SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૨ દે ] વીરભદ્રનું દેવલોકમાં જવું [ ૩૨૧ વિદ્યાધરની રત્નપ્રભા નામની પુત્રી સાથે પર અને વિલાસ ઉપવનાદિકમાં તેની સાથે સુખે રમવા લાગ્યું. એક વખતે તેની સાથે ક્રીડા કરવાની ઈચ્છાએ તે અહીં આવ્યો અને આચમન કરવા જવાનું બાનું બતાવી તેને અહીં એકલી મૂકી તે બીજે સ્થાનકે ચાલ્યો ગયો.” આટલી વાર્તા કહીને “હવે હું પણ અહીંથી જઈશ.” એમ કહી તે ઉભે થયે, એટલે રત્નપ્રભાએ પૂછયું કે-તે બુદ્ધદાસ અત્યારે ક્યાં છે?” “બાકીની કથા સવારે કહીશ.” એમ કહી તે ત્યાંથી ચાલ્યા ગયે. પછી તે ત્રણે સ્ત્રીઓ પિતાને ત્રણેને એક પતિ છે, એવું ધારી ઉચે પ્રકારે ઉચીસ પામવા લાગી.” કુંભ ગણધરે આટલું વૃત્તાંત કહીને શેઠને કહ્યું કે-“હે સાગર શેઠ! તે આ વામન પુરૂષ તારે જામાતા છે. તેણે ત્રણ સ્ત્રીઓના પતિ થઈને છેવટે તેઓને માત્ર કુતુહળથી વિરહ આપ્યો છે. તે વખતે વામને ગણધરને વંદના કરીને કહ્યું કે “તમે જ્ઞાનદ્રષ્ટિએ જોઈને જે કહ્યું તે બરાબર છે, તેમાં જરા પણ ફેર નથી.' બીજી પૌરષી પૂર્ણ થઈ એદલે કુંભગણધરે દેશના સમાપ્ત કરી. તેમની દેશના ત્યાં સુધી જ હોય છે. પછી સાગરણી ગણધરને નમી તે વામનની સાથે હર્ષ સહિત સુવતા ગણિનીને ઉપાશ્રયે આવ્યા. વામનને આવેલ જોઈ તે ત્રણે સ્ત્રીઓ તત્કાળ તેની પાસે આવી. “પ્રિયની વાર્તા કહેનાર કોને વહાલ ન લાગે?” સાગરદને કહ્યું-“હે વત્સ ! તમારા ત્રણેનો આ પતિ છે.” તેઓ બેલી- શી રીતે ?' ત્યારે શેઠે બધી વાર્તા કહી સંભળાવી. તે સાંભળી ગણિની સહિત સર્વે પરમ વિસ્મય પામ્યા. અંદર જઈને વામને પિતાનું વામન સ્વરૂપ છેડી દીધું. જે પ્રથમ અનંગસુંદરીએ જે હતો તે થઈને તેમની આગળ ઉભે રહ્યો. શ્યામપણું છોડીને ગૌરવણી થઈ રહ્યો. સર્વ સ્ત્રીઓએ ઉત્કંઠાપૂર્વક તેને ઓળખે. ગણિનીએ વીરભદ્રને પૂછયું કે-“તમારે આવું શા માટે કરવું પડયું ?' વીરભદ્રે કહ્યું–“ભગવતિ! હું ક્રીડા કરવાને માટેજ ઘેરથી નીકળ્યો હતો અને ક્રીડાને લીધે જ સ્ત્રીઓના વિરહ તરફ મારી ઉપેક્ષા હતી.” સુત્રતા ગણિની તાત્વિક વચન બેલ્યા કે–“દૂર દેશાંતરે, અરયમાં પર્વતમાં, સમુદ્રમાં, વાટમાં કે બીજે ગમે ત્યાં દુઃખના સ્થાનમાં પણ જે ધાર્મિક પુરૂષે જાય ત્યાં પણ પિતાના ઘરની જેમ તે અતુલ સુખ પ્રાપ્ત કરે છે. “સત્પાત્ર દાનના પ્રભાવથીજ ભેગ પ્રાપ્ત થાય છે એવું આહંત વચન છે, તો આ વીરભદ્ર કેને એવું દાન આપ્યું હતું, તે આપણે શ્રીઅરનાથ પ્રભુની પાસે જઈને પૂછીએ. એ સર્વે એ વિચાર કર્યો. પછી સુત્રતા ગણિની, સાગરદત્ત શેઠ અને ત્રણે પ્રિયાઓ સહિત વીરભદ્ર અરનાથસ્વામી પાસે આવ્યા અને યથાવિધિ પ્રભુને નમસ્કાર કર્યો. સુત્રતા ગણિનીએ પ્રભુને પૂછયું–‘આ વીરભદ્ર પૂર્વે ભેગફળવાળું શું કર્મ કરેલું છે તે કહો.” પ્રભુ બેલ્યા-“આ ભવથી ત્રીજા ભવે પૂર્વ વિદેહક્ષેત્રમાં મોટું રાજ્ય છોડી વ્રત લઈને હું પૃથ્વી પર વિહાર કરતા હતા. એકદા ચાર B - 41. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy