________________
( દ્વિતીય સર્ગ. )
શ્રી અભિનંદન સ્વામી ચરિત્ર, ગુણરૂપી વૃક્ષની સમૃદ્ધિને વધારનાર અને જગને આનંદ કરનાર સંવરરાજાને પુત્ર શ્રી અભિનંદન સ્વામીને હું વંદન કરૂં છું. ભવ્યજનોની મેહનિદ્રાને નાશ કરવામાં પ્રાતાકાળરૂપ અને તત્વજ્ઞાનરૂપી અમૃતના કુંભરૂપ તે પ્રભુનું ઉજજવળ ચરિત્ર હવે કહું છું.
આ જંબુદ્વીપના પૂર્વ વિદેહમાં માંગળિક કાર્યોના ઉત્પત્તિસ્થાન તુલ્ય મંગલાવતી નામે એક સુંદર વિજય છે. તેમાં સમુદ્રની પેઠે સર્વ રત્નની ખાણ અને પૃથ્વીના મસ્તક પર રત્નરૂપ રત્નસંચયા નામે સર્વ નગરીઓમાં રત્ન સમાન નગરી છે. તેમાં લહમીથી કુબેર જે અને બળથી જણે બીજે મહાબલ હોય તે મહાબલ નામે રાજા રાજ્ય કરે છે. ગંગા, સિંધુ અને રોહિતાશા નામની ત્રણ નદીઓથી જેમ હિમાચલ શોભે તેમ ઉત્સાહ, મંત્ર અને પ્રભુતા એ ત્રણ શકિતઓથી તે શોભતો હતે. ચાર દાંતથી યુવાન ગજેદ્રની જેમ શત્રુવર્ગને જીતનારા ચાર ઉપાયથી તે પ્રકાશિત રહ્યો હતો. બુદ્ધિને નિધિ એ રાજા અરીહંત દેવને, સાધુ ગુરૂને અને જિનપજ્ઞ ધર્મને જ હમેશાં માનતા હતા. દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારનું ધર્મમાં તે હમેશાં રમતો હતો, કારણ કે મહાપુરૂનું પુણ્ય પુણયાનુબંધી જ હોય છે.
આવે તે વિવેકી મહારાજા સર્વ ઠેકાણે અનિત્યતા જાણી અને સંસારથી ઉદ્વેગ પામી ફક્ત દેશમાત્ર આશ્રયના ત્યાગી એવા શ્રાવકધર્મના આરાધનથી સંતુષ્ટ થયે નહીં, તેથી ઈદ્રિયને દમન કરનારાઓમાં શ્રેષ્ઠ એવા તેણે વિમલસૂરિના ચરણ પાસે આવી સર્વવિરતિપણું અંગીકાર કર્યું. સાધુપણે વિચરતો એ રાજા દુર્જનેની નિંદાથી હૃદયમાં ખુશી થતાં હતો અને સજજનેએ કરેલી પૂજાથી ઉલટે લજજા પામતું હતું. પાપી લેકે તેને કલેશ પમાડતા તે પણ તે જરા પણ ઉદ્વેગ પામતે નહીં, અને મોટા લોકે પૂજા કરતા તે પણ જરા પણ ગર્વ ધરતે નહીં. રમણીય ઉદ્યાન વિગેરેમાં વિહાર કરતે પણ તેમાં તેને રાગ તે નહીં અને સિંહ, વ્યાધ્ર વિગેરેથી ભયંકર અરણ્યમાં વિહાર કરવામાં તેને વિરાગ થતે નહીં. હેમંતઋતુમાં હિમ પડવાથી ગહન રાત્રીઓને હાથીના આલાનસ્તંભની જેમ નિશ્ચળપણે કાયેત્સર્ગ કરીને નિર્ગમન કરતો હતો. સૂર્યની ગરમીથી ભયંકર શ્રીમતુમાં તડકે રહીને કાઉસગ્ન કરતાં છતાં પણ અગ્નિથી પવિત્ર કરેલા વસ્ત્રની જેમ તે ચળકો હતે. વર્ષાગતુમાં હાથીની પેઠે ધ્યાનવડે બે નેત્રને સ્થિર કરી વૃક્ષ નીચે પ્રતિમા ધારણ કરીને તે રહેતે હતે. જેમ અણુરહિત પુરૂષ વ્યાપારમાં ધન એકઠું કરે તેમ એકાવળી અને રત્નાવળી વિગેરે અનેક પ્રકારનાં તપ કરીને તપસંપત્તિ તેમણે મેળવી હતી. તેમણે વિશસ્થાનકેમાંના કેટલાએક સ્થાનકેના આરાધનવડે છેવટે તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું, અને દીર્ઘકાળ પર્યત વ્રત પાળી અનશન લઈ મૃત્યુ પામીને વિજય વિમાનને વિષે મહદ્ધિક દેવતા થયા.
૧ શામ, દામ, ભેદ અને દંડ. ૨ કાઉસગ્ન કરીને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org