________________
૧૮૦ ]
શક્રેન્દ્રે કરેલી પ્રભુની સ્તુતિ
[ પ ૭ સુ'
આ જંબુદ્રીપના ભરતક્ષેત્રને વિષે જેમાં ધ'માં આદરવંત લેાકેા રહેલા છે એવી મિથિલા નામે નગરી છે. રત્નસુવ`મય હવેલીએ અને દુકાનેાથી ભિ ત એવે તે નગરીના કિલ્લો જાણે પૃથ્વીના સસ્વનેા ડાખલે હૈાય તેવા શાભે છે. ચારે તરફ રત્નોથી જડિત એવી તે નગરીના ઉદ્યાનની વાર્ષિકાએ તેના તીરપર રહેલાં વૃક્ષેાના પરાગવડે પકિલ થઈ રહેલી છે. તે નગરીમાં સવ` શત્રુઓના વિજય કરનાર અને પરમ લક્ષ્મીવડે પૃથ્વીના ઇંદ્રપદને ધારણ કરનાર વિજય નામે રાજા હતા. યુવાન પુરૂષાને કામદેવ જીતે તેમ ભ્રુગુટી ચલાવ્યા વગર અને સેનાને સજ્જ કર્યા વગર તે લીલામાત્રમાં શત્રુઓને જીતી લેતેા હતેા. વળી તે રાજા સમુદ્રની જેવા અગાધ, ચદ્રની જેવા આલ્હાદક, પવનની જેવા બળવાન અને સૂર્યની જેવા તેજસ્વી હતા. જાણે અગવતી ભૂમિ હોય તેવી, સ` અંતઃપુરના મડનરૂપ અને શીલરૂપ મંડનથી શે।ભિત વત્રા નામે તે રાજાને મુખ્ય રાણી હતી. તે રાણી ગંગાની જેવી સ્વચ્છ, ગંભીર, જગતને પાવન કરનારી અને ચંદ્રિકાના જેવી નયનને આનંદ આપનારી હતી. તેમજ સત્ય વચન અને શિલાદિક જે જે ઉત્તમ ગુણા જોવામાં આવે છે તે તે ઉજજવલ ગુણૅ થી તે વપ્રાદેવી એમાં એક દૃષ્ટાંતરૂપ હતી.
અહીં સિદ્ધાર્થ રાજાના જીવે અપરાજિત વિમાનમાં તેત્રીશ સાગરેામનુ આયુષ્ય પૂર્ણ કર્યું. પછી ત્યાંથી ચ્યવી આશ્વિન માસની પૂર્ણિમાએ અશ્વિની નક્ષત્રમાં વપ્રાદેવીના ઉદરમાં આવીને અવતર્યાં. તે સમયે ત્રણ જગતમાં ઉદ્યોત થઈ રહ્યો. રાત્રિના અવશેષ ભાગે તીથંકરના જન્મને સૂચવનારા ચૌદ મહા સ્વપ્ના વપ્રાદેવીએ જોયાં. પિતાના મનેરથની જેમ તે ગભ અનુક્રમે વધવા લાગ્યા, અને માતાને અતિ લાવણ્ય આપનાર તેમજ સુખ કરનાર થયા. ગર્ભ સમય પૂર્ણ થતાં શ્રાવણ માસની કૃષ્ણ અષ્ટમીએ અશ્વિની નક્ષત્રમાં નીલ કમલથી લાંછિત અને સુવણ કાંતિવાળા કુમારને દેવીએ જન્મ આપ્યા. આસનક'પથી તે હકીકત જાણી દિકુમારીએએ ત્યાં આવીને દેવીનું અને કુમારનું વિધિપૂર્વક સૂતીકમ કર્યું. પછી શકેંદ્ર પ્રભુને મેગિરિના મસ્તક પર લઈ ગયા. ત્યાં અચ્યુતાદિ ચાસઢ ઇંદ્રોએ તી જળથી પ્રભુને સ્નાત્ર કરાવ્યું. સ્નાત્ર કરી રહ્યા પછી શકેન્દ્રે પુષ્પાદિવડે પ્રભુનુ' અર્ચન કરી આરતી ઉતારીને આ પ્રમાણે સ્તુતિ કરવાના આર`ભ કર્યાં.
“હે પરમેશ્વર ! મેક્ષમાના કહેનાર, સર્વ કર્મીના સંહાર કરનાર, અનેક કષાયાને પ્રહાર કરનાર એવા તમે જય પામે, હે જગદ્ગુરુ! કુમતિને ટાળનાર, જગતને ઢારનાર (નાયક) અને સાધને પ્રવર્તાવનાર એવા તમને નમસ્કાર કરૂ છું. સવ` વિશ્વને ઐશ્વય આપનાર વિશ્વમાં પાપને। તિરસ્કાર કરનાર, અવિકારી અને ઉપકારી એવા તમારાથી આ મધુ. જગત સનાથ છે. ધમના બીજને વાવનાર, અતિશય સંપત્તિને ધારનાર અને શ્રુતસ્કંધના રચનાર એવા તમને નમસ્કાર છે. કુમાર્ગથી નિવૃત્ત કરનાર, મુક્તિમાને ખતાવનાર અને સને ઉપદેશ કરનાર એવા તમારાથી હવે ધમાઁની ઉત્પત્તિ થશે. નવીન તીની પ્રતિષ્ઠા કરનાર, તપસ'પત્તિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org