________________
સગ ૧ લે.] સુકેશના પુત્રોએ લંકાપતિ નિર્ધાતને કરેલ નિગ્રહ, અશનિવેગ વેગથી કિષ્કિધિ ઉપર ચડી આવ્યું. જળવડે મોટા દ્વીપની ભૂમિને નદીનું પૂર વીંટી લે તેમ તેણે પુષ્કળ સૈન્યથી કિષ્કિધા નગરીને વીંટી લીધી. ગુહામાંથી બે સિંહની જેમ સુકેશ અને કિષ્કિધિ અંધક સહિત યુદ્ધ કરવાની ઈચ્છાથી નગરીની બહાર નીકળ્યા. અતિ ક્રોધ પામેલે વીર અશનિવેગ શત્રુઓને તૃણની જેમ ગણતે સર્વ પ્રકારે યુદ્ધ કરવાને પ્રવર્તે. ક્રોધાંધ થયેલા અશનિવેગે રણભૂમિમાં સિંહ જેવા અને વિજયસિંહને હણનારા અંધકના મસ્તકને છેદી નાંખ્યું. પછી પવને આસ્ફાલિત કરેલા વાદળાની જેમ વાનરો અને રાક્ષસનું સિન્ય દશે દિશાઓમાં નાસી ગયું, અને લંકા તથા કિષ્કિન્ધાના પતિ પિતપતાનું અંતઃપુર અને પરિવાર લઈ પાતાળલંકામાં નાસી ગયા. “એવે પ્રસંગે કોઈ ઠેકાણે પલાયન કરવું, તે પણ એક ઉપાય છે.” આરાધર (હાવત)ને મારીને હાથી શાંત થાય તેમ પિતાના પુત્રના હણનારને મારીને રથનુપુર રાજા અશનિવેગ શાંત કેપવાળ થયે. શત્રુઓના નિર્ધાતથી હર્ષ પામેલા અને નવું રાજય સ્થાપન કરવામાં આચાર્ય જેવા તેણે લંકાના રાજ્ય ઉપર નિર્ધાત નામના બેચરને બેસાડયો. પછી અશનિવેગ ત્યાંથી પાછા ફરી અમરાવતીમાં ઇંદ્ર આવે તેમ વૈતાઢયગિરિ પર રહેલા પોતાના રથનુપુર નગરમાં આવ્યો. અન્યદા વૈરાગ્ય ઉત્પન્ન થવાથી તેણે પિતાના પુત્ર સહારને રાજ્ય સોંપીને દીક્ષા ગ્રહણ કરી.
પાતાળલંકામાં રહેલા સુકેશને ઈદ્રાણી નામની સ્ત્રીથી માળી, સુમાળી અને માલ્યવાન નામે ત્રણ પુત્રો થયા; અને કિષ્કિધિને શ્રીમાળાથી આદિત્યરાજા અને વડરજા નામે બે પરાક્રમી પુત્રો થયા. એક વખતે કિષ્કિધિ મેરૂ પર્વત પર શાશ્વત અહંતની યાત્રા કરીને પાછે ફર્યો, ત્યાં માર્ગમાં મધુ નામને પર્વત તેના જેવામાં આવ્યું. બીજે મેરૂ હોય તેવા તે પર્વતની ઉપર મરમ ઉધાનમાં ક્રીડા કરવાથી કિષ્કિધિનું મન અધિક વિશ્રાંતિ પામ્યું. તેથી તે પરાક્રમી કિષ્કિધિએ કૈલાસ ઉપર કુબેરની જેમ તે પર્વતની ઉપર નગર વસાવીને પિતાના પરિવાર સાથે ત્યાં નિવાસ કર્યો. સુકેશના વીર્યવંત ત્રણે પુત્રો પોતાના રાજ્યને શત્રુએ હરણ કરેલું જાણી અગ્નિની જેમ ક્રોધથી પ્રજ્વલિત થઈ ગયા. તેઓએ લંકામાં આવી યુદ્ધ કરીને નિર્ધાત ખેચરનો નિગ્રહ કર્યો. ચિરકાળનું વૈર મૃત્યુને માટે થઈ પડે છે. પછી લંકાપુરીમાં માળી રાજા થયે અને કિષ્કિધિના કહેવાથી કિષ્કિધા નગરીમાં આદિત્યરના રાજા થયે.
અહીં વૈતાઢ્યગિરિ પર આવેલા રથનૂપુર નગરમાં અશનિવેગ રાજાના પુત્ર સહસ્ત્રાર રાજાની ચિત્તસુંદરી નામે ભાર્યાને મંગળકારી શુભ સવપ્નનું દર્શન થતાં કેઈ ઉત્તમ દેવ
ચ્યવીને તેના ગર્ભમાં અવતર્યો. સમય આવતાં ચિત્તસુંદરીને ઇંદ્રની સાથે સંભોગ કરવાને દેહદ થયે. તે દુર્વચ અને દુપૂર હોવાથી તેના દેહની દુર્બળતાનું કારણ થઈ પડયો. સહસ્ત્રાર રાજાએ જ્યારે ઘણા આગ્રહથી પૂછયું, ત્યારે તેણીએ લજજાથી નમ્ર સુખ કરીને તે દેહદની વાર્તા પતિને જણાવી. પછી સહસ્ત્રારે વિદ્યાથી ઇંદ્રનું રૂપ લઈ તેણીને
૧ ન કહી શકાય એવો. ૨ ન પૂર્ણ થાય તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org