________________
૧૮૨ ] પ્રભુએ આપેલ ધર્મદેશના
[ પ ૭ મુ સિંહાસન પર બિરાજમાન થયા. તત્કાળ વ્યંતર દેવતાઓએ બીજી ત્રણ દિશાઓમાં રત્નસિંહાસનની ઉપર પ્રભુનાં પ્રતિબિંબે વિકુર્ચા. શ્રીમાન ચતુર્વિધ સંઘ આવીને યોગ્ય સ્થાને બેઠો. પછી સૌધર્મેન્દ્ર ભગવંતને નમસ્કાર કરી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગે–
હે પ્રભુ! તમે કેવળજ્ઞાન રૂપ નેત્રથી આ બધા જગતને જુએ છે, જેથી ત્રણ નેત્રવાળા તમને નમસ્કાર છે. પાંત્રિશ અતિશય સહિત વચનવાળા અને શેત્રીશ અતિશયવાળા પરમેષ્ઠી સ્વરૂપ તમને નમસ્કાર છે. હે નાથ ! માલકૌષિકી છે મુખ્ય જેમાં એવા ગ્રામ અને રાગથી મનહર અને સર્વ ભાષાને અનુસરનારી તમારી વાણીની અમે ઉપાસના કરીએ છીએ. ગરૂડના દર્શનથી જેમ દઢ નાગપાશ પણ તૂટી જાય, તેમ તમારા દર્શનથી પ્રાણીઓના દૃઢ કર્મપાશ પણ તૂટી જાય છે. તમારા દર્શનથી પ્રાણીઓ જાણે મોક્ષની નિઃશ્રેણી હોય તેવી ગુણઠાણની શ્રેણી પર શનૈઃ શને ચડે છે. હે સ્વામિન! સાંભળેલા, સંભારેલા, સ્તુતિ કરેલા, ધ્યાન કરેલા, જોયેલા, સ્પર્શેલા અને નમસ્કાર કરેલા તમે જે તે પ્રકારે સુખને માટે જ થાઓ છો. હે સ્વામી! અમારા પૂર્વના પુણ્યાનુબંધી પુણ્ય જ છે કે જેથી અસાધારણ સુખ આપનાર તમે આજે દષ્ટિગોચર થયા છે. હે નાથ! અમારા સ્વર્ગ રાજ્ય વિગેરે સુખનું ગમે તે ભલે થાઓ; પણ તમારી દેશનાની વાણું કદિ પણ અમારા હૃદયમાંથી જશે નહિ”
આ પ્રમાણે ઇંદ્ર પ્રભુના ગુણની સ્તુતિ કરી વિરામ પામ્યા. પછી ત્રણ જગતના ગુરૂ પ્રભુએ આ પ્રમાણે ધર્મદેશના આપી–
આ સંસાર અસાર છે, ધન નદીના તરંગ જેવું ચંચળ છે, અને શરીર વિજળીના વિલાસ જેવું નાશવંત છે, તેથી ચતુર જનેએ તે ત્રણેમાં સર્વથી અનાસ્થા રાખી મુમુક્ષુ થઈ મોક્ષમાર્ગરૂપ યતિધર્મને વિષે પ્રયત્ન કરે. જે તેમ કરવાને અશક્ત હોય તો તેની આકાંક્ષા રાખી સમતિયુક્ત બાર પ્રકારના શ્રાવકધર્મને માટે તત્પર થવું. શ્રાવકે પ્રમાદ છોડી મન વચન કાયાએ કરી ધર્મ સંબંધી ચેષ્ટાવડેજ અહેરાત્રિ નિર્ગમન કરવાં. શ્રાવકે બ્રાહ્મમુહુર્તામાં ઊઠી પરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરીને વિચારવું કે મારે શું ધમ છે? હું કેવા કુળને છું અને મારે શું વ્રત છે? પછી પવિત્ર થઈ પુષ્પ નૈવેદ્ય અને સ્તુત્રવડે ગૃહત્યમાં દેવપૂજા કરી, યથાશક્તિ પચ્ચખાણ કરીને પછી મેટે દેરાસરે જવું. ત્યાં વિધિવડે પ્રવેશ કરી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરવી અને પુષ્પાદિકવડે પ્રભુને પૂછને ઉત્તમ સ્તોત્રવડે સ્તુતિ કરવી. પછી ગુરૂની પાસે જઈ વંદનાપૂર્વક વિશુદ્ધાત્માવાળા પ્રાણીઓ પરચ
ખાણને પ્રકાશિત કરવું. (પચ્ચખાણ લેવું.) ગુરૂના દર્શન થતાંજ ઉભા થવું, તેમના આગમનને વખતે સામું જવું, મસ્તક પર અંજળી જેવી, પિતે આસન નાખી દેવું, અને ગુરૂ આસન પર બેસે એટલે ભક્તિપૂર્વક પર્ય પાસના કરવી; તેમ જ જ્યારે ગુરૂ જાય ત્યારે પાછળ જવું. આ પ્રમાણે કરવાથી ગુરૂ મહારાજની પ્રતિપત્તિ થાય છે. પછી ગુરૂ પાસેથી પાછા ફરીને પિતાને ઘરે જવું, અને પછી સદ્દબુદ્ધિપૂર્વક ધર્મના અવિરેધપણે અર્થચિંતન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org