________________
સીતા પાસે આવવું–લવણુકશે રામચંદ્રના સન્મમાં પાડેલું ભંગાણુ-રામલક્ષમણનું યુદ્ધ કરવા આગળ આવવુંતેની સામે લવણાં કુશનું થવું–ચારેનું પરસ્પર યુદ્ધ-લવણાંકુશના પરાક્રમથી રામલક્ષ્મણનું કાયર થઈ જવુંઅંકુશના બળથી લક્ષ્મણને મૂછ–વિરાધે રથ પાછા વાળવો-લક્ષ્મણે સાવધ થતાં આપેલ ઠપકે-તેનું રણક્ષેત્રમાં આવવું-લક્ષ્મણે મૂકેલ ચક્ર-તેનું પાછું ફરવું–પિતાના વાસુદેવ બળદેવપણુ માટે પડેલી શંકા-થયેલે ખેદસિદ્ધાર્થ ને નારદનું ત્યાં આવવું–તેણે કહેલી હકીકત-રામલક્ષ્મણનું પુત્રને મળવા ચાલવું-લવણુકુશનું સામે આવી પગમાં પડવું–પરસ્પર થયેલ હત્કર્ષ–સીતાનું પુંડરીપુર પાછા જવું-રામલક્ષ્મણે લવણાંકુશ સહિત અયોધ્યામાં કરેલ પ્રવેશ.
લક્ષ્મણ સુવાદિએ સીતાને તેડી લાવવાની રામ પાસે કરેલી માગણ–રામચંદ્ર બતાવેલે વિચાર-સુગ્રીવનું સીતાને તેડવા પુંડરીકપુર જવું–તેની સાથે ઉત્તર પ્રત્યુત્તર–સીતાનું અધ્યા આવવું-લક્ષ્મણે અયોધ્યામાં પ્રવેશ કરવા કરેલી પ્રાર્થના-સીતાને ઉત્તર–રામચંદ્ર દિવ્ય કરવાનું કહેવું સીતાએ કરેલ સ્વીકાર–લેકએ સીતાના સતીત્વની ખાત્રીને કરેલ પિકાર-રામચંદ્ર તેને અવગણીને અગ્નિપ્રવેશ સંબંધી દિવ્ય કરવા કહેવું–તેને માટે કરેલી તૈયારી.
અયોધ્યાની બહાર જમભૂષણ મુનિને થયેલ કેવળજ્ઞાન-ઇંદ્રાદિકનું તેને મહિમા કરવા આવવું-દેવતાઓએ ઇંદ્રને આપેલી સીતાના દિવ્ય સંબંધી ખબર-ઈદ્ર હરિણગમેલીને મોકલો-દિવ્ય કરવા માટે કાવડે પૂરેલા ખાડામાં અગ્નિ પ્રજવલિત કરવસીતાએ કરેલે તેમાં ઝંપા પાત–અગ્નિનું તત્કાળ બુઝાઈ જવું–જળની વૃદ્ધિસીતાએ કરેલ નિવારણસીતાનું જળ ઉપર એક સિંહાસને બેસવું–લવણકુશનું તેની પાસે જવું–લક્ષ્મણદિકે સીતાને કરેલ નમસ્કાર-રામચંદ્ર અયોધ્યામાં પોતાની સાથે આવવા કહેવું સીતાએ જણાવેલો દી વિચાર–તેણે કરેલું કેશનું લુંચન-રામચંદ્રને આવેલી મૂચ્છ–સીતાએ જમભૂષણ કેવળી પાસે જઈને લીધેલી દીક્ષા.
ના સનાં રામને વળેલી મૂચ્છથયેલે ખેદ-લક્ષ્મણ સહિત સર્વનું જન્મભૂષણ કેવળી પાસે જવું-રામે પિતાના ભવ્યાભવ્યત્વ માટે પૂછેલા પ્રશ્ન-કેવળીએ કહેલું ચરમ શરીરીપણું-વિભીષણે પૂછેલ પિતાના તથા બીજાઓના રામચંદ્ર સાથેના સંબંધ બાબત પ્રશ્ન-મુનિએ કહેલ રામચંદ્ર, સુગ્રીવ, રાવણ, વિભીષણ, લક્ષ્મણ સીતા, વિચઢ્યા, ભામંડળ, લવણુમુક્ષ અને સિદ્ધાર્થ વિગેરેના પૂર્વભવનું વૃત્તાંત-તે સાંભળીને ધણુ લોકોને થયેલ સંગ-કતાંતવદને લીધેલી દીક્ષા-રામલક્ષ્મણનું સીતા સાધ્વી પાસે આવવું-રામે કરેલી વંદના-તેમનું અયોધ્યામાં પાછા આવવું–કૃતાંતવદનનું પાંચમાં દેવલોકમાં દેવ થવું-સીતાનું બારમા દેવલેકના ઇંદ્ર થવું.
કાંચનપુરમાં બે રાજપુત્રીના સ્વયંવરમાં રામ લક્ષ્મણનું પુત્ર સહિત જવું–તે કન્યાઓનું લવકુશને વરવું–તેથી લક્ષ્મણના પુત્રોને થયેલ ઈર્ષા–તે સંબંધી લવણુકશે બતાવેલા ઉત્તમ વિચાર-તે સાંભળી લક્ષ્મણના પુત્રને થયેલ ખેદ અને વૈરાગ્ય-તેમણે લીધેલ ચારિત્ર–લવણાંકનું અયોધ્યા આવવું-ભામંડળના શુભ વિચારતેજ વખતે વિજળીનું પડવું-ભામંડળનું મૃત્યુ પામીને દેવકરમાં યુગલિક થવું.
હનુમાનને સૂર્યાસ્ત જોઈને થયેલ વૈરાગ્ય–તેણે લીધેલી દીક્ષા-તેનું મેક્ષગમન–રામચંદ્રને તે વાતની ખબર પડતાં તેણે કરેલા મોહજન્ય વિચાર-સુધર્મા પિતાની સભામાં રામચંદ્રને માટે બતાવેલું લક્ષ્મણપરના સ્નેહનું દઢાવરણ–બે દેવનું તેના સ્નેહની પરીક્ષા માટે આવવું તેમણે લક્ષ્મણને બતાવેલ રામના મૃત્યુથી શાક કરતું અંતઃપુર-તે સાંભળતાંજ લક્ષ્મણનું થયેલું મરણ–દેવતાઓને થયેલ ખેદ–તેમનું દેવલોકમાં પાછા જવુંલમણના મૃત્યુથી અંતઃપુરમાં પ્રવતેલ શક-રામચંદ્રનું ત્યાં આવવું-લવણકશને તે જોઈને થયેલ વરાગ્યતેમણે માગેલી દીક્ષા લેવાની આજ્ઞા–તેમણે લીધેલું ચારિત્ર અને મેક્ષગમન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org