SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ પ્રત્યે ઇદ્રની સ્તુતિ [ પર્વ ૩ ત્યાં આવીને પ્રભુને મેરૂ પર્વતના શિખર ઉપર લઈ ગયે. ત્યાં અતિ પાંડુકબલા નામની શિલા ઉપર પ્રભુને ઉત્કંગમાં લઈને ઇંદ્ર રત્નસિંહાસન ઉપર બેઠા; એટલે અશ્રુત વિગેરે ત્રેસઠ ઇદ્રોએ હર્ષના ઉલ્લાસ સાથે અનુક્રમે પ્રભુને સ્નાન કરાવ્યું. પછી ઈશાન ઈંદ્ર પ્રભુને અંક રૂપ પર્યકમાં લઈને બેઠા, એટલે સૌધર્મેદ્ર વૃષભના શૃંગમાંથી ઉછળતા જળવડે પ્રભુને સ્નાન કરાવ્યું અને દિવ્ય અંગરાગ, નેપથ્ય અને વસ્ત્રોથી ભગવંતનું ભક્તિવ અર્ચન કરી આ પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો. હે પ્રભુ! આકાશને આધાર આપવાની બુદ્ધિથી ઊંચા પગ કરીને રહેનારા ટોડા “પક્ષીની જેમ અનંત ગુણવાળા એવા તમારી સ્તુતિ કરવાને હું જે પ્રવૃત્ત થયો છું તે પંડિતેને હાસ્યનાં સ્થાનરૂપ છું, તથાપિ તમારા પ્રભાવથી વ્યાપક બુદ્ધિને પ્રાપ્ત થયેલ “હું તમારી સ્તુતિ કરવાને સમર્થ થઈશ; કારણ કે એક લેશમાત્ર વાદળાને ભાગ પણ પૂર્વ “દિશાના પવનના સંગમથી સર્વ દિશાઓમાં વ્યાપી જાય છે. હે પ્રભુ! ભવ્ય પ્રાણુઓએ “જેવા માત્રથી અથવા ધ્યાન કરવા માત્રથી તમે તેઓના કર્મરૂપ પાસને છેદવાને કેઈ અપૂર્વ શસ્ત્રરૂપ થાઓ છે. સૂર્યથી કમળને અસ્પૃદય થાય તેમ વિશ્વના અંધકારને છેદનારા એવા “અપૂર્વ સૂર્યરૂપ તમારા જન્મથી આજે જગમાં શુભ કર્મને ઉદય થયેલ છે ચંદ્રનાં કિરણ માત્ર પડવાથી જેમ શેફાલિકાના પુષ્પ ખરી પડે છે તેમ તમારા દર્શન માત્રથી મારૂં “અશુભ પોતાનું ફળ આપ્યા સિવાય ગળી જશે. વિશ્વને અભય આપનારૂં તમારૂં દીક્ષાધારી “સ્વરૂપ તે એક તરફ રહ્યું, પણ હે ભગવન્! તમે આ બાલ્યાવસ્થાની મૂર્તિથી પણ “પ્રાણીઓના દુઃખને હરી લે છે, વનમાં વૃક્ષેનું ઉમૂલન કરવાને જેમ ઉન્મત્ત ગજેન્દ્ર “આવે તેમ તમે સંસાર છે મૂળ જેનું એવાં સર્વ કર્મોને છેદવાને માટે અહીં અવતર્યા છે. “જેમ મુક્તાહારાદિ મારા હૃદયનું બાહા આભૂષણ છે તેમ ત્રણ જગતના પતિ એવા તમે મારા હૃદયનું આંતર આભૂષણ છે.” આ પ્રમાણે સ્તુતિ કરી શકે ઈશાનંદ્ર પાસેથી પ્રભુને લીધા, અને લક્ષમણાદેવીની પાસે યથોચિત સ્થાને સ્થાપન કર્યા. પ્રભાતે મહારાજા મહાસેને માટે ઉત્સવ કર્યો, કારણ કે અહંત ભગવાનને જન્મ બીજે સ્થાનકે પણ ઉત્સવને માટે થાય છે તે પિતાને ઘેર ઉત્સવ થાય તેમાં તે શું કહેવું! પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે તેમની માતાને ચંદ્રપાન કરવાને દેહદ થયો હતો તેમજ તેમની ચંદ્રના જેવી ક્રાંતિ હતી તેથી કરીને પિતા પ્રભુને ચંદ્રપ્રભ એવા નામથી બોલાવવા લાગ્યા. ચંદ્રિકા જેવી ગીરપ્રભાના ભરપૂર મંડળથી મનહર એવું બાલપ્રભુનું રૂપ જાણે વૈજયંત વિમાનમાં જ રહેતા હાયની તેના જેવું શોભતું હતું. વૃક્ષલતાની જેવા ધાત્રીઓના કપલોને આકર્ષણ કરતા પ્રભુ ગજેન્દ્રના શિશુની જેમ પ્રતિદિન વધવા લાગ્યા. ત્રણ જ્ઞાનને ધારણ કરનારા છતાં પ્રભુ દેવપણામાં પણ નહીં પ્રાપ્ત થયેલ એવા બાળપણને જાણે સ્વેચ્છાએ પ્રાપ્ત થયું હોય તેમ મુગ્ધપણાના દેખાવે અનુભવવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy