિહારીએ કહેલા વિધાધરના રાજાઓને રાજકુમારી શ્રીમાળા નીક જેમ જલથી વૃક્ષને સ્પર્શ કરે તેમ દૃષ્ટિથી સ્પર્શ કરવા લાગી. અનુક્રમે બીજા સર્વ વિદ્યાધરોનું ઉલંધન કરી ગંગા નદી જેમ સમુદ્ર પાસે જાય તેમ શ્રીમાલા કિષ્કિધિકુમારની પાસે જઈ ઊભી રહી. ભવિષ્યકાળમાં ભુજલતાના આલિંગનની નિર્દોષ જામીન હેય તેવી વરમાળા તેના કંઠમાં આરોપણ કરી. તે સમયે સિંહની જેમ સાહસને પ્રિય માનતા વિજયસિંહ ભ્રકુટીથી મુખને ભયંકર કરી રોષ લાવી આ પ્રમાણે બે-“સદા અન્યાયના કરનારા આ વિદ્યાધરને મારા રાજ્યમાંથી ચેરને કાઢી મૂકે તેમ પૂર્વે વૈતાઢ્ય ગિરિની રાજધાનીમાંથી કાઢી મૂક્યા છે. તે આ દુર્વિનીત અને કુલાધમને અહીં પાછા કેણે બોલાવ્યા છે? પણ ફિકર નહીં, હવે ફરીવાર ન આવે તેટલા માટે હું તેમને પશુઓની જેમ મારી નાખું છું.” આ પ્રમાણે કહી મહા વીર્યવાન અને યમરાજ જેવો તે વિજયસિંહ આયુધોને ઉછાળતો કિષ્કિધિ રાજાની પાસે તેનો વધ કરવાને આવ્યો એટલે સુકેશ વિગેરે કિષ્કિધિ તરફથી અને બીજા કેટલાક વિજયસિંહ તરફથી દુર પરાક્રમી વિદ્યારે સામસામે યુદ્ધ કરવાને તૈયાર થઈ ગયા. દંતાદંતિ યુદ્ધ કરવાને પ્રવર્તેલા હાથીઓથી આકાશમાં તણખા ઝરવા લાગ્યા, ભાલાભાલી યુદ્ધમાં સ્વાસ્વાર અથડાવા લાગ્યા, અને બાણબાણુ યુદ્ધમાં મહારથીઓ મરવા લાગ્યા અને ખડગખગી યુદ્ધમાં પેદળે પડવા લાગ્યા. થોડીવારમાં બધી ભૂમિ પંકિલ' થઈ ગઈ. આ પ્રમાણે કલ્પાંત કાળની જેમ દારૂણ યુદ્ધ પ્રવત્યુ". ચિરકાળ યુદ્ધ કરી કિષ્કિ ધિના અનુજ બંધુ અંધકે વૃક્ષ પરથી ફળને પાડે તેમ વિજયસિંહના મસ્તકને બાણથી પાડી નાખ્યું. તે વખતે વિજયસિંહના પક્ષના વિદ્યાધરે ત્રાસ પામી ગયા; કેમકે ધણી વિના શૌર્યતા કયાંથી રહે? નાયક વગરનું સૈન્ય હણાયેલું જ છે. પછી શરીરધારી જયલક્ષમી હોય તેવી શ્રીમાળાને લઈ જય મેળવીને કિષ્કિષિ રાજા પરિવાર સહિત કિષ્કિધા નગરીએ આવ્યું. અકસ્માત વાપાતની જેમ પુત્રના વધને વૃત્તાંત સાંભળી
૧. કાદવવાળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org