SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૮ ] શત્રુઘનું મથુરા તરફ પ્રયાણ [૧૪૫ પતિ કુલંકર રાજાને મારી નાંખે. અનુક્રમે તે શ્રુતિરતિ પણ મૃત્યુ પામ્યા, અને તે બંને ચિરકાળ ભવભ્રમણ કરી નાના પ્રકારની નિમાં પતિત થયા. કેટલેક કાળે રાજગૃહ નગરમાં કપિલ નામના બ્રાહ્મણની સાવિત્રી નામની સ્ત્રીથી વિનેદ અને રમણ નામે બે જોડલે પુત્ર થયા. રમણ વેદ ભણવાને માટે દેશાંતર ગયે. કેટલેક કાળે વેદ ભણીને રાજગૃહ નગરમાં રાત્રે આવ્યો. “આ અકાળે આવ્યું છે એવું ધારી દરવાને તેને નગરમાં પેસવા દીધો નહિ; એટલે સર્વને સાધારણ એવા એક યક્ષમંદિરમાં તે રાત્રિવાસો રહ્યો. તે સમયે વિનોદની શાખા નામની સ્ત્રી દત્ત નામના એક બ્રાહ્મણની સાથે સકેત કરીને ત્યાં આવી, તેની પછવાડે વિનેદ પણું આવ્યું. તેણે દત્ત છે એમ જાણીને રમણને ઉઠાડયો અને તેની સાથે રતિક્રીડા કરી. તે જોઈ વિદે નિઃશંકપણે ખગથી રમણને મારી નાંખે; એટલે શાખાએ રમણની છરી વડે વિનેદને પણ મારી નાંખે. તે બંને પાછા ચિરકાળ ભવભ્રમણ કરીને વિનોદ ધન નામે એક ધનાઢય શ્રેણીને પુત્ર થયો. રમણ પણ ભવભ્રમણ કરીને તે ધનની લક્ષ્મી નામની સ્ત્રીની કુક્ષિથી ભૂષણ નામે પુત્ર થયે. ધનના કહેવાથી તે બત્રીસ શ્રેષ્ઠી કન્યાઓની સાથે પરણે. તેઓની સાથે ક્રીડા કરતા ભૂષણ એક વખતે રાત્રે પિતાના ઘરની અગાશીમાં બેઠે હતું, તેવામાં રાત્રિના ચોથા પહેરે શ્રીધર નામના મુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં દેવતાઓએ આરંભેલ મહત્સવ તેને જોવામાં આવ્યું. તે જઈ ભૂષણને ધર્મનાં પરિણામ થયાં તેથી તત્કાળ અગાશીમાંથી નીચે ઊતરીને તે મુનિને વાંદવા ચાલે. માર્ગમાં તેને સર્ષે ડો, એટલે શુભ પરિણામથી મૃત્યુ પામીને તે ચિરકાળ શુભ ગતિઓમાં ભ્રમણ કરી જંબુદ્વીપના અપરવિદેહ ક્ષેત્રમાં રત્નપુર નગરને વિષે અચલ નામના ચક્રવર્તીની હરિ નામની સ્ત્રીથી પ્રિયદર્શન નામે ધર્મતત્પર પુત્ર થયું. તે બાલ્યાવસ્થાથીજ દીક્ષા લેવાની ઈચ્છાવાળો હો, છતાં પિતાના આગ્રહથી તે ત્રણ હજાર કન્યાઓને પર, તથાપિ તે સંવેગમાં લીન રહ્યો. ગૃહવાસમાં પણ ચોસઠ હજાર વર્ષ પર્યત ઉત્કૃષ્ટ તપ કરી મૃત્યુ પામીને તે બ્રહ્મદેવલેકમાં દેવતા થયે. પેલે ધન સંસારમાં ભમી પિતનપુરમાં અગ્નિમુખ બ્રાહ્મણની શકુના નામની સ્ત્રીથી મૃદુમતિ નામે પુત્ર થશે. અવિનીત થવાથી પિતાએ તેને ઘરની બહાર કાઢી મૂક્યો. તે ભમતે ભમતે સર્વ કળાઓમાં ચતુર એવો ધૂર્ત બન્યું, અને ફરીવાર ઘેર આવ્યા. દેવધૂત રમવામાં તે કોઈનાથી છતાતે નહિ, તેથી દિવસે દિવસે એ દેવસમાન મૃદુમતિએ ઘણું ધન ઉપાર્જન કર્યું. વસંતસેના નામની વેશ્યાની સાથે ભેગ ભોગવી છેવટે દીક્ષા લઈ તે પણ બ્રા દેવલોકમાં દેવતા થયે. ત્યાંથી આવી પૂર્વ ભવના કપટદેષથી તે વૈતાઢયગિરિ ઉપર ભુવનાલંકાર નામે આ હાથી થયે છે, અને પ્રિયદર્શનને જીવ બ્રહ્મદેવલેકમાંથી આવીને આ તમારા મહાભુજ ભરત થયેલ છે. ભારતના દર્શનથી તેને જાતિસ્મરણ ઉત્પન્ન થતાં તે ગજેન્દ્ર સઘ મદરહિત થઈ ગયે. કેમકે વિવેક ઉત્પન્ન થયા પછી રૌદ્રપણું રહેતું નથી. c. 19 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy