________________
*
*
*
*
પ્રભુને પ્રાપ્ત થયેલ નિર્વાણ પદ
[ પર્વ ૩ જુ નિરોધ કરી નિષ્કપ ધ્યાનને પ્રાપ્ત થયેલા પ્રભુના ભયગ્રાહી ચાર કર્મ તત્કાળ ક્ષીણ થઈ ગયા. ભાદરવા માસની કૃષ્ણ સપ્તમીને દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવતાં ચંદ્રપ્રભ પ્રભુ તે મુનિએની સાથે પરમપદને પ્રાપ્ત થયા..
અઢી લાખ પૂર્વાગ કુમારવયમાં, ચોવીશ પૂર્વ સહિત સાડા છ લાખ પૂર્વ રાજ્ય સ્થિતિમાં અને વીશ પૂર્વાગ રહિત એક લાખ પૂર્વ વ્રત પાળવામાં એવી રીતે સર્વે મળી દશલાખ પૂર્વનું આયુષ્ય પ્રભુએ નિર્ગમન કર્યું. સુપાર્શ્વ સ્વામીના નિર્વાણ પછી નવશે કેટી સાગરોપમ વીત્યા ત્યારે શ્રી ચંદ્રપ્રભ વિભુ નિર્વાણપદને પામ્યા.
શ્રી ચંદ્રપ્રભ પ્રભુ મોક્ષે ગયા પછી સુરેશ્વરોએ તેમને અને બીજા મુનિઓનો વિધિથી અંગસંસ્કાર કર્યો અને પછી તેઓ પાછા દેવલેકમાં ગયા.
*
*
*
*
*
*
*
*
*
*
इत्याचार्यश्रीहेमचन्द्रविरचिते त्रिषष्टि शलाकापुरूषचरिते महाकाव्ये तृतीये पर्वणि श्रीचंद्रप्रभस्वामिचरित्र
वर्णनो नाम षष्ठः सर्गः ६
સગ ૭ મે. wwwwwwwwwwwwwwwww
શ્રી પુષ્પદંત (સુવિધિનાથ) ચરિત્ર.
પુષ્પની માળાની જેમ ત્રણ જગતને મસ્તક ઉપર વહન કરવા ગ્ય, નિર્મળ અને પાપને નાશ કરનાર શ્રી પુષ્પદંત પ્રભુના નિર્મળ શાસનને હું વંદના કરું છું. નવમા તીર્થકર શ્રી પુષ્પદંત પ્રભુના નિર્દોષ ચરિત્રને તેમના પ્રભાવથી સમર્થ બુદ્ધિવાન થયેલે હું કીર્તન કરવાને તત્પર થાઉં છું.
પુષ્કરવર નામે શ્રેષ્ઠ પ્રીપાદ્ધના પૂર્વ વિદેહમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણી નામે એક નગરી છે. મહા હિમવંત પર્વત ઉપર મહાપદ્મ દ્રહની જે ગંભીર મહાપદ્ય નામે ત્યાં રાજા હતો. તેણે જન્મથી જ સ્વીકારેલે ધર્મ બાલ્યવય તથા યૌવનવયમાં પણ શરીરની શેભાની સાથે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતે હતે. વ્યાજથી આજીવિકાવાળા માણસ જેમ વ્યાજ વગરના પડી રહેલા ધનથી હમેશાં ખેદ પામે તેમ વિરતિ વગર એક મુહુર્ત માત્ર જવાથી પણ તે
૧. ભવપયત રહેનાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org