________________
સગ ૨ ] વિરભદ્રને વૃત્તાંત
[૩૧૯ અહીં ઉપાશ્રયમાં રહેલી રત્નપ્રભાને અનંગસુંદરી અને પ્રિયદર્શનાએ પૂછયું કે “તારો પતિ કેવો છે અને કોણ છે?” રત્નપ્રભા બેલી-સિંહલદ્વીપને નિવાસી, ગૌરવ, સર્વ કળાનો ભંડાર અને રૂપે કામદેવ જે બુદ્ધદાસ નામે મારો પતિ છે. પ્રિયદર્શના બેલીબધી રીતે તમારા પતિને મળતે છે પણ સિંહલદ્વીપમાં નિવાસ અને બુદ્ધદાસ નામ એ મળતાં નથી. અનંગસુંદરી બલી-“મારા પતિ સાથે પણ તે મળતે છે, પણ તેને આ વર્ણ, સિંહલદ્વીપમાં નિવાસ અને બુદ્ધદાસ નામ એ મળતાં નથી. પછી તે ત્રણે બહેને હોય તેમ સંપથી સાથે રહી. સુવતા ગણિનીના ઉપાશ્રયમાં તપ સ્વાધ્યાયમાંજ તત્પરપણે પુરૂષની વાર્તા પણ નહીં કરતી રહેવા લાગી. માયાથી વામન થયેલે વીરભદ્ર પ્રતિદિન પિતાની ત્રણ પ્રિયાને જોવા આવતે અને તેમના મનહર શીલથી ખુશી થતું હતું.
એક વખતે ઈશાનચંદ્ર રાજાની સભામાં કઈ પ્રસંગે વાર્તા થઈ કે “આપણું નગરમાં સુવ્રતા સાધ્વીના ઉપાશ્રયે ત્રણ રૂપવતી મહાત્મા યુવતીઓ રહે છે, તે ત્રણે સ્ત્રીરને આ પૃથ્વીના પવિત્રપણાનું કારણ છે. ઉત્તમ કુળચિત માર્ગે ચાલનારી તે મહાસતીઓને કઈ પુરૂષ બેલાવવાને પણ સમર્થ થઈ શકે તેમ નથી. તે વખતે તે કપટી વામન વીરભદ્ર બે -“તેઓને અનુક્રમે બેલાવવાને હું સમર્થ છું. આવા દુષ્કર કાર્યમાં પણ મારું સામર્થ્ય જુ.” પછી પ્રધાન રાજપુરૂષ અને મુખ્ય નગરજનેથી વીંટાઈ તે સુવ્રતા ગણિનીને ઉપાશ્રયે ગયે. પ્રથમ ઉપાશ્રયના દ્વારે રહી સાથે આવેલા લેકેને તેણે શિખવ્યું કે તમારે મને પ્રથમ કહેવું કે “કોઈ કથા કહો.” પછી થોડા પરિવાર સાથે ઉપાશ્રયમાં પ્રવેશ કરી વામન વીરભદ્ર નિર્મળ વ્રતવાળા સુત્રતા ગણિનીને અને બીજી સાધવીઓને વંદન કરી. ત્યાંથી પાછા ફરી વીરભદ્ર ઉપાશ્રયના દ્વારમંડપમાં બેઠે. તેને જોવાના કૌતુકથી પેલી ત્રણે સ્ત્રીઓ સાથ્વીઓની સાથે ત્યાં આવી, એટલે વામને કહ્યું-“જ્યાં સુધી અમારે રાજાની પાસે જવાને અવસર થશે નહીં, ત્યાં સુધી જેનું હૃદય વિનેદ કરવા તરફ જ ખેંચાયેલું છે એવા અમે અહીંજ રહીશું.' તે વખતે લેકેએ કહ્યું-“હે રાજપુરૂષ! કઈ કૌતુકવાળી કથા કહે.” વામન બોલ્યો-“કથા કહું કે વીતક કહુ” ત્યારે તેઓએ પૂછયું કે “કથા અને વીતકમાં શો ભેદ છે?' વામને કહ્યું કે-“જે અનુભવેલું વૃત્તાંત તે વિતક કહેવાય અને જે પ્રાચીન પુરૂષોનું ચરિત્ર તે કથા કહેવાય છે. ત્યારે તેઓ બેલ્યા- વીતક કહે. વામને નીચે પ્રમાણે વિતક કહેવાનું શરૂ કર્યું
“આ ભરત ક્ષેત્રમાં તાલિપ્તી નામે મટી નગરી છે. તેમાં ગુણવડે શ્રેષ્ઠ ગષભદત્ત નામે એક શેઠ રહે છે, એક વખતે વ્યાપાર નિમિત્તે તે પતિનીખંડ નામના નગરે ગયો. ત્યાં સાગરદત્ત શેઠની પ્રિયદર્શીના નામે કન્યા જોઈ તે કન્યાને યોગ્ય જાણું તેની સાથે પોતાના વીરભદ્ર નામના પુત્રને પરણાવ્યું. તેની સાથે વીરભદ્ર વિષયસુખ અનુભવવા લાગે. એક વખતે રાત્રીએ પ્રિયદર્શના કપટનિદ્રાએ સુતી હતી, તેને વીરભદ્ર જગાડવા માંડી. તે વખતે તેણે કહ્યું-“અત્યારે મને હેરાન કરે નહીં, મારા મસ્તકમાં પીડા થાય છે.” વીરભદ્રે કહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org