SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુની દેશના [ પર્વ ૩ જુ કમોહનીના આશ્રવ છે. ચતુર્વિધ સંઘના અવર્ણવાદ બલવા, તેમના તરફ તિરસ્કાર બતાવવો અને સદાચારની નિંદા કરવી–એ જુગુપ્સાહનીના આવ્યો છે. ઈર્ષ્યા, વિષએમાં લેલુપતા, મૃષાવાદ, અતિ વક્રતા અને પરસ્ત્રીના વિલાસમાં આસક્તિ-એ સ્ત્રીવેદ “બાંધવાનાં કારણે છે. પિતાની સ્ત્રીમાત્રમાં સંતેષ, અનીર્ષ્યાળુ સ્વભાવ, મંદ કષાય અને અવકાચાર શીલ એ પુરૂષદના આશ્રવે છે. સ્ત્રી તથા પુરૂષ બંનેની સ્પર્શ શું બનાદિ “અનંગસેવા, ઉગ્ર કષાય, તીવ્ર કામેચ્છા, પાખંડ અને સ્ત્રીના વ્રતનો ભંગ કરવો–એ “નપુંસકવેદ બાંધવાના આશ્રવ છે. સાધુઓની નિંદા કરવી, ધર્મિષ્ટ લેકેને વિન્ન કરવા, મધુ માંસાદિથી અવિરત પુરૂષેની પાસે તે અવિરતિની પ્રશંસા કરવી, દેશવિરતિ પુરૂષોને “વારંવાર અંતરાય કર, અવિરતપણે સ્ત્રિયાદિના ગુણનું આખ્યાન કરવું ચારિત્રને દૂષણ આપવું અને બીજાઓના કષાય અને નેકષાયની ઉદીરણા કરવી એ ચારિત્રમેહનીય કર્મ બાંધવાના સામાન્ય આવે છે. . “પંચેંદ્રી પ્રાણીઓને વધ, ઘણે આરંભ તથા પરિગ્રહ, અનુગ્રહ કરવાને ત્યાગ, માંસ “ભજન, સદા સ્થિર વિરબુદ્ધિ, રૌદ્રધ્યાન, અનંતાનુબંધી કષાય, કૃષ્ણ, નીલ અને કાપત લેશ્યા, અસત્ય ભાષણ, પરદ્રવ્યહરણ, વારંવાર મિથુનસેવન અને ઇન્દ્રિયનું અવશપણું-એ નર્કગતિનું આયુષ બાંધવાના આશ્રવ છે. ઉન્માર્ગે ચાલવાની દેશના, માગને નાશ, ગુપ્ત રીતે વિત્તનું રક્ષણ, આર્તધ્યાન, શયસહિતપણું માયા (કપટ), આરંભ, પરિગ્રહ “શિયાળામાં તથા વ્રતમાં સાતિચારપણું, નીલ તથા કાપિત લેશ્યા અને અપ્રત્યાખ્યાન કષાય“એ તિર્યંચ ગતિનું આયુષ્ય બાંધવાના આવે છે, અલ્પ પરિગ્રહ તથા આરંભ, સ્વાભા“વિક કોમળતા અને સરલતા, કાપત અને પીત વેશ્યા ધર્મધ્યાનમાં અનુરાગ, પ્રત્યાખ્યાની “કષાય, મધ્યમ પરિણામ, દાન દેવાપણું, દેવ અને ગુરૂનું પૂજન, પૂર્વાલાપ, પ્રિયાલાપ, સુખે “સમજાવવાપણું, લેકસમૂહમાં મધ્યસ્થપણું એ મનુષગતિનું આયુષ્ય બાંધવાના આશ્ર છે, સરાગ સંયમ, દેશ સંયમ, અકામ નિર્જર, કલ્યાણ મિત્રને પરિચય, ધર્મશ્રવણ “કરવાનું શીલ, પાત્રદાન, તપ, શ્રદ્ધા, ત્રણ રત્નની આરાધના, મૃત્યકાળે પદ્ધ અથવા પીત લેશ્યાનું પરિણામ, બાલ તપ, અગ્નિ જળ વિગેરે સાધન વડે મૃત્યુ પામવું, ગળે ફાંસે ખા અને અવ્યક્ત સામાયિકપણું' એ દેવ ગતિનું આયુષ્ય બાંધવાના આશ્રવ છે. કે “મન વચન કાયાની વક્રતા, બીજાઓને છેતરવું, માયા પ્રવેગ કરે, મિથ્યાત્વ, પિશૂનતા, ચિત્તની ચપળતા, સુવર્ણાદિકને પ્રતિષ્ઠદ કરે એટલે બનાવટી સુવર્ણાદિ બનાવવું,' બેટી સાક્ષી પ્રવી, વર્ણ બંધ રસ અને સ્પર્શનું જુદી રીતે સંપાદન કરવું, ૧ સરલતાયુક્ત મનવાળો શુભ આચાર. ૨ તેજે લેગ્યા. ૩ પહેલા બેલાવવું–આ પધારો વિગેરે કહેવું તે. ૪ અવ્યક્તસમજપૂર્વક નહીં એવો સમભાવ આવે છે. ૫ બનાવટી નોટ સિક્કા વિગેરે બનાવવા તે. વર્ણ ગંધાદિ બદલાવીને વસ્તુ દેખાડવી, વેચવી, સાટવી, ભેળસંભેળ કર, કૃત્રિમ વર્ણાદિવડે કાઈને ભૂલા ખવરાવ તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy