________________
૧૪૪] રામના હાથી ભુવનાલંકારને પૂર્વભવ
[પર્વ ૭ મું અંતઃપુર સહિત કીડા કરવા ગયા અને પિતે વિરક્ત છતાં ક્રિીડાસરોવરમાં મુહૂર્તપર્યંત તેમની સાથે ક્રીડા કરી. પછી જળમાંથી નીકળીને ભરત રાજહંસની જેમ સરોવરના તીર ઉપર આવ્યા, તેવામાં ભુવનાલંકાર નામને હાથી સ્તંભનું ઉમૂલન કરીને ત્યાં આવ્યા. મદાંધ છતાં પણ તે ગજેન્દ્ર ભારતના દર્શનથી સધ મદરહિત થઈ ગયો, અને તેને જોઈને ભરત પણ હર્ષ પામ્યા. ઉપદ્રવકારક તે હાથીને છુટી ગયેલે સાંભળી રામલક્ષમણ સામત સહિત તેને બાંધવા માટે સંજમથી તેની પછવાડે આવ્યા. રામની આજ્ઞાથી મહાવતે તે હાથીને ખીલે બાંધવા લઈ ગયા; એવામાં દેશભૂષણ અને કુલભૂષણ નામના બે મુનિ ત્યાં આવ્યા. તેઓના ઉધાનમાં સમોસર્યાના ખબર સાંભળી તે મહામુનિઓને વાંદવા પધ, લક્ષમણ અને ભરત પરિવાર સહિત ત્યાં ગયા. તેમને વંદના કરીને રામે પૂછયું-“હે મહાત્મા! મારે ભુવનાલંકાર હાથી ભારતને જેવાથી મદરહિત કેમ થઈ ગયે ?'
દેશભૂષણ કેવળી બેલ્યા–“પૂર્વે શ્રીગષભદેવ ભગવંતની સાથે ચાર હજાર રાજાઓએ દીક્ષા લીધી હતી. પછી જ્યારે પ્રભુ નિરાહારપણે મૌન રહીને વિહાર કરવા લાગ્યા, ત્યારે તે સર્વે ખેદ પામીને વનવાસી તાપસે થયા હતા. તેમાં પ્રહલાદન અને સુપ્રભ રાજાના ચંદ્રોદય અને સુરેદય નામે બે પુત્રો હતા. તેઓએ ત્યાર પછી ચિરકાળ ભવભ્રમણ કર્યું. અનુક્રમે ચંદ્રોદય ગજપુરમાં હરિમતી રાજાની ચંદ્રલેખા રાણીની કુક્ષીથી કુલંકર નામે પુત્ર થ, અને સુરદય પણ તેજ નગરમાં વિશ્વભૂતી બ્રાહ્મણની અગ્નિકુંડા સ્વીથી શ્રુતિરતિ નામે પુત્ર થયે. અનુક્રમે કુલંકર રાજા થશે. અન્યદા તે તાપસના આશ્રમમાં જતો હતો, ત્યાં અવધિજ્ઞાની અભિનંદન નામના સાધુએ તેને આ પ્રમાણે કહ્યું-“હે રાજા! તું જેની પાસે જાય છે તે તાપસ પંચાગ્નિ તપ કરે છે, ત્યાં દહન કરવાને માટે લાવેલા કાષ્ઠમાં એક સર્પ રહેલે છે, તે સર્ષ પૂર્વ ભવે ક્ષેમંકર નામે તમારો પિતામહ હતા, માટે તે કાઇ ફડાવી યતથી તેને બહાર કઢાવીને તેની રક્ષા કર.” તે વચન સાંભળી રાજા આકુળવ્યાકુળ થઈ ગયો અને તત્કાળ ત્યાં જઈ તે કાષ્ઠને ફડાવ્યું, તેની અંદર મુનિના કહેવા પ્રમાણે સર્ષને રહેલે જોઈને તે અત્યંત વિસ્મય પામ્યું. તે જ વખતે કુલંકર રાજાને દીક્ષા લેવાની ઈચ્છા થઈ. તેવામાં પેલે શ્રુતિરતિ બ્રાહ્મણ ત્યાં આવીને આ પ્રમાણે કહેવા લાગ્ય-આ તમારે ધર્મ કાંઈ આશ્નાયરહિત નથી, તથાપિ જે તમારે દીક્ષા લેવાનો આગ્રહ હોય તે છેવટની વયમાં દીક્ષા લેજે, અત્યારે શામાટે ખેદ પામો છે?” આ શ્રુતિરતિ બ્રાહ્મણની વાણી સાંભળીને રાજાને દીક્ષા લેવાને ઉત્સાહ જરા ભગ્ન થઈ ગયે; એટલે “હવે મારે શું કરવું ?” એમ તે વિચાર કરવા લાગે અને સંસારમાં સ્થિત છે. તેને શ્રીદામા નામે એક રાણી હતી તે શ્રુતિરતિ પુરોહિતની સાથે સદા આસક્ત હતી. એક વખતે એ દુર્મતિ રાણીને એવી શંકા થઈ કે “જરૂર અમારો સંબંધ રાજાએ જાયે છે; માટે તે અમને મારે નહિ ત્યાં સુધીમાં હું તેને મારી નાંખું.” એમ ધારી પુરેહિતની સંમતિથી તે શ્રીદામાએ વિષ આપીને પિતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org