________________
(૩૨) મેઘરાજાનું વર્ણન.
પર્વ ૩ જુ. રાજકુમાર રાજના જેમ દૃઢપણે દીક્ષાનું પ્રતિપાલન કર્યું, તે સાથે વીશ સ્થાનકોમાંથી કેટલાએક સ્થાનકે આરાધીને તેણે ઉજજવળ એવું તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. ઘણું કાળ પર્યત વિહાર કરી છેવટે અનશનથી કાળ કરીને વિજયંતવિમાનમાં મહદ્ધિક દેવતાપણે ઉત્પન્ન થયે.
આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રની અંદર મોટી સંપત્તિઓના સ્થાનરૂપ વિનીતા નામે નગરી છે. જાણે બીજા દ્વીપમાંથી ચંદ્રના બિંબ લાવીને રચેલા હોય તેવા રૂપાને કાંગશથી એ નગરીની આસપાસ એક મેટે કિલ્લે શોભતું હતું. અનેક પ્રકારના રત્નના ભંડારરૂપ એ નગરીમાં રાજાઓએ રક્ષાને માટે એક બીજે રૂપાને કિલે કરેલો હતો, તે જાણે શેષનાગ કંડલાકારે થઈ તેની રક્ષા કરતો હોય તેમ જણાતો હતો. ત્યાં રહેલા ચુનાદાર મહેલોના રનના છજા ઉપર પડતાં ચંદ્રના પ્રતિબિંબને ગૃહના મા૨ દહીંનો પિંડ જાણીને ચાટતા હતા. ત્યાં ક્રીડાના શુકપક્ષીઓ ઘેર ઘેર “અહંતદેવ અને સાધુ ગુરૂ એમ પઢતા હતા, અને તેને જ સાંભળતા હતા. દરેક વાસગૃહમાં બાળવામાં આવતા અગરૂધુપમાંથી નીકળતી ધુમાડાની શ્રેણિઓ આકાશમાં તમાલ વૃક્ષના વનને દેખાવ વિસ્તારતી હતી. જળના રંટમાંથી ઉછળતા બિંદુઓથી છવાઈ રહેલા ત્યાંના ઉદ્યાની અંદર જાણે શીતથી ભય પામતા હોય તેમ સૂર્યકિરણે કદાપિ પેસી શક્તા નહિ. એ નગરીમાં ઈવાકુ વંશમાં તિલકરૂપ મેઘ નામે રાજા હતા, જે મહામેની પેઠે સર્વ જગતને આનંદ આપતા હતા. એ રાજાની રાસલક્ષમી યાચકેને કતાર્થ કરવાને માટે સદૈવ આપવામાં આવતી હતી, તે છતાં પણું નીકના જળની પેઠે તે અતિશય વૃદ્ધિ પામતી હતી. બીજા રાજાઓ આવીને પાંચ અંગથી પૃથ્વીને સ્પર્શ કરી મેઘરાજાને નમતા હતા અને વસ્ત્ર અલંકાર તથા રત્નાદિકના ભટણાથી તેનું અર્ચન કરતા હતા. મધ્યાન્હને સૂર્ય જેમ દેહની છાયાને સંકેચ કરે તેમ તેને પ્રસરતે પ્રતાપ શત્રુઓની લક્ષ્મીને સંકેચ કરતે હતે. મેટી સમૃદ્ધિથી, મોટી શક્તિથી અને મોટા પ્રભાવથી ચેસઠ ઇંદ્ર ઉપરાંત જાણે પાંસઠમે ઈદ્ર હેય તે તે રાજા જણાત હતા.
એ રાજાને માંગળિકના સ્થાનરૂપ મંગળા નામે પત્ની હતી. એ શીલવતી રાણી જાણે દેહધારી કુળલક્ષ્મી હોય તેવી જણાતી હતી. એ રાણી નિરંતર પિતાના પતિના હૃદયમાં રહેતી હતી, અને રાજા તેણના હૃદયમાં રહેતો હતો. વાસગૃહ વિગેરેમાં તે તેમને ફક્ત બહિરંગ માત્ર નિવાસ હતે. ગૃહમાં કે ઉદ્યાન વિગેરેમાં એ મહારાણી સંચાર કરતી, ત્યાં પણ પિતાના પતિનું દેવતાથી અધિક ધ્યાન કરતી હતી. એ વિશાળ વેચનવાળી કાંતાએ પોતાનાં રૂપ, લાવણ્ય અને સિાભાગ્યથી દેવાંગનાને તે દાસીરૂપ કરી હતી, અને પિતાના સુંદર મુખથી ચંદ્રને પણ દાસ કર્યો હતે. તેણીનું અધિક ઉજજવળ રૂપ અને લાવણ્ય આંગળી અને મુદ્રિકાની જેમ પરસ્પર એક બીજાને શોભાવતા હતા. ઈન્દ્રાણીની સાથે ઈદ્રની જેમ એ દેવી સાથે બેગ ભેગવતા એ રાજાને અક્ષયપ્રીતિ બંધાણી હતી.
હવે પુરૂષસિંહનો જીવ જે વૈજયંતવિમાનમાં ગયેલ છે તે તેત્રીશ સાગરોપમનું આયુષ્ય ભેગવી શ્રાવણ માસની શુકલ દ્વિતીયાને દિવસે મઘા નક્ષત્રમાં ચંદ્ર આવતાં ત્યાંથી અવીને મંગળાદેવીની કુક્ષિમાં અવતર્યો. તે વખતે મંગળાદેવીએ તીર્થકરના જન્મને સૂચવનારાં ગજેન્દ્ર વિગેરે ચેદ મહા સ્વપ્ન જોયાં, અને પૃથ્વી જેમ નિધાનને ગૂઢ રીતે ધારણ કરે તેમ મંગળાદેવીએ ત્રણ ભુવનના આધારરૂપ ગર્ભ ધારણ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org