________________
૩૩૨] દત્તવાસુદેવે કરેલ દિગ્વિજય
[પર્વ ૬ ડું બંને ભાઈ ક્ષીરદધિ અને કાલેદધિ સમુદ્રની જેવા દેખાવા લાગ્યા, છવીશ ધનુષ્ય ઉંચી કાયાવાળા તેઓ યૌવનવયને પ્રાપ્ત થયા. નીલ અને પીત વસ્ત્રને ધારણ કરતા અને ગરૂડ તથા તાડના ચિન્હને રાખતા તે બંને ભાઈએ જેષ્ઠ કનિષ્ઠ છતાં જાણે સમાન વયના હોય તેમ સાથે ને સાથે ફરતા હતા.
એકદા ભરતાદ્ધના સ્વામી અને સમર્થ એવા પ્રસ્બાદ પ્રતિવાસુદેવે, નંદન અને દત્તની પાસે ઐરાવણ જે હાથી છે એવું સાંભળીને તેની માગણી કરી. જ્યારે તેમણે એ ગજેંદ્રને આપે નહીં ત્યારે પ્રતિવાસુદેવ મલ્હાદ તિરસ્કાર કરેલા સિંહની જેમ અતિશય કે પાયમાન થયો. પછી જેમ વનના બે ગજેદ્રો હોય તેમ વાસુદેવ અને પ્રતિવાસુદેવ ક્રોધ કરી સર્વ યુદ્ધસામગ્રી લઈને પરસ્પર યુદ્ધ કરવા માટે સામસામા ચડી આવ્યા. પ્રહાદના સૈન્ય સામા સૈન્યને ક્ષણવારમાં દીન દશાને પમાડી દીધું, એટલે નંદર અને દત્ત બંને રથમાં બેસી યુદ્ધ કરવાને ચાલ્યા. દત્તે શત્રુઓના બળને હણનારા પંચજન્ય શંખને કુંક અને જયકુંજરના વાત્રરૂપ શા ધનુષ્યને ટંકાર કર્યો. તે સાંભળી અલ્લાદ પણ ધનુષ્યના ટંકારથી દિશાઓને ગજાવતા અને ભુજદંડને દઢ કરતો રણભૂમિમાં આવ્યો. હરિ અને પ્રતિહરિ બંને રોષથી બાણને છોડવા લાગ્યા અને પરસ્પર વિજયની ઈચ્છાએ એકબીજાના બાણને છેદવા લાગ્યા. છેદ કરવામાં ચતુર એવા બંને વીર પરસ્પરનાં ગદા, મુદુગર અને દંડ વિગેરે બીજા આયુધાને પણ છેદવા લાગ્યા. પછી ક્રોધ પામેવા પ્રહાદે પ્રલયકાળના સૂર્યની જેવું તેજપુંજથી ભરપૂર અને સેંકડે જવાળાઓની માળાવડે વ્યાપ્ત એવું ચક્ર આકાશમાં જમાડીને વાસુદેવ ઉપર મૂક્યું, પરંતુ તેની સમીપ આવતાં તે ચક્ર નિષ્ફળ થયું; એટલે વાસુદેવે તે ચક્ર હાથમાં લઈ અલ્લાદ ઉપર મૂકયું, જેથી તેનું મસ્તક તત્કાળ છેદાઈ ગયું. પછી દત્તવાસુદેવે દિવિજય કરી ભરતાદ્ધને સાધી લીધું, અને કોટીશિલા ઉપાડીને તે આ ભરતના સાતમા અદ્ધચક્રી થયા. કૌમારવયમાં નવસો વર્ષ, માંડળિકપણામાં અને દિગ્વિજયમાં પ્રત્યેકમાં પચાસ પચાસ વર્ષ અને વાસુદેવપણામાં ૫૫૦૦૦ વર્ષ-એમ બધા મળી છપ્પન હજાર વર્ષનું આયુષ્ય નિગમન કરી દત્તવાસુદેવ પાપકર્મના વશપણથી પાંચમી નરકભૂમિમાં ગયા.
પિતાના લઘુભાઈ દત્તવાસુદેવને અવસાનકાળ થયા પછી પાંસઠ હજાર વર્ષના આયુષ્યવાળા નંદન બળભદ્દે બાકીને કાળ માંડમાંડ પૂરો કર્યો. પ્રાંતે ભાઈના મૃત્યુથી અને ઘણી વિભાવનાથી વૈરાગ્યવાન થયેલ નંદન બલભદ્ર દીક્ષા લઈ નિરતિચાર તીવ્ર વ્રત પાળીને સિદ્ધિ પદમાં પ્રતિષ્ઠા પામ્યા, અર્થાત મોક્ષે ગયા.
इत्याचार्यश्रीहेमचद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये षष्ठे पर्वणि
नदनदत्तप्रल्हादचरितवर्णनो नाम पंचमः सर्गः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org