SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ ] પરશુરામે પિતાની શીલભ્રષ્ટ માતાને કરેલ ઘાત [પર્વ ૬ હું હતા. એમ કરતાં કરતાં રેણુકા કામદેવના લીલાવન જેવા સુંદર યૌવનવયને પ્રાપ્ત થઈ. પછી સાક્ષાત્ અગ્નિને વળાયમાન કરીને તેની સાક્ષીએ જમદગ્નિ મુનિ પાર્વતીને શિવ પરણે તેમ રેણુકાને વિધિથી પર. ઋતુકાળ પ્રાપ્ત થતાં મુનિએ રેણુકાને કહ્યું કે “તારે માટે એ ચરૂ સાધું કે જેથી સર્વ બ્રાહ્મણમાં અગ્રેસર એ એક પુત્ર તને થાય.” રેણુકા બોલી–“હસ્તિનાપુરમાં અનંતવીર્ય રાજાની જે પત્ની છે તે મારી બહેન થાય છે, તેથી તેને માટે પણ એક ક્ષત્રિય ચરૂ સાધે. પછી પિતાની સ્ત્રીને માટે બ્રાહ્મણ ચરૂ અને સાળીને માટે ક્ષત્રિય ચરૂ પુત્રપ્રાપ્તિ માટે તેણે સાધ્યા અને તે બંને ચરૂ રેણુકાને આપ્યા. રેણુકાએ વિચાર કર્યો કે “હું તે અરણ્યની મૃગલી જેવી છું, તે પુત્ર પણ તે ન થાઓ.” આવું વિચારી તેણે ક્ષત્રિય ચરૂનું ભક્ષણ કર્યું અને પોતાને બ્રાહ્મણ ચરૂ તે બહેનને આપ્યો. તેથી તે બનેને એક એક પુત્ર થયે. રેણુકાને રામ નામે અને તેની બહેનને કૃતવીર્ય નામે પુત્ર થયે. એક વખતે અતિસાર (ઝાડા)ને પગવાળો કોઈ વિદ્યાધર ત્યાં આવ્યો. અતિસાર રોગની પીડાથી તે આકાશગામી વિદ્યા ભૂલી ગયું હતું. રેણુકાના પુત્ર રામે ઔષધેપચારથી પિતાના બંધુની જેમ તેની બરદાસ્ત કરી, તેથી પ્રસન્ન થઈ તેણે રામને પરશુ વિદ્યા આપી. શરકટને વનમાં જઈને રામે તે વિદ્યા સાધી, ત્યારથી રામ પરશુરામ એવા નામથી પ્રખ્યાત થયે. એક વખતે પિતાની બહેનને મળવાને ઉત્કંઠિત રેણુકા પતિની રજા લઈ હસ્તિનાપુર ગઈ. પ્રેમને કાંઈપણુ દૂર નથી. પોતાની સાળી તરીકે લાડ કરાવતાં અનંતવી ચપળ લેશનવાળી રેણુકા સાથે એકદા રતિક્રીડા કરી. “કામદેવ અત્યંત નિરંકુશ છે. પછી તો અહલ્યા સાથે ઇંદ્રની જેમ તે ઋષિપત્નીની સાથે રાજા નિરંતર ઈચ્છાનુસાર રતિસુખ અનુભવવા લાગ્યું. કેટલેક કાળે ઉતથ્ય મુનિની સ્ત્રી મમતાને બૃહસ્પતિથી થયે હતું તેમ અનંતવીર્યથકી રેણુકાને એક પુત્ર ઉત્પન્ન થયેલ. જમદગ્નિ તે પુત્ર સહિત રેણુકાને પિતાને ઘેર તેડી લાવ્યા. “પ્રાયઃ શ્રીલુખ્ય જનો તેનાં દેષને જોતા નથી.” પિતાની માતાને પુત્ર સહિત જોતાં પરશુરામને કોપ ચડ્યો; તેથી અકાળે ફળિત થયેલી વલ્લીની જેમ તેને તેણે પુત્ર સહિત ફરશીથી છેદી નાખી. તેની બહેને આ વૃત્તાંત અનંતવીર્યને કહ્યો; એટલે પવનથી અગ્નિની જેમ તેને કેપ ઉદ્દીપન થયો. તેથી અવાર્ય ભજવીર્યવાળા અનંતવીચે જઈને ઉન્મત હાથીની જેમ જમદગ્નિના આશ્રમને ભાંગી નાખે, અને તાપસને ત્રાસ પમાડી તેના ગાય વિગેરે પદાર્થો લઈ કેશરીસિંહની જેમ મંદમંદ ગતિએ તે ત્યાંથી પાછો વળ્યો. ત્રાસ પામેલા તપસ્વીઓને કેળાહળ અને તે વૃત્તાંત સાંભળી જાણે સાક્ષાત્ યમરાજ હોય તેમ પરશુરામ ક્રોધ કરીને ત્યાં દેડી આવ્યા. સુભટના સમૂહ વચ્ચે સંગ્રામ કરવાને કૌતુકી એવા અનંતવીર્યન, જમદગ્નિના પુત્ર પરશુરામે પોતાની દારૂણ ફરશીથી દારૂ (કાષ્ટ)ની જેમ ખંડ ખંડ કરી નાંખ્યા. પછી પ્રધાન પુરૂષોએ મળીને લઘુવય છતાં પણ મહા વીર્યવાન કૃતવીર્યને રાજ્યપર બેસાડ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy