________________
(૨૦).
અયોધ્યાપુરીનું વર્ણન.
પર્વ ૩ જુ. આ જ બુદ્વીપમાં ભરતક્ષેત્રની અંદર ઈદ્રની નગરી જેવી અધ્યા નામે પુરી છે. તે નગરીમાં ઘેરઘેર રહેલા મણિમય સ્તંભેમાં પ્રતિબિંબિત થયેલે ચંદ્રમા સ્થાવર પદાર્થોને પણ શૃંગારરૂપ દર્પણની શોભા આપે છે. ત્યાં દરેક ગૃહનાં આંગણામાં વૃક્ષો ઉપર કીડાની મયુરીઓએ ખેંચી ખેંચીને હારે લટકાવેલા છે, તેથી તે વૃક્ષે કલપવૃક્ષની જેવા જણાય છે. ત્યાં રહેલી ચેત્યેની શ્રેણીઓ કરતા ચંદ્રકાંત મણિઓથી ઝરણાવાલા મોટા પર્વતની લીલાને વિસ્તારે છે. ચૈત્યની આગળ રત્નથી બાંધી લીધેલી પૃથ્વીઓમાં તારાઓનાં પ્રતિબિંબ પડે છે, તે દેવતાઓએ મૂકેલી પુપાંજલિ જેવા શોભે છે. જેમાં બાલલલનાઓ ખેલી રહેલી છે એવી ગૃહવાપિકાએ જેમાંથી અપ્સરાઓ નીકળે છે એવા ક્ષીરસમુદ્રની લહમીને હરી લે છે. તેમાં કંઠ સુધી મગ્ન થયેલી ગેર અંગવાળી સ્ત્રીઓના મુખેથી એ વાપિકાઓ સુવર્ણના કમળાળી ક્ષણવાર દેખાય છે. નવીન મેઘથી પર્વત નીચેની ભૂમિઓની જેમ વિશાળ ઉદ્યાનેથી તે નગરીની બહારની ભૂમિઓ શ્યામ રંગ છવાઈ રહી છે. દેવકૃત મોટી ખાઈથી અષ્ટાપદ પર્વતની જેમ મનુષ્યકૃત મોટી ખાઈથી એ નગરીને કિલ્લે ચોતરફથી વીંટાઈ રહેલો છે. તે નગરીમાં સ્વર્ગને વિષે ક૯પવૃક્ષની જેમ ઘેરઘેર દાતાર પુરૂષો સુલભ છે, પણ યાચકે દુર્લભ થઈ પડ્યા છે.
એ નગરમાં ઈવાકુ વંશરૂપી ક્ષીરસમુદ્રમાં ચંદ્ર સમાન અને સર્વ શત્રુઓની લમીને સ્વયંવરપણે વરનાર સંવર નામે રાજા છે. આજ્ઞાથીજ સર્વ ભુવનતળને સાધનાર એ રાજાના મ્યાનમાંથી કૃપણના ખજાનામાંથી દ્રવ્યની જેમ કેઈવાર કૃપાણ-તરવાર બહાર પણ નીકળતી નથી. મોટી ભૂજાવાળા અને પિતાના ઉગ્ર પ્રતાપથી સમર્થ એવા એ રાજાએ એકચંદ્રવાળા આકાશની જેમ સમગ્ર પૃથ્વી એક છત્રવાળી કરી હતી. તેણે પૃથ્વીને દઢ રીતેજ ધારણ કરી હતી, નહીં તે દિગ્યાત્રામાં પ્રયાણ કરનાર એ રાજાનાજ સૈન્યના ભારથી પૃથ્વી સહસ્ત્ર રીતે ફાટી જાત. દિશાઓમાંથી દાસીની જેમ ખેંચીને આણેલી ચપળ એવી લક્ષ્મીને પણ તેણે પિતાના ગુણોથી કેદ કરેલી હતી. અન્ય રાજાઓના ઘણા દંડ તેની પાસે આવતા તે પણ તેમને કદાપિ ગર્વ થતો નહીં કારણ કે નદીઓના જળથી સમુદ્ર જરાપણ ગર્વ ધરતો નથી. પ્રસન્ન ચિત્તવાળે, હમેશાં નિર્લોભી અને પ્રમાદ રહિત એવે એ રાજા ધનાઢ્ય અને દરિદ્રીમાં મુનિની જેમ સમદષ્ટિએ વર્તાતે હતે. તે પ્રજાને ધર્મને માટે શિક્ષા કરતો પણ ધનની ઈચ્છાથી કરતે નહીં અને પ્રજાના રક્ષણ માટે શત્રુઓને શિક્ષા કરતે પણ દ્વેષબુદ્ધિથી કરતે નહીં. એક તરફ રાજ્યનાં તમામ કાર્યો અને એક તરફ ધર્મનું કાર્ય એમ ત્રાજવાની માફક સમભાગે તે પિતાના આત્મામાં ધારણ કરતે હતે.
એ સંવર રાજાને સીદ્ધાથ નામે રાણી હતી. શુદ્ધ વંશમાં ઉત્પન્ન થયેલી અને ગુણેથી મનહર તે રાણી અંતઃપુરના આભૂષણરૂપ ગણાતી હતી. વિલાસવડે મંદ એવી ગતિથી અને ઘણી મધુર વાણીથી એ મધુર આકૃતિવાળી રાણી રાજહંસીના જેવી શોભતી હતી. પવિત્ર લાવણ્યની સરિતારૂપ એ રમણીનાં મુખ, નેત્ર, હાથ અને ચરણકમળનાં જેવાં મનોહર હતાં, નેત્રરૂપી કમળમાં જાણે ઈન્દ્રનીલ મણિમય હેય, દાંતમાં જાણે મોતી જડેલાં હોય, અધર પલ્લવમાં જાણે પરવાળાથી વ્યાપ્ત હોય, નખેમાં જાણે પરાગ મણિથી પ્રચુર હોય, અંગ ઉપર જાણે સુવર્ણમય હાય અને સર્વ અંગે જાણે રત્નમય હોય એવી એ મહારાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org