SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૧૧ મા ] સૌધર્મેન્દ્ર પ્રભુની કરેલ સ્તુતિ [ ૧૮૧ આચરનાર અને જગતના અધિષ્ઠાતા એવા તમારા અમે કઇંકર છીએ. હું બૈલેાકચશરણુ પ્રભુ ! મેક્ષસુખને આપનાર અને વિશ્વને અભય દેનાર એવા તમારે શરણે હું પ્રાપ્ત થયા છું. રે જગત્પતિ! જેવા તમે આ ભવમાં મારા સ્વામી થયા છે, તેવી રીતે ભવાંતરમાં પણ મારા સ્વામી થાઓ, એ સિવાય બીજો કાંઈ મારે મનેારથ નથી.” આ પ્રમાણે સ્તુતિ કરીને ઇંદ્રે પ્રભુને લઈ વપ્રાદેવીના પડખામાં જેમ હતા તેમ પાછ મૂકી દીધા. પ્રાતઃકાળે વિજય રાજાએ કારાગૃહમાંથી કેદીઓને છોડી મૂકી મેાટા હું વર્ત પુત્રજન્મના મહાત્સવ કર્યાં. પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે શત્રુઓએ મિથિલા નગરી રૂપેલી હતી, તે વખતે વપ્રાદેવી મહેલ ઉપર ચડયા હતા, તેમને જોઈને ગભના પ્રભાવથી સ શત્રુએ આવી વિજયરાજાને નમી પડયા હતા, તે ઉપરથી રાજાએ પ્રભુનુ' નમિ એવું નામ પાડયું. ઇંદ્રે આદેશ કરેલી. ધાત્રીઓએ હંમેશાં પાલન કરેલ શ્રી નમિનાથ ખીજા ચંદ્ર હોય તેમ વધવા લાગ્યા. ખાલ્યવય નિČમન થતાં પ્રભુ પંદર ધનુષ ઊંચી કાયાવાળા થયા, અને પિતાની આજ્ઞાથી રાજકન્યા સાથે પરણ્યા. જન્મથી અઢી હજાર વર્ષી ગયા પછી ભાગફળક ને જાણનારા પ્રભુએ પિતાએ આપેલુ રાજ્ય સ્વીકાર્યું. રાજ્યાવસ્થામાં પાંચહજાર વર્ષ ગયાં, એટલે લેાકાંતિક દેવતાઓએ આવી પ્રભુને કહ્યું ‘ તીથ પ્રવર્તાવે.' પછી નમિનાથપ્રભુ સુપ્રલ નામના પુત્રને રાજ્ય ઉપર બેસારી તિક્જા ભક દેવતાઓએ પૂરેલા દ્રવ્યવડે વાર્ષિક દાન આપવા લાગ્યા. વાર્ષિક દાન અપાઈ રહ્યા પછી સુપ્રભ વિગેરે રાજાએથી અને ઇંદ્રાદિક દેવાથી પરવરેલા પ્રભુ દેવકુરૂ નામની શિખિકામાં બેસીને સહસ્રામ્ર વન તરફ ચાલ્યા. અનુક્રમે જ્યાં ભ્રમરાએના સમૂહ કદંબ વૃક્ષેાને ચ'બુન કરવામાં આસક્ત હતા, ઉઘાનપાળા મણિકાનાં પુષ્પા ચુંટવામાં વ્યાકુળ હતા, ખરતા ગુલાબના પુષ્પાથી જેનુ ભૂમિતળ ગુલાખી રંગનુ' થયેલું હતુ, જ્યાં સિરીષ પુષ્પાના સમૂહવડે કામી જના સથારા કરતા હતા, અને વહેતા રૂટમાંથી ઉછળતા જળખિ'દુઆવડે જ્યાં ગ્રીષ્મૠતુ છતાં પણ વર્ષાઋતુ દેખાતી હતી એવા સહસ્રામ્ર વનમાં પ્રભુએ પ્રવેશ કર્યાં, અને અષાઢ માસની કૃષ્ણ નવમીએ અશ્વિની નક્ષત્રમાં દિવસને પાછલે પહેારે પ્રભુએ છઠ્ઠ તપ કરીને એકહજાર રાજાઓની સાથે દીક્ષા લીધી. તત્કાળ પ્રભુને મનઃપવજ્ઞાન ઉત્પન્ન થયું. ખીજે દિવસે વીરપુરમાં દત્ત રાજાને ઘેર પ્રભુએ ક્ષીરવડે પારણુ' કર્યું... દેવતાઓએ ત્યાં વસુધારાદિ પાંચ દિવ્ય કર્યાં, દત્ત રાજાએ તે ઠેકાણે પીઠ કરી, અને પ્રભુએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યાં. નવ માસ પંત વિહાર કરીને પાછા પેાતાના દીક્ષાસ્થાનવાળા સહસ્રામ્ર વનમાં પ્રભુ પધાર્યાં અને છઠ્ઠું તપ કરીને એરસલીના વૃક્ષની નીચે પ્રતિમાપણે રહ્યા. માગશર માસની શુકલ એકાદશીને દિવસે અશ્વિની નક્ષત્રમાં ઘાતીકના ક્ષય થવાથી પ્રભુને ઉજ્જવળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાએએ તત્કાળ ત્યાં આવીને સમેસરણુ રચ્યું. જે એકસે ને એંશી ધનુષ્ય ઊંચા આસાપાલવના વૃક્ષથી ચેક્ષિત હતું, તે આસાપાલવના વૃક્ષને પ્રદક્ષિણા કરી, તીને નમસ્કાર કરીને પ્રભુ પૂર્વાભિમુખે રત્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy