________________
સર્ગ ૫ મો. మాయదయడయయం નંદન બલભદ્ર, દત્ત વાસુદેવ અને પ્રહાદ પ્રતિવાસુદેવનું ચરિત્ર.
હવે શ્રી અરનાથ પ્રભુના તીર્થમાં થયેલા દત્ત, નંદન અને પ્રહાદ નામે વાસુદેવ, બલભદ્ર અને પ્રતિવાસુદેવનું ચરિત્ર કહેવામાં આવશે. આ જંબુદ્વીપના પૂર્વ વિદેહક્ષેત્રમાં તેના આભૂષણ જેવી સુસીમા નામે નગરી છે. તેમાં વસુંધર નામે રાજા હતા. તે ચિરકાળ પૃથ્વીનું પાલન કરી સુધમ મુનિની પાસે વ્રત લઈ મૃત્યુ પામીને બ્રહ્મદેવલોકમાં દેવતા થયે.
આ જબૂદ્વીપના દક્ષિણ ભરતાદ્ધમાં શીલપુર નગરને વિષે અંદરથીર નામે એક રાજા હતું. તેને ગુણરત્નને સાગર, પરાક્રમી અને મિત્રરૂપ કમલમાં સૂર્ય સમાન લલિતમિત્ર નામે પુત્ર હતા. ખેલ નામના મંત્રીએ, કુમાર લલિતમિત્ર ગર્વિષ્ટ છે એવું જણાવી તેને ભાઈને યુવરાજપદ ઉપર બેસાડી દીધે. આ પરાભવથી વિરક્ત થયેલા લલિતમિત્રે ઘોષસેન મુનિની પાસે દીક્ષા લીધી. તે દુર્મદ કુમારે તપસ્યા કરતાં એવું નિયાણું બાંધ્યું કે “આ તપના પ્રભાવવડે તે ખેલ મંત્રીને વધ કરનાર થાઉં.' આવા નિયાણની આલોચના કર્યા વગર તે કાળધર્મને પામી સૌધર્મ દેવલેકમાં પરમ મહદ્ધિક દેવતા થ.
પેલે ખલમંત્રી ચિરકાળ ભવાટવીમાં ભમી આ જંબૂદ્વીપમાં વૈતાઢયગિરિ ઉપર ઉત્તર શ્રેણીમાં તિલપુર નામના નગરમાં વિદ્યાધરને ઈંદ્ર પ્રહાદ નામે પ્રતિવાસુદેવ થયે.
આ જંબુદ્વીપના દક્ષિણ ભરતાદ્ધમાં વારાણસી નામે નગરી છે. તે જાણે પિતાની સખી હેય તેમ ગંગા નદીથી આશ્રિત થયેલી છે. તે નગરીમાં તેજવડે અગ્નિ સમાન અને પરાક્રમથી સિંહ સમાન અગ્નિસિંહ નામે ઈવાકુવંશી રાજા હતા. તેને યશરૂપી હંસ શૌર્ય અને વ્યવસાય રૂ૫ બે પાંખેવડે જગતમાં નિરંતર પરિભ્રમણ કરવાથી વિરામ પામતે નહીં. રણભૂમિમાં લીલામાત્રમાં તેણે નમાવેલું ધનુષ્ય જોઈને જાણે તેની મર્યાદા ધારતા હોય તેમ સર્વ શત્રુરાજાઓ નમી જતા હતા. તેના બલવાન ભુજરૂપ સ્તંભ સાથે દૃઢ ગુણવડે બંધાયેલી લક્ષમી હાથિણીની જેમ સ્થિરતાને પામી હતી. રૂપસંપત્તિથી અશેષ ભુવનની સ્ત્રીઓને જીતનારી જયંતી અને શેષવતી નામે તેને બે પત્નીએ હતી. વસુંધર રાજાને જીવ જે દેવતા થયે હતે તે પાંચમા દેવકથી ચવને મહાદેવી જયંતીના ઉદરમાં અવતર્યો. અનુક્રમે ચાર વોએ સૂચવ્યું છેરામાવતાર જેને એ નંદન નામે તેણે પુત્ર પ્રસવ્ય, લલિતમિત્રને જીવ સૌધર્મ દેવલોકમાંથી ચવી શેષવતીના ઉદરમાં અવતર્યો. સાત વખે સૂચવે છે વાસુદેવ અવતાર જેને એ દત્ત નામે તેણે પુત્ર પ્રસ. અનુક્રમે શ્વેત અને શ્યામ વર્ણવાળા તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org