SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦ ] પ્રભુ પ્રત્યે શદ્રની સ્તુતિ [ પર્વ ૩ જું “પ્રભાવથી જ કરે છે. હે પ્રભુ! તમારા સર્વ કલ્યાણકને અવસરે તમે નારકીઓને પણ સુખ “આપે છે તે તિર્યંચ, નર અને દેવતાઓને સુખ આપનાર તમે કેમ ન થાઓ? તમારા જન્મોત્સવને સમયે ત્રણ જગતમાં જે ઉઘાત થયો છે તે ભવિષ્યમાં ઉદય પામનારા કેવળ “જ્ઞાનરૂપ સૂર્યને અરૂણોદય છે એમ જણાય છે. હે પરમેશ્વર ! જાણે તમારા પ્રસાદના સંપ“કંથી થયેલી હોય તેમ આ સર્વ દિશાએ હમણું પ્રસન્ન થયેલી છે. તે પવિત્ર આકૃતિવાળા “પ્રભુ! હમણા આ પવને પણ સુખકારી વાય છે, કારણકે તમારા જેવા સુખદાયક પ્રભુ “પ્રગટ થતાં જગમાં પ્રતિકૂળ વર્તનાર કેણ થાય છે? હે પ્રભુ! અમારા પ્રમાદને ધિક્કાર છે. “કે જેને આપના જન્મસમયની ખબર ન પડી અને આ અમારા આસને ને ધન્ય છે કે “જેઓએ ચળાયમાન થઈને તમારા જન્મકલ્યાણકની અમને ખબર જણાવી. હે પ્રભુ! નિયાણું “બાંધવું એ નિષિદ્ધ છે, તે પણ “તમારા દર્શનનું ફળ મને તમારી ભક્તિરૂપેજ નિરંતર “ઘાએ” એવું નિયાણું હું બાંધું છું.” આ પ્રમાણે સ્તુતિ કરીને શકઈ પ્રભુને લઈ સત્વરપણે આવીને પ્રભુને પૃથ્વીદેવીની પડખે અલક્ષિતપણે જેમ હતા તેમ મૂકી દીધા. પ્રાતઃકાળે પ્રતિષ્ટ રાજાને પુત્ર જન્મની વધામણી મળતાં કારાગૃહમાંથી બંદીવાનને મૂકાવવા વિગેરે અદ્દભૂત કૃત્યથી પ્રાણીઓને પ્રસન્ન કરતા રાજાએ તે વખતે આનંદ ફળના વૃક્ષરૂપ મોટે મહોત્સવ કર્યો. પ્રભુ ગર્ભમાં હતા તે વખતે તેમની માતા સારા પાર્શ્વ (પડખા) વાળાં થયાં, તેથી પ્રતિષ્ટ રાજાએ પ્રભુનું સુપાર્શ્વ એવું નામ પાડયું. ઈંદ્ર અંગુઠામાં સંક્રમાવેલ અમૃતનું પાન કરનારા પ્રભુ વધવા લાગ્યા, કારણ કે અમૃતનું જ ભેજન કરનારા અહંત પ્રભુએ સ્તનપાન કરતા નથી. શિશુવયને લાયક એવી ચપળતાવડે ખેાળામાંથી વારંવાર ઉતરી જતા પ્રભુ પિતાની ધાવ્યમાતાને વારંવાર છેતરતા અનેક પ્રકારે ક્રીડા કરવા લાગ્યા. પણ કરીને ક્રીડા કરતા મનુષ્યનું રૂપ ધરનાર દેવતાએને પ્રભુ લીલામાત્રથી જીતી લેતા હતા. કીડામાં પણ પ્રભુની આગળ ઇદ્ર શું માત્ર છે! વિચિત્ર કીડાઓથી કામી પુરૂષ જેમ રાત્રીને નિર્ગમન કરે તેમ પ્રભુએ પિતાનું શિશુવય નિર્ગમન કર્યું. પછી બસે ધનુષ્ય ઊંચી કાયાવાળા અને સર્વ લક્ષણે એ લક્ષિત એવા પ્રભુ રૂપસંપત્તિના આભૂષણ રૂપ યૌવનવયને પ્રાપ્ત થયા. પિતાના માતાપિતાની દાક્ષિણ્યતાથી જગત્પતિએ રાજપુત્રીઓની સાથે પાણિગ્રહણ કર્યું. શ્રેયના સ્વામીએ પણ માતાપિતાનું શાસન માન્ય કરે છે. ભાગ્યકર્મ ખપાવવાને માટે પ્રભુ રમણીઓની સાથે રમવા લાગ્યા. ભગવંતે કર્મને ઉછેદ કરવાને તત્પર હોય છે. પાંચ લાખ પૂર્વ કૌમાર વયમાં વ્યતીત થયા પછી પિતાએ આરોપણ કરેલા ભૂમિભાર (રાજ્ય) ને પ્રભુએ ઉપાડી લીધો પૃથ્વીનું પાલન કરતાં તેમણે વિશ પૂર્વાગે અધિક એવા ચૌદ લાખ પૂર્વ નિર્ગમન કર્યા. પછી પ્રભુનું મન સંસારમાંથી વિરક્ત છે એમ જાણીને લેકાંતિક દેવતાઓ બ્રહ્મ દેવલેકમાંથી પ્રભુની પાસે આવ્યા. “હે પ્રભુ! તમે જે કે સ્વયં બુદ્ધ હોવાથી કેઈનાથી બોધ પામતા નથી પણ ભક્તિ વડે અમે આપને સ્મરણ કરાવીએ છીએ, તેથી હે નાથ! ધર્મતીર્થને પ્રવર્તાવે.” એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy