SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ (૮) દિકુમારીઓને મહોત્સવ. પર્વ ૩ જુ. થાએ એવું પ્રભુના કાનમાં કહી, પાષાણના બે ગળાનું તેઓએ આસ્ફાલન કર્યું, પછી પ્રભુને અને માતાને સૂતિકાગ્રહમાં લઈ જઈ શય્યા ઉપર સુવાડી તેઓ ઊંચે સ્વરે મંગળ ગીત ગાવા લાગી. તે વખતે પ્રભુના ચરણકમળની પાસે જવાને ઈચ્છતા હોય તેમ સર્વ ઈદ્રના આસને કંપાયમાન થયા. અવધી જ્ઞાનથી ભગવાનના જન્મને જાણી શકઈજે તે દિશા સન્મુખ સાત આઠ પગલાં ભરીને તીર્થકરને વંદના કરી. ઘંટાના ઘોષથી અને સેનાપતિની ઉદૂષણથી એકઠા થયેલા દેવતાઓ પ્રભુને જન્મત્સવ કરવામાં ઉત્સુક થઈને ઈંદ્રની ફરતા ફરી વળ્યા. પછી ઇંદ્ર તે દેવતાઓ તથા પિતાના પરિવાર સાથે પાલક વિમાનમાં બેસી, નંદીશ્વરદ્વીપે જઈ વિમાન સંક્ષેપી એકાકીપણે પ્રભુના નિવાસગૃહ પાસે આવ્યા. પ્રથમ નિવાસગૃહને પિતાના નાના વિમાન સહિત પ્રદક્ષિણ કરી ઈશાન દિશામાં વિમાનને મૂકી નીચે ઉતર્યા, પછી ઈન્દ્ર પ્રભુના વાસગૃહમાં પ્રવેશ કર્યો અને પ્રભુનું દર્શન થતાં જ તેમને ભકિતથી પ્રણામ કર્યા. ત્યાં જિનેશ્વરને અને તેમની માતાને ત્રણ પ્રદક્ષિણા કરી, પાંચ અંગોથી પૃથ્વીને સ્પર્શ કરી વારંવાર નમસ્કાર કર્યા. પછી તેને દેવીને અવસ્થાપિનિકા નિદ્રા આપી અને તેમની પાસે પ્રભુનું પ્રતિબિંબ રાખી ઈન્ડે પિતાના પાંચ સ્વરૂપ વિકુવ્યું. તેમાં એક સ્વરૂપે પ્રભુને ધારણ કર્યા, એક સ્વરૂપે માથે છત્ર ધર્યું, બે સ્વરૂપે બે બાજુ ચામર વિંજવા માંડ્યાં અને એક સ્વરૂપે આગળ વ ઉછાળી ચાલવા માંડયું. એવી રીતે જય જય શબ્દ કરતા દેવતાઓના પરિવાર સાથે ઈન્દ્ર પ્રભુને લઈ ક્ષણવારમાં મેરૂ પર્વતના શિખર ઉપર આવ્યા. ત્યાં અતિ પાંડુકબલા નામની શિલા ઉપર રહેલા સિંહાસનને વિષે જગત્પતિને ઉલ્લંગમાં લઈ શકઈંદ્ર બેઠા. તે દરમિયાન આસનને કંપ થવાથી અનાહત અવધિજ્ઞાનવડે ભગવાનને જન્મ જાણીને તત્કાળ અચુતંદ્ર, પ્રાણતંદ્ર, સહસ્ત્રારેંદ્ર મહાશુક્રેન્દ્ર, લાંત કેન્દ્ર, બ્રન્દ્ર, માહેદ્ર, સનતકુમાર, ઈશાન ચમર, બલિ, ધરણ, ભુતાનંદ, હરિ, હરિસહ, વેણુદેવ, વેણુદારી, અગ્નિશિખ, અગ્નિમાણવ, વેલંબ, પ્રભંજન, સુષ, મહાઘોષ, જલકાંત, જલપ્રભ, પૂર્ણ, અવશિષ્ટ, અમિત, અમિતવાહન; કાલ, મહાકાલ, સુરૂપ, પ્રતિરૂપ, પૂર્ણભદ્ર, માણિભદ્ર, ભીમ, મહાભીમ, કિંમર, કિં પુરૂષ, સપુષ, મહાપુરુષ, અતિકાય, મહાકાય, ગીતરતિ, ગીતયશા, સંનિહિત સમાન, ધાતા, વિધાતા, ઋષિ, ઋષિપાળ, ઈશ્વર, મહેશ્વર, સુવત્સક, વિશાલક, હાસ, હાસ રતિ, શ્વેત, મહાવેત, પવક, પવકપતિ, સૂર્ય અને ચંદ્ર, એ ટોસઠ ઇંદ્રો સર્વઋદ્ધિ અને પરિવાર સાથે લઈ પ્રભુના જન્માભિષેકને માટે મેરુ પર્વતની ઉપર જાણે પાડોશમાં રહેતા હેય તેમ ત્વરાથી આવ્યા. પછી અશ્રુત ઈદ્રની આજ્ઞાથી આભિગિક દેવતાઓએ સુવર્ણના, રૂપાના, રત્નના, સોના અને રૂપાના, સેના અને રત્નના, રૂપા અને રત્નોના તથા સોનાના, રૂપાના અને રત્નોના તેમજ મૃત્તિકાના એક હજાર ને આઠ આઠ કલશે બનાવ્યા, તેજ પ્રમાણે ઝારીઓ, દર્પણ, સુપ્રતિષ્ટ (ડાબલા), રત્નના કરંડીઆ, ચાલ, પત્રિકા અને પુષ્પોની ચંગેરીઓ પણ તત્કાળ બનાવી. પછી ત્યાંથી નીકળીને ઈન્દ્રના મનને હર્ષ ઉપજાવવાને ક્ષીરસમુદ્ર વિગેરે માંથી અને બીજા તીર્થોમાંથી તેઓએ જળ, મૃત્તિકા અને કમળે લીધાં તથા હિમાદ્રિ ૧ અહિં સુધી વૈમાનિકના શક સુધાં દશ ઈન્દ્રો. ૨ અહિં સુધી ભુવનપતિના વીશ ઈન્દ્રો. ૩ અહિં સુધી વ્યંતરના ૩ર ઈન્દ્રો એ આ બે જોતિષીના ઈન્દ્રો છે એ પ્રમાણે આઠ જાતના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy