________________
તેણે બતાવેલ ઉપાય-તે દેવીએ કરેલો લક્ષ્મણ જે સિંહનાદ-સીતાના આગ્રહથી રામચંદ્રનું લક્ષ્મણ પાસે જવું-રાવણે સીતાને એકલા જોઈને કરેલું હરણ–તેના વિલાપથી જટાયુ પક્ષીનું ત્યાં આવવું–રાવણે કરેલ તેને પક્ષછેદ-વિમાનમાં બેસાડીને લંકા તરફ લઈ જતાં સીતાનું રૂદન-તે સાંભળી રત્નજટી ખેચરનું રાવણ તરફ દેડવું–રાવણે તેની વિદ્યાઓ હરી લેવી–રાવણનાં સીતા પ્રત્યે અનનયવાળાં વચન-સીતાએ કરેલે તિરસ્કારલંકાના દેવરમણ ઉદ્યાનમાં સીતાને મુકી રાવણનું સ્વસ્થાને આવવું.
છટામાં રામચંદ્રનું લક્ષ્મણ પાસે આવવું–લક્ષ્મણે પૂછેલ કારણ–રામે કહેલ સિંહનાદ શ્રવણલમણે રામને તરત પાછા મોકલવા-રામચંદ્રનું પાછા આવતાં સીતાને નહીં દેખવું–તેમને થયેલી સીતાના હરણની કલ્પના-જટાયુની અંતાવસ્થા–રામે આપેલ નવકાર-તેનું મહેંદ્ર કપમાં દેવ થવું–લક્ષ્મણે કરેલ ત્રિશિરાને વધ-વિરાધ વિદ્યાધરને ત્યાં આવવું-તેણે કહેલી પોતાની ટૂંક હકીકત-લક્ષ્મણે બતાવેલ પરાક્રમખર ને દૂષણ બંનેને વિનાશ-લક્ષ્મણનું વિરાધને લઈને રામ પાસે આવવું–તેણે સાંભળેલાં રામચંદ્રનાં વચન-લક્ષ્મણે આપેલ આશ્વાસન-વિરાધે સીતાની શોધમાં વિદ્યાધરને મોકલવા-તેમનું પાછા આવવુંવિરાધે પાતાળલંકામાં આવવાને કરેલ આગ્રહ-રામ લમણનું તેની સાથે ત્યાં આવવું–ચંદ્રણખાના પુત્ર સંદ સાથે થયેલ યુદ્ધ-સુદનું લંકામાં નાસી જવું-વિરાધને પાતાળલંકાના રાજ્ય સ્થાપન કરી રામ લક્ષ્મણનું ત્યાં રહેવું.
સાહસગતિ વિદ્યાધરે સાધેલી પ્રતારણી વિદ્યા–તેનું કિષ્કિધાપુરીએ આવવું-સુગ્રીવ ઉદ્યાનમાં જતાં સુગ્રીવના રૂપે તેણે કરેલે રાજમહેલમાં પ્રવેશ–સત્ય સુગ્રીવનું આવવું-દ્વારપાળે કરેલી અટકાયત-વાલીપુત્રે જાર સુગ્રીવને અંતઃપુરમાં જતાં રોક–બંને સુગ્રી વચ્ચે થયેલ યુદ્ધ-પરસ્પર જીતી ન શકાવું-સત્ય સુગ્રીવે હનુમાનને મદદ માટે તેડાવ-હનુમાનને બંનેના ભેદનું ન સમજાવું સુગ્રીવને થયેલી નિરાશા–તેણે કરેલા વિચાર–રામ લક્ષ્મણને શરણે જવાને કરેલે નિર્ણય–તેણે મોકલેલ દૂતનું વિરાધ પાસે આવવું–તેનું થયેલ સંમતપણું સુગ્રીવનું ત્યાં આવવું-વિરાધ કરાવેલ રામ લક્ષ્મણ સાથે મેળાપ-રામચંદ્ર પ્રત્યે તેણે કરેલી પ્રાર્થના-તેણે કરેલો સ્વીકાર-સુગ્રીવની સાથે રામચંદ્રજીનું કિષ્કિધા આવવું-રામચંદ્રના ધનુષ્યના ટંકારથી ચાહસગતિની વિદ્યાનું નાસી જવું સાહસગતિનું પરલોકગમન–સુગ્રીવનું કિકિંધામાં જવું-રામચંદ્રનું ઉદ્યાનમાંજ રહેવું.
લંકામાં ખરદૂષણના મરણથી થયેલ શક–રાવણે ચંદ્રણખાને આપેલી આશા-રાવણનું કામાગ્નિથી સંતપ્તપણું-મંદોદરીનું તેના આગ્રહથી સીતા પાસે સમજાવવા આવવું-સીતાએ કહેલાં કર્કશ વચને-રાવણનું ત્યાં આવવું–સીતાએ તેને આપેલે કર્કશ ઉત્તર-રાવણે સીતાને કરેલ ઉપસર્ગો-સીતાનું સ્થિર રહેવું–વિભીષણને પડેલી બધી ખબર–તેનું સીતા પાસે આવવું સીતાએ કહેલી બધી હકીકત-વિભીષણનું રાવણ પાસે આવવુંતેણે કહેલાં હિતવચનો-રાવણે ન માનવું-રાવણનું સીતા પાસે આવવું-સીતાને લઈને પુષ્પક વિમાનમાં ફેરવવીપિતાની અદ્ધિ બતાવવી–સીતાએ ધારણ કરેલ મૌન-વિભીષણે મંત્રીઓને બેલાવવા–તેની સાથે કરેલ વિચાર.
સીતાના વિરહથી રામચંદ્રની દુઃખાવસ્થા-લક્ષ્મણનું આશ્વાસન-લક્ષ્મણે સુગ્રીવને કરેલી સીતાશાધની તીવ્ર પ્રેરણ–તેણે શોધ માટે મોકલા વિદ્યાધરોભામંડળ ને વિરાધનું રામ પાસે આવવું-સુગ્રીવનું જાતે શોધવા નીકળવું–તેને મળેલ રત્નજી વિદ્યાધરતેણે આપેલા સીતાના સમાચાર–રામચંદ્ર સુગ્રીવાદિને પૂછેલ લંકાની હકીકત–તેઓએ બતાવેલી રાવણને જીતવાની નિરાશા-રામ લક્ષ્મણે બતાવેલ જુ-જાંબવાન વિદ્યાધરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org