SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ [ પપ સર્ગ ૬ ઠ્ઠી ] ચંદ્રપ્રભ અહંતને જન્મ આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રની અંદર પૃથ્વીના મુખ જેવી ચંદ્રાનના નામે એક નગરી છે. તેમાં જળવૈભવ જે રત્નાદિક તે બહાર કાઢીને સમુદ્ર જાણે પાત્ર સદશ નિર્માણ કરી હોય તેવી અનેક રત્નોવાળી હાટની શ્રેણી શેભી રહેતી હતી. પૃથ્વી ઉપર ઉતરેલાં જાણે સંધ્યાકાળનાં વાદળાં હોય તેવાં રંગબેરંગી જાતજાતની આકૃતિવાળાં તેમાં ઘરે હતાં, અને તેના ઉદ્યાનની અંદર મસ્તકથી ચરણ પર્યત કંપરહિતપણે કાત્સર્ગ કરીને રહેલા ચારણ મુનિએ પુરૂષાકૃતિવાળા જાણે પર્વતે હેાય તેવા જણાતા હતા. ત્યાં રાત્રીએ વાસગૃહમાં પડેલા પિતાના પ્રતિબિંબેવડે “આ બીજી કઈ સ્ત્રી છે?” એ ભ્રમ કરીને સ્ત્રીઓ પોતાના પતિ ઉપર કપ કરતી હતી. તે નગરીમાં સમુદ્રની જેમ ધારણ કરી ન શકાય તેવા પુરૂષામાં શિરોમણિ અને પિતાના સૈન્યથી પૃથ્વીને આચ્છાદન કરનાર મહાસેન નામે રાજા હતા. તેને પ્રતાપ તેના પરાક્રમને પરમ ભક્ત થઈને રહેલો હતો અને ચાકરની જેમ પૃથ્વીને વિજય કરવાનું તે હમેશાં કામ કરતો હતો. જેના શાસનને કેઈ ઉલ્લંઘન કરી શકતું નહીં એ તે મહાસેન રાજા પૃથ્વી ઉપર રાજય કરતો હતો. તે વખતે સર્વ જન્મથીજ પરધન હરવામાં વિરામ પામેલા હતા. એ અધીશ્વર મહારાજનું અંતઃકરણ સમુદ્રના મધ્યની જેમ લબ્ધ થતું નહીં. તે ચંદ્રની જે અતિ આહ્લાદક હતા અને કલ્પવૃક્ષની જે દાનેશ્વરી હતે. ગંગાના તટ ઉપર હંસી ક્રીડા કરે તેમ તેના કપાટ જેવા વિશાળ વક્ષસ્થળ ઉપર હમેશાં લક્ષમી અનન્ય મનથી રમતી હતી. મહારાજા મહાસેનને અતિ મનેહર મુખલક્ષમીવડે ચંદ્રને વિજય કરનારી અને સંપૂર્ણ લક્ષણવાળી લક્ષ્મણ નામે પત્ની હતી. એ સુંદર સ્ત્રી સર્વ અંગમાં અતુલ્ય લાવણ્યને તથા રૂપને ધારણ કરતી હતી, અને દૃષ્ટિથી તેમજ વાણીથી અમૃતને જ વરસાવતી હતી. અતિ મંદમંદ ચાલતી એ રમણી, પગલે પગલે પ્રફુલ્લિત સ્થળે કમળને આપતી હોય તેમ જણાતી હતી. કુટિલતા માત્ર તેની ભ્રકુટીમાં અને ગતિમાં હતી પણ ચિત્તમાં નહતી, અને તુચ્છતા માત્ર તેના મધ્ય ભાગમાં હતી, પણ બુદ્ધિ સંપત્તિમાં નહોતી. તેને માટે શીલગુણ સેનાપતિની જેમ તેનાં સર્વાતિશાયી ગુણેની સેનાને અલંકૃત કરતે હતે. આ તરફ વૈજયંત વિમાનમાં રહેલે પદ્મરાજાને જીવ તેત્રીશ સાગરોપમના આયુષ્યને પૂર્ણ કરી ત્યાંથી ચવીને ચૈત્ર માસની કૃષ્ણ પંચમીને દિવસે ચંદ્ર અનુરાધા નક્ષત્રમાં આવતાં લક્ષમણાદેવીની કુક્ષિમાં અવતર્યો. તે વખતે સુખે સુતેલા લક્ષમણદેવીએ તીર્થકરના જન્મને સૂચવનારાં ચૌદ મહા સ્વપ્ન જોયાં અને રત્નગર્ભા પૃથ્વીની જેમ રત્નના સર્વસ્વ જેવાં ઉજજવળ અલક્ષિત ગર્ભને લક્ષ્મણદેવીએ સુખેથી ધારણ કર્યો. અનુક્રમે પષ માસની કૃષ્ણ દ્વાદશીએ ચંદ્ર અનુરાધા નક્ષત્રમાં આવતાં તે મહાદેવીએ ચંદ્રના ચિન્હવાળા ચંદ્રવણ પુત્રરત્નને જન્મ આપે. તે વખતે આસનકંપથી આઠમા અહં તને જન્મ જાણીને છપ્પન દિકુમારીએાએ આવી સૂતિકાકર્મ કર્યું. પછી જન્મસ્નાત્ર કરવાને ઈચ્છતે સૌધર્મેદ્ર દેવતાઓના પરિવારયુક્ત ૧ દેહને મધ્ય ભાગ-કટીપ્રદેશ તે તુ—અલ્પ હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy