________________
સર્ગ ૩ જે. એક પુત્ર માટે બે શોને કઇએ.
(૩૩) - તે દરમિયાન કેઈ ધનાઢ્ય વ્યાપારી પિતાની બે સરખી વયની સ્ત્રીઓને સાથે લઈને વ્યાપાર કરવાને માટે નગરીથી દૂર દેશાંતર ગયે. માર્ગમાં તેની એક પત્નીએ પુત્રને જન્મ આપે, તે પુત્રને બને સપત્નીઓ (શે) એ સમદ્રષ્ટિએ ઉછેરીને માટે કર્યો. પરંતુ એ વ્યાપારી દેશાંતરમાંથી ધન ઉપાર્જીને પાછા ફરતાં માર્ગમાં જ મૃત્યુ પામ્યા. “દૈવ
ગતિ મહા વિષમ છે.” શેકથી અશ્રને વર્ષાવતી દીન થઈ ગયેલા મુખવાળી બન્ને સ્ત્રીઓએ પિતાના પતિને અગ્નિસંસ્કાર કરાવીને ઔધ્વદેહિકક્રિયા કરી. પછી તે મહેલી એક કપટવાળી
સ્ત્રી “આ પુત્ર અને ધન મારાં છે એમ કહેતી પુત્રની ખરી માતાની સાથે કજીઓ કરવા લાગી. તેમાંથી એક ખરી પુત્રમાતા, પુત્ર અને ધનનું ક્ષેમ અને બીજી કપટી માતા પુત્ર અને ધનને વેગ ઈચ્છતી હતી. તે બને ત્યાંથી સત્વર અયોધ્યા નગરીમાં આવી. ત્યાં તે બન્નેએ પોતાના કુળમાં, બીજ કુળમાં અને ન્યાયના ધર્માસન પાસે પણ ફરિયાદ કરી, પરંતુ તેઓને કજીએ તેનાથી જરા પણ પત્ય નહીં. ત્યાંથી વિવાદ કરતી તે બન્ને રાજા પાસે આવી. રાજાએ સભામાં બોલાવીને તેમને વાદનું કારણ પૂછ્યું. પ્રથમ પુત્રની અપર માતાએ રાજાને કહ્યું–“હે મહારાજા! આ અમારે કજીએ આ નગરમાં સર્વ ઠેકાણે કહેવામાં આવે છે. પણ કોઈએ તેને ઉછેર કર્યો નથી. કારણ કે દુઃખથી બીજા કોણ દુઃખી થાય ? પૃથ્વીમાં પરસુખે સુખી અને પરદુઃખે દુઃખી એવા તે આપ ધર્મરાજા છે, તેથી વ્યાજબી ન્યાય મળશે એમ ધારીને હું આપને શરણે આવી છું. આ માટે ઔરસ પુત્ર છે ને મેં આને સરખી રીતે ઉછેર્યો છે, તેથી આ સર્વ ધન પણ મારું જ છે, કારણકે જેને પુત્ર તેનું જ ધન કહેવાય.” પછી પુત્રની ખરી માતા બલી હે કપાળ રાત! આ પુત્ર અને ધન માાં છે. આ મારી શેક સંતાન વગરની છે. તે દ્રવ્યના લેભથી મારી સાથે કલેશ કરે છે. પ્રથમ મારા પુત્રનું મારી સાથે એ પણ પાલન કરતી હતી. તે વખતે મેં સરલતાથી તેને તેમ કરતી અટકાવી નહીં, તેથી અત્યારે સ્નેહથી પગ પાસે સુવાડતાં ઓશીકાને પકડનારી થઈ પડી છે. માટે હે મહારાજા ! આપ ન્યાય કરવા સજજ થાઓ, આ કજીએ આપને જ પતાવવો જોઈશે. રાજા તપાસ કરીને વા તપાસ કર્યા વગર જે કાંઈ ફેસલે આપે છે તે પ્રાયે ફરતે નથી.” આ પ્રમાણે બન્ને સ્ત્રીઓ કહી રહી ત્યારે રાજા બોલ્યો-“આ બે સ્ત્રીએ જાણે એક ડીંટમાંથી ચ્યવી હોય તેમ બરાબર સરખી છે. બન્ને સ્ત્રીએ જ્યારે વિસદ્દશ રૂપવાળી હોય ત્યારે જેની સાથે પત્રની આકૃતિ મળતી આવે તેને એ પત્ર છે એમ અનમાન કરી શકાય, પણ આ પુત્ર તો બન્નેના આકાર સાથે મળતે છે, તેથી એ અનુમાન પણ થઈ શકે તેમ નથી. વળી આ બાળક બેલી પણ જાણતો નથી, તે પછી આ માતા છે, ને આ વિમાતા છે એવા જ્ઞાનની તે વાત જ શી કરવી! ” આ કજીયાને નિર્ણય કરવામાં ચકિત થઈ એ પ્રમાણે કહેતા એવા રાજાને વિચારમાંને વિચારમાં નિત્ય કૃત્ય કરવાને મધ્યાન્હ કાળ થઈ ગયો. પછી સભાસદોએ કહ્યું-“હે પ્રભુ ! આ બન્નેને વિવાદ વજાગ્રંથીની જેમ દુભેવ હોવાથી છમાસે પણ અમારાથી તે ભેદી શકાણે નથી, માટે હાલ આપના નિત્યકૃત્યને વખત થયે છે તો તે નિગમન થવો ન જોઈએ. ક્ષણ પછી ફરીવાર વળી આપ આ વિવાદને માટે વિચાર કરજે.” “ભલે એમ કરે' એમ કહી રાજાએ સભા વિસર્જન કરી, અને તે પછી નિત્યના કૃત્ય કરી તે અંતઃપુરમાં ગયા. ત્યાં મંગળાદેવીએ વિજ્ઞપ્તિ કરી કે “હે સ્વામી ! મધ્યાન્હ કૃત્યને માટે આજે અતિવેળા કેમ થઈ?” રાજાએ એ બન્ને સ્ત્રીઓના વિવાદને વૃત્તાંત રાણીને કહી બતાવ્યું, એટલે ગર્ભના પ્રભાવથી
B - 5
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org